જવ કેટલા ઉપયોગી છે?

જવ એક પ્રકારનું ધાન્ય છે જેનો ઉપયોગ  રોજિંદા આહારમાં હવે લગભગ નામશેષ થઈ રહ્યો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ જવનો ઉપયોગ કરતી હશે! જવ આજના જમાનામાં બિયર બનાવવા માટે કે પશુઓના ખોરાક બનાવવા માટે વપરાય છે. કદાચ, કોઈ વિરલ વ્યક્તિ ઔષધના દ્રષ્ટિકોણથી કવચિત જવનો ઉપયોગ કરતી હશે. બાકી ઘઉં કરતા જવ પચવામાં સરળ હોવાથી માંદી વ્યક્તિ માટે વધુ સારા! જવ મેદહર હોવાથી જાડી વ્યક્તિ માટે પણ લાભપ્રદ રહે છે! મધુપ્રમેહ ડાયાબિટીસમાં જવ ગુણકારી ગણાય. ચામડીના સઘળા રોગોમાં જવ લાભ પહોંચાડે છે. જવ મૂત્રલ હોવાથી મૂત્રજનન માર્ગ વિષયક રોગો તેમજ શરીર પરના પાણીના સોજામાં ખૂબ ઉપયોગી સિધ્ધ થાય છે. કફ અને પિત્તની ફરિયાદોમાં અકસીર ઔષધ જેવા જવના રોજિંદા આહારમાં પ્રયોગ-ઉપયોગ તરફ આપણે કેમ ધ્યાન નથી આપતાં?

About ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*