અસ્ફંદાર્મદ ધાર્મિકતા અને સમર્પણનો સમન્વય

‘પારસી ટાઈમ્સ દ્વારા દર મહિને મહિનાના પવિત્ર દિવસ (જ્યારે માહ (મહિનો) અને રોજ (દિવસ) બન્ને સાથે હોય છે) પરબની ઉંડી સમજ લેખક નોશીર દાદરાવાલા તરફથી આપવામાં આવે છે. આ વેળાએ 17 જુલાઈ 2017ના દિવસે પરબ છે. અસ્ફંદાર્મદ રોજ અને અસ્ફંદાર્મદ મહિનો એ ઝોરાસ્ટ્રિન કેલેન્ડરને છેલ્લે મહિને છે. તે સ્પેન્તા આરમઈતી ને સમર્પિત છે જે વસુંધરા (મધર અર્થ)ની દિવ્યતા છે.

સ્પેન્તાનો અર્થ થાય છે વૃધ્ધિ, આગળ વધવું, સારૂં, પવિત્ર અને આરમઈતીનો અર્થ છે કે ભક્તિ, ધર્મનિષ્ઠા અને શાંતિ થાય છે. બીજા શબ્દમાં સ્પેન્તા આરમઈતી અમેશા સ્પેન્તા કે જે વિશ્ર્વમાં શાંતિ અને દિવ્યતા લાવે છે અને ગાથામાં તેનો સતત ઉલ્લેખ છે. આપણા ધર્મની એક રીત એવી છે કે દરેક જરથોસ્તીએ સવારમાં ઉઠીને અશેમ વોહુ બોલવું અને સ્પેન્તા આરમઈતીને જમીન પર પગ મૂકીને ત્રણ વખત કપાળ અડાવવાનું છે. આમ કરીને માફી અને આશીર્વાદ બન્ને લેવાના છે. માફી એટલા માટે કે દિવસ દરમ્યાન જાણતા કે અજાણતા જે ભૂલો થઈ હોય તેની માફી માંગી લેવી. માતા વસુંધરા-પૃથ્વી ખૂબ જ શાંતિથી અને સંયમથી બધો જ બોજ સહન કરે છે. ગમે તેવે નકામો કચરો પણ ઉપયોગી થાય તેવા ખાતરમાં ફેરવી નાખે છે તેવી જ રીતે સ્પેન્તા આરમઈતી નકરાત્મક બાબતને પ્રોઝિટિવમાં ફેરવે છે ડીવોટીસ દ્વારા સવારમાં આશા સાથે પ્રેયર કરવામાં આવે તો દરેક નેગેટિવ બાબત-સમગ્ર દુનિયાની હોય તે સારી ચીજમાં પોઝીટીવ અને ઉપયોગી બાબતમાં ફેરવાઈ જાય છે.

1970થી વિશ્ર્વના 193 દેશમાં પૃથ્વી દિવસ-22 એપ્રિલે ઉજવવામાં આવે છે. જ્યારે ઝોરાસ્ટ્રિયન સદીઓથી અસ્ફંદાર્મદ માહ, અસ્ફંદાર્મદ રોજ ‘અર્થ દિન’ તરીકે ઉજવે છે. આ એક ઓરિજીનલ અને કદાચ વિશ્ર્વનો પહેલો ‘અર્થ ડે’ છે. દર વર્ષે અસ્ફંદાર્મદ પરબ માટે ઝોરાસ્ટ્રિયન મોબેદો અસ્ફંદામર્દના નિરંગને પારસીઓ તેમના ઘરની બહાર લગાવે છે આ નિરંગ ઘરમાં આવતી બધી જ ખરાબ શક્તિઓથી  રક્ષણ કરે છે. ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરના છેલ્લા 10 દિવસ એટલે કે રોજ આસ્તાદ થી અનેરાન અને  ગાથાના પાંચ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સમયમાં ફ્રવશિષ જેઓ   આધ્યાત્મિક વિશ્ર્વમાંથી ભૌતિક વિશ્ર્વમાં આવે છે અને તેમને યાદ કરનાર અને તેમની પ્રાર્થના કરનારને આશિર્વાદ આપે છે. મુકતાદના દિવસોમાં પારસીઓ ખાસ પ્રાર્થનાઓ તેમના વહાલાઓ જેઓ ગુજર પામ્યા છે તેમના માટે કરે છે.

 

Leave a Reply

*