Your Moonsign Janam Rashi This Week –
29th July, 2017 – 4th August, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં સફળતા નહીં મળે ત્યાં સુધી કામ મૂકશો નહીં. બુધની કૃપાથી તમારી બુધ્ધિ સારા કામ પૂરા કરવામાં વાપરશો. નાણાકીય ફાયદો મેળવવામાં સફળ થશો. તબિયતની સારા સારી થતી જશે. વાણિયાની જેમ કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ કરશો. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 1, 2 છે.

Lucky Dates: 29, 30, 31, 12.

Till 20th September, 2017, Mercury will rule over you, so you will not leave any stone unturned to finish your work, you will try till you succeed. You will use intellect to do good deeds and will be successful in getting financial benefits. Your health will improve. Be very thoughtful while spending and invest your savings in a good place.  Pray ’Sarosh Yazad’ daily during this period.

.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

25મી ઓગસ્ટ સુધી મંગળ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. હાઈપ્રેશરથી પરેશાન થશો. હાલતા ચાલતા માણસ સાથે પણ ઝઘડો કરશો તેવા ગ્રહ છે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. કોઈ વ્યક્તિ તમને છેતરી ન જાય તે ધ્યાન રાખજો.બુધ્બિળથી બીજાને પરેશાન કરશો. નવાકામ કરી શકશો. ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 30, 2, 3, 4 છે.

Lucky Dates: 30, 2, 3, 4.

With Mars ruling you till 25th August, 2017, you will get angry over petty things. Beware of .high pressure. Finances look tight. Be wary of being cheated or being manipulated. You will be able to start new work comfortably. Pray ‘Sarosh Yasht’.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. તમે તમારી સાથે બીજાનું ભલુ કરવાનું વિચારશો. તમારા દિલની વાત સાંભળીને જે પણ કામ કરશો તેમાં સફળ થઈને રહેશો. ચંદ્રની કૃપાથી જો નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. નાણાકીય મુશ્કેલી નહીં આવે. થોડી ઘણી મહેનત કરવાથી એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. નવાકામ કરી શકશો. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 1, 3, 4 છે.

Lucky Dates: 29, 1, 3, 4.

With the Moon ruling you, your desires will get fulfilled. Listen to your heart as you will succeed. If you get a chance to travel, go for it. With a little effort, you will earn more and will be able to start new work. Pray 34th name ‘Ya Bester’ 101 times.

.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

6ઠ્ઠી ઓગસ્ટ સુધી તો સૂર્યની દિનદશા ચાલશે તેથી તમારા રોજના કામ પૂરા કરવામાં મુશ્કેલી આવશે. તમારા વડીલવર્ગની તબિયત અચાનક બગડી જાય તો નવાઈમાં પડી જતા નહીં. સરકારી કામમાં ધ્યાન આપજો. કોર્ટ-દરબારના કામમાં જીત નહીં મળે. સૂર્યના કારણે તમને સાચી સલાહ આપનાર વ્યક્તિ તમને નહીં ગમે. માથાના દુ:ખાવાથી પરેશાન થઈ જશો. 96મું નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 30, 31, 1, 2, છે.

Lucky Dates: 30, 31, 1, 2.

Sun will rule over you till 6th August, 2017, so you will face hardships in finishing your routine work. If some elderly from your household suddenly has health issues don’t be surprised. Be attentive in work related to government. Work related to court will not go in your favour. If someone is showing you the right direction or giving advice, you will not find it good because of Sun’s rule. Pray 96th name ‘Ya Rayomand’ 101 times.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા  કામમાં તમને આનંદ મળશે. નાણાકીય બાબતને કારણે કોઈ પણ કામ અટકશે નહીં. મનગમતી વ્યક્તિ સામેથી મળતા આનંદ થશે. શુક્રની કૃપાથી જ્યાં જશો ત્યાં તમને માન-ઈજ્જત મળશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 29, 2, 3, 4 છે.

Lucky Dates: 29, 2, 3, 4.

With Venus ruling over you, work will be enjoyable and money will flow in. You will be happy, as the person you love, will come into your life. You will be respected. New purchases are in order. Pray ‘Behram Yazad’ daily.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી  મોજશોખ ઓછો કરતા તે વધી જશે. શુક્રની કૃપાથી ઓપોજિટ સેકસનું અટ્રેકશન વધુ રહેશે. તમારી મનની વાત બીજાને સમજાવવા મુુશ્કેલી નહીં આવે. નાણાકીય બાબતમાં વગર માંગ્યા તમને જોઈતી રકમ મળી જશે. નવાં મિત્રો સાથે મનમેળ વધી જશે. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.

Lucky Dates: 29, 30, 1, 4.

Venus ruling over you brings enjoyment and increased happiness and attraction towards the opposite gender. You will be able to convince people and money will flow in. Rapport with friends will get stronger. Pray ‘Behram Yazad’.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લા 10 દિવસ જ રાહુની દિનદશા ચાલશે તેથી તમારી બુધ્ધિ ઉંધી ચાલશે. રાતની ઉંઘ નહીં આવે. રાહુને કારણે ખર્ચનું પ્રમાણ વધી જશે માથા પર બોજો વધી જશે. છેલ્લા 10 દિવસમાં કોઈની મદદ નથી મળવાની તે વાત ધ્યાનમાં રાખજો. મનગમતી વ્યક્તિ સાથે નાની વાતમાં મતભેદ પડી જશે. બને તો દરેક જણાની સાથે વાતચીત કરવાનું ઓછું કરજો. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 1, 2, 4 છે.

Lucky Dates: 30, 1, 2, 4.

With 10 days remaining under Rahu’s rule, your mind will work in the opposite direction. Sleep and finances will not be favourable. During these days, you may not get help from people and there could be small, constant arguments with the person you love. Try to maintain silence. Pray ‘Mahabokhtar Niyaish’ daily to pacify Rahu.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે લીધેલા ડીસીઝનમાં ખોટા પડી જશો. સ્વભાવમાં જીદ્દી બની જશો. કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારનો સાથસહકાર નહીં મળે. ખાવાપીવામાં ધ્યાન નહીં આપો તો તબિયત ખરાબ થશે. તાવ-માથાના દુખાવાથી કે પેટની માંદગીથી પરેશાન થશો. દવા પાછળ વધુ ખર્ચ થશે. રાહુનું નિવારણ કરવા માટે ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 31, 1, 2 છે.

Lucky Dates: 29, 31, 1, 2.

Rahu will rule over you till 6th September, 2017, and you could be proven wrong in your decisions. Your will become adamant and may not receive cooperation from co-workers. Be careful about your diet as you could fall sick.  Pray ‘Maha Bokhtar Niyaish’ daily.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમને તમારા કામકાજમાં મુશ્કેલી નહીં આવે. કંઈ નવું જાણવા મળશે. બુધની કૃપાથી જે પણ કમાતા હશો તેમાં કરકસર કરવાનું ચાલુ રાખજો. બને તો નાનું ઈન્વેસ્ટમેન્ટ કરજો. નાણાકીય બાબતમાં એકસ્ટ્રા નાણા મેળવવા માટે મહેનત કરવી પડશે. સારા સમાચાર સાંભળવા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 2, 3, 4 છે.

Lucky Dates: 30, 2, 3, 4.

Till 24th August, 2017, Jupiter will bring in ease in your work and daily life. You will gain new knowledge. Save your earnings and if possible, invest in a good place. You will have to try harder for extra income. Good news is on the way. Pray ‘Sarosh Yasht’.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી નાના ચેરિટીના કામ થતા રહેશે. ફેમિલી એટેચમેન્ટ ખૂબ વધી જશે. કૌટુંબિક વ્યક્તિને મળી આનંદમાં આવી જશો. નવાકામ કરતા ફાયદામાં રહેશો. જો તમે લગ્ન કરવા માગતા હશો તો તમારી પસંદગીનો લાઈફ પાર્ટનર મળી રહેશે. ધનને કારણે કોઈ કામ અટકશે નહીં. વડીલ વર્ગની સેવાનો લાભ લઈ શકશો. ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 29, 30, 31, 3.

Lucky Dates: 29, 30, 31, 3.

Jupiter is ruling over you will indulge in charity-related work. Family attachments will increase. Starting a new venture will bring success. Those looking to get married will meet the person of your choice. Money flow seems good and you will help elders. Pray ‘Sarosh Yasht’ without fail.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કામ કરવામાં કંટાળો આવશે. નાના કામ કરીને થાકી જશો. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. મિત્રો તમારી સાથે દગો કરશે. મનની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. સરકારી કામ કરવાની ભૂલ કરતા નહીં. કોઈ જવાબદારી માથા ઉપર લેતા નહીં. ભુલ્યા વગર ‘મોટી હપ્ત યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

Aquarius Lucky Dates: 1, 2, 3, 4.

Till 26th August, 2017, Saturn rules you making you not feel like working. You will feel exhausted after working briefly. Financial crunch is indicated. Friends could betray you. Your mental state will be low. Avoid Government work and unnecessary responsibilities. Pray ‘Moti Haptan Yasht’.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે તેથી ધન કમાવવામાં મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર થશો. તમારી સલાહ લેવા આવનારને સાચી સલાહ આપીને દિલ જીતી લેશો. ધન કમાવા માટે ગામ-પરગામ જવું પડે તો આનાકાની કરતા નહીં. મિત્રોથી ફાયદો મેળવી શકશો. મનગમતી વ્યક્તિને મળવા માટે મોકો મળે તો મુકતા નહીં. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 29, 30, 31, 2 છે.

Lucky Dates: 29, 30, 31, 2.

Mercury will rule over you till 20th August, 2017, so you will not face financial hardships. You will guide and advise people and win their hearts. Travel for financial pursuits is indicated. Meet your loved ones if you get the chance. Pray ‘Maher Niyaish’.

.

Leave a Reply

*