શિરીન

‘શું બોલ્યો?’

ને બીજી ઘડીએ તો ફિરોઝ ફ્રેઝર એક વાઘની અદાએછ સામ તલાટીના આંગ પર ધસી જઈ તેને ગળચીમાંથી પકડી લીધો, કે પોતાનાં જાન માટે તરફળિયાં મારતો તે જેમ તેમ દમ ભરતો બોલી પડયો.

‘મને…મને છોડ, ને ફિરોઝ ફ્રેઝર હું…હું તને બધી ખરી વાત જણાવીશ.’

‘તું બોલેબોલ જૂઠો હોવાથી મને તારી વિગત જાણવીજ પથી, સામ તલાટી.’

ને તે જ ઘડીએ મોલી કામા તેઓને શોધતી ત્યાં આવી લાગી કે સભ્યતાને ખાતર ફિરોઝ ફ્રેઝરે તેને છોડવો જ પડયો.

મોલી કામાના કટોકટ ઘડીએ ત્યાં આવ્યાથી સામ તલાટીને વધુ જ હિંમત આવી ગઈ ને તેને તુમાખીથી જણાવી દીધું.

‘હવે મોલી પોતે અત્રે હોવાથી તું તેણીને પૂછી શકશે, ને ફિરોઝ ફ્રેઝર આજે મેં મારી આંખોએ તેણીને કોઈ લોફર જેવા મરદ સાથ એક ખાલી ઘેરમાંથી બહાર નીકળતાં જોઈ ને તું ધારેછ એટલી કંઈ તેણી નિર્દોષ નથી.’

‘મોઢું સંભાળીને વાત કરજે સામ તલાટી.’

‘હું સોગંદથી ખ‚ં છે તે કહું છું. ને જો એ શિરીન વોર્ડને તારાથી છુપાવ્યું હોય તો તેણી તુંને ઠગી રહીછ, ફિરોઝ ફ્રેઝર.’

એ સાંભળી ફિરોઝ ફ્રેઝરનો ચહેરો હદથી જયાદા રાતો મારી જઈ, હોઠો બીદી તેને ઝનૂનથી કહી સંભળાવ્યું.

‘ફકત એક લેડીનું માન હું હાલમાં જાળવી રહ્યોછ, કારણ મીસ કામાન હાજરીમાં હું તારા જેવા હલકટના દીલ પર આવી શકતો નથી. નહીં તો સામ તલાટી તારો તોટો પીસી તારા હાડકાનો ખુરદે ખુરદો હું હમણાં કરી નાંખતે.’

કે એ સાંભળી સામ તલાટીએ પણ તુચ્છકારથી જણાવી દીધું.

‘ફિરોઝ ફ્રેઝર, તું મને હમણાં જુઠો માનેછ પણ જ્યારે કુધ તું પોતે તારી આંખોએ તેઓને સાથે જોય, ત્યારે મને યાદ કરી તારાં મનમાં જ વિચારી લેજે કે એ તારી શિરીન વોર્ડન કેટલી બધી ઈનોસન્ટ છે તે.’

‘ભવિષ્યમાં કંઈબી બોલે તો ખૂબ સંભાળીને બોલજે, સામ તલાટી.’

ને પછી મોલી કામાને એક નમન કરી ઝપાટાબંધ ફિરોઝ ફ્રેઝર ત્યાંથી વિદાય થઈ ગયો.

અલબત્ત, સામ તલાટીએ કહેલો એકબી બોલ તે માની શકયો જ નહીં કારણ સર્વને માહિત હતું કે કેટલો બધો જૂઠો, નીચ ને બદમાશ મરદ હતો.

ને બીજીબી એક ચીજ ફિરોઝ ફ્રેઝરને ખબર હતી કે સામ તલાટી ઘણાં વરસોનો પોતાની મીઠી શિરીનનાં પ્યારમાં હોવાથી ફકત અદેખાઈને માર્યો તેણી સામે જુઠા તહોમત મૂકીને ‘ડરબી કાસલ’ના શેઠને ઉશ્કેરી મુકવા માંગતો હતો.

અને બીજી ઘડીએ ફિરોઝ ફ્રેઝરે તે વાત પોતાનાં મનમાંથી કહાડી નાખી, કલબનાં બીજા મેમ્બરો સાથ ભળી પણ ગયો.

પણ અફસોસ, તે છતાં ને તે જ ઘડીએ વહેમનાં એક નાના કીડાએ ફિરોઝ ફ્રેઝરનાં જિગરમાં પ્રવેશ લઈ પોતાની જગ્યાં ત્યાં લઈ લીધી.

આતવારનો તે દિવસ પણ આવી પુગો કે જે શિરીન વોર્ડનનાં જીવનનાં તખતા ઉપર સર્વથી નેહસ્ત તરીકે લખાઈ ચૂકો.

ફિરોઝ ફ્રેઝર ને સામ તલાટીની મુલાકાતને પણ વચ્ચે ચાર દિવસ પસાર થઈ ગયા, ને તે દરમ્યાન શિરીન વોર્ડન પોતાનાં વહાલાને ખાસ એકાંતમાં મળી શકીજ નહીં.

સેનચરી કલબની મીટીંગનાં બીજે દિવસે ફિરોઝ ફ્રેઝર પોતાનાં અગત્યનાં કંઈ કામસર માયસોર ઉપડી ગયો ને છેક આતવારની સવારે પાછો બેંગ્લોર આવી પુગ્યો.

શિરીન વોર્ડન પણ તે દરમ્યાન સાંજના પોતાની બે કલાકની છૂટીમાં પોતાના વહાલાઓને ‘વોર્ડન વિલા’માં મળી આવતી. એક સાંજે ફરી ઘણે વખતે તેણી તે ટેકરી ઉપર આવેલાં ‘દુ:ખીઓના મંદીર’ની મુલાકાતે જઈ પૂગી.

તેણીને ઘણે દિવસે ને આટલી ખુશાલ જોતાં તે ગુ‚જી પણ પહેલાં એક પળ વિચારમાં પડી ગયા, પછી તેમને પૂછી લીધું.

(ક્રમશ)

About અરના હોમી પેસીના

Leave a Reply

*