Your Moonsign Janam Rashi This Week –
5th August, 2017 – 11th August, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામને સમય ઉપર પૂરા કરી શકશો. જેનેબી  જે પ્રોમિસ આપશો તે પુરૂં કરીને રહેશો. નાણાકીય બાબતમાં બચત કરી પૈસાને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. નવાકામ કરવામાં સફળતા મળશે. રોજના કામમાં જશ અને સફળતા મળશે. બુધની કૃપાથી મિત્રની મદદ મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ ’ભણજો.

શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.

Mercury’ rule has begun and hence you will complete all your work on time. You will fulfil your promises. You will be able to save and invest your money wisely. You will be successful in your work, as well as in your future undertakings. Thanks to Mercury, your friends will be helpful. Pray ‘Meher Niyaish’ every day.

Lucky Dates: 5, 6, 9, 10.

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

25મી ઓગસ્ટ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. દુશ્મનો તમારા સ્વભાવનો ફાયદો ઉપાડી લેશે. કોઈબી જાતનું ડીસીઝન લેતા પહેલા દસવાર વિચાર કરજો. ધ્યાન નહીં આપો તો નાનું એક્સિડન્ટ થવાના ચાન્સ છે. મંગળને કારણેભાઈ બહેનો વચ્ચે મતભેદ પડશે. તમે સાચા હશો તો સચ્ચાઈ સાબિત નહીં કરી શકો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 6, 7, 8, 11 છે.

With Mars ruling you till 25th August, you need to consciously control your temper, else it could be used against you. Think your decisions over,  repeatedly. Carelessness could lead to small accidents, so be careful. Mars is known to create misunderstanding amongst siblings and even your honesty might fail to prove your innocence, so be mindful. Pray ‘Tir Yasht’ every day.

Lucky dates: 6, 7, 8, 11.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા મગજને શાંત રાખી જે ડિસીઝન લેશો તેમાં સફળ થઈને રહેશો. કામકાજ પૂરા કરવા માટે ભાગદોડ કરવી પડશે તો કરી લેજો. મનગમતી વ્યક્તિ મળી જશે. તમારા કરેલા કામમાં મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે રોજના ભણતરની સાથે  101નામ ભણી લીધા પછી 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 5, 7, 9, 10 છે.

Till August 26th, the Moon rules you so keep calm and take decisions wisely to be successful. Put in extra effort if required, to complete your work. You will meet the person you desire. You will not face challenges in your ventures. To fulfil demands of your family members, along with daily prayers, after praying 101 Names, also pray the 34th name, Ya Rayomand 101 times.

Lucky Dates: 5, 7, 9, 10.

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આજનો દિવસ સૂર્યના ઉતાપામાં પસાર કરવાનો બાકી છે વડીલવર્ગ સાથે ખોટી બોલાચાલી થશે માટે વાતચીત કરતાંજ નહીં. આવતીકાલથી ચંદ્ર તમને 50 દિવસ માટે તમારા મનને શાંત રાખશે. અગત્યના કામની શરૂઆત કાલથી કરજો. ચંદ્રની કૃપાથી નાની મુસાફરીના યોગ આવશે. ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8, 9, છે.

Today marks the last day of the Sun ruling you. Avoid getting into arguments with your elders. Moon rules you tomorrow onwards for the next 50 days, giving you peace. Embark on any important work tomorrow onwards. Nearly travel is indicated. Along with Ya Rayomand, pray Ya Beshtarna 101 times.

Lucky Dates: 6, 7, 8, 9.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઓપોઝિટ સેકસની સાથે મનમેળ સારો રહેશે. તેઓની ડિમાન્ડ પૂરી કરવા માટે બધી જાતની મહેનત કરશો. ચાલુ કામમાં વધુ ધ્યાન આપજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવવા માંગતા હો તો કાલની જગ્યાએ આજે જ લઈ લેજો. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 5, 7, 10, 11 છે.

With Venus ruling you till 16th August, you will have a good equation with the opposite gender. You will strive to fulfil their demands. You will pay more attention to the task at hand. Today is the right day to make new household purchases. Pray to ‘Behram Yazad’ every day without fail.

Lucky Dates: 5, 7, 10, 11.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારી રાશિના માલિક બુધના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી સપ્ટેમ્બર સુધી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. શુક્રની કૃપાથી મોજશોખ પાછળ ખર્ચ વધુ કરવા છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવાકામ કરવા માટે ચાન્સ મળશે તો તેને જવા નહીં દો. કામકાજમાં તમારા કામ વીજળીવેગે પૂરા કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 6, 8, 9, 11 છે.

Venus ruling over you will see your wishes granted by 16th September. Spending lavishly will not land you in a financial crunch. Grab new job opportunities coming your way. You will complete all your tasks speedily. Pray to ‘Behram Yazad’ daily.

Lucky Dates: 6, 8, 9, 11.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી ખૂબ શાંતિમાં પસાર કરજો. કાલથી 70 દિવસ માટે શુક્રની દિનદશા ચાલુ થશે. શુક્ર તમારા તમામ દુ:ખનું નિવારણ લાવી આપશે. જે બાબતમાં નેગેટિવ વિચાર કરતા હશો તેમાં કાલથી ફરક આવી જશે. તમારા કામકાજની અંદર  ફાયદો મળતો રહેશે. નવા કામ કરવાનું મન થશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 6, 7, 8, 9, છે.

Today marks the last day of Rahu’s rule, so be patient. Venus rules you tomorrow onwards, for the next 70 days, relieving you of your sorrows and troubles. You will feel greater positivity and attract success at work. You may wish to start a new venture. Pray to ‘Behram Yazad’ to receive blessings from Venus.

Lucky Dates: 6, 7, 8, 9.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

રાહુની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી તમને નાના કામમાં પણ સફળતા નહીં મળે. નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારા મગજનું ઠેકાણું નહીં રહેવાથી કામમાં મન નહીં લાગે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. રાહુનું નિવારણ કરવા માગતા હો તો ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 7, 10, 11 છે.

Rahu ruling over you may throw challenges your way until 6th September. You will brave any oncoming financial issues. Try focusing on the tasks at hand. Pray the ‘Mahabokhtar Niyaish’ to overcome obstacles caused by Rahu.

Lucky Dates: 5, 7, 10, 11.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી સારાકામ થઈ જશે. કોઈની ભલાઈનું કામ કરવામાં પાછી પાની નહીં કરો. ધન કમાવવા કામ કરતા થાક નહીં લાગે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. ગુરૂની કૃપાથી નાનુ ફેમિલી ગેટ-ટુ ગેધર કરવાનું મન થશે. મિત્રો તરફથી પૂરે પૂરો સાથ સહકાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 5, 6, 8, 9 છે.

Jupiter’s rule over you till 24th August will have you commit good deeds – go ahead and help others. You will work hard and fulfil your family’s demands. You will organise family get-togethers, and have friends supporting you. Continue praying ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 5, 6, 8, 9.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં તમને જશની સાથે ધનલાભ મળતા રહેશે. ગુરૂની કૃપાથી ફેમિલીમાં સંપ વધી જશે. તમારી વાતથી બધાજ સહમત થઈ જશે. નાના મોટા ધર્મના કામો કરીને મન આનંદમાં રહેશે. અચાનક નાનો ધનલાભ થવાનો ચાન્સ છે. કોઈની સેવા કરવાથી  તેની દુવા મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.

Jupiter’s rule till 24th September brings you success and wealth at work. Unity in the family will grow, and everyone will support your opinions. Participating in religious work will bring you peace. Sudden financial gains are indicated. Those you help, will bless you. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 6, 7, 10, 11.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કોઈ કામ સમય પર પૂરા નહીં કરી શકો. પ્રોમિસ આપીને ફસાઈ જતા નહીં. ખર્ચનો ખાડો ઉંડો થશે આવક આવવામાં પણ મુશ્કેલીઓ થશે. માનસિક ચિંતાઓ વધુ સતાવશે. તબિયત માટે બેદરકાર રહેતા નહીં. તેમાંબી બેકપેઈન, જોઈન્ટસ પેઈનથી પરેશાન થશો. શનિનું નિવારણ કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 9, 10, 11 છે.

Saturn ruling over you till the 25th of August will call for greater effort from you to complete your work on time. Do not make unrealistic promises. Be careful with your finances. Take care of your mental and physical health, especially if you are suffering from joint and back pains. Pray ‘Moti Haptan Yasht’ during this period.

Lucky Dates: 7, 9, 10, 11.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા બુધ્ધિબળ વાપરી તમારા કામ પૂરા કરી શકશો. અટકેલા નાણાને 20મી પહેલા પાછા મેળવવામાં સફળતા મેળવી લેજો નહીં તો તમારા નાણા મેળવવા માટે મુશ્કેલીમાં આવી જશો. મિત્રોની મદદ લેવી પડે તો સંકોચ કરતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.

With Mercury ruling over you, use your strength and wisdom to complete every task. By the 20th, try to retrieve the money owed to you, in order to avoid future complications. Reach out to your friends for help, if needed. Pray ‘Meher Niyaish’ every day.

Lucky Dates: 5, 7, 8, 9.

.

Leave a Reply

*