ઝોચાઈલ્ડ ડેની પંદરમી અદભુત આવૃત્તિ

3 ડિસેમ્બર 2017ના રોજ પંદરમી એન્યુઅલ ‘ઝોચાઈલ્ડ ડે’ ની ઉજવણી ફાઉન્ડિંગ ટ્રસ્ટી વિસ્પી કાપડીયા દ્વારા સનમુખાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત સુરતના ‘સ્વિંગર’ દ્વારા થઈ હતી. ત્યારબાદ એનજીઓ ઉડાનના વિદ્યાર્થીઓ દ્વારા દિયા પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘ઝોચાઈલ્ડ ડે’ના ટ્રસ્ટીઓ વિસ્પી અને શિરાઝ  કાપડીયા અને પેરિન બગલીએ ‘જ્વેલ ઓફ કમ્યુનીટી’નું સન્માન કર્યુ. જેમણે મોટા  ભાગના સમુદાય અને સમાજને યોગદાન આપ્યું છે. સાથે એ વિદ્યાર્થીઓ જેમણે વિવિધ ક્ષેત્રોમાં કાર્યસિધ્ધી મેળવી છે. ઝોચાઈલ્ડ ડે ને દરવરસે સફળ બનાવનાર દાનવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓએ બીપીપીના ટ્રસ્ટીઓ ઝરીર ભાઠેના, કેરસી રાંદેરિયા, આરમઈતી તિરંદાઝ, નોશીર દાદરાવાલા, વિરાફ મહેતા, એકસ ચેરમેન દિનશા મહેતાનું સન્માન કર્યુ હતું. વિસ્પી કાપડીયાની કરાટે સંસ્થાએ મહિલા સલામતી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિવિધ તકનીકો દર્શાવ્યા હતા. આ પછી આવાંબાઈ પીટીટ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જિમનાસ્ટિક ડાન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની લવચીકતાથી પ્રેક્ષકગણોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

બીપીપી ટ્રસ્ટી અને સેન્ટર ફોર એડવાન્સમેન્ટ ઓફ ફિલાન્ટ્રોફી (સીએપી),ના સીઈઓ નોશીર દાદરાવાલાએ સત્ય અને સચ્ચાઈના મહત્વ અને સુસંગતતાને દર્શાવતા દર્શકોને સંબોધ્યા હતા, અને કેવી રીતે આપણે બધા ખરેખર જીવીએ છીએ ફકત ટકી નથી રહેતા. એકિટીવીટી હાઈ સ્કુલના લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓએ એવરગ્રીન મ્યુઝિકલ કાર્યક્રમ કર્યો હતો.

બપોરના સ્વાદિષ્ટ ચાઈનીઝ ભોજનબાદ માલ્કમ બાગે હત્યા અને રહસ્ય પર આધારિક એક નાટક રજૂ કરી પ્રેક્ષકોને ધ્રુજાવી દીધા હતા. ત્યારબાદ પુણેની બાળાઓએ મનોરંજક ડાન્સ રજૂ કર્યો હતો. ઝુબિન સંજાણા જે દર વરસે ઝોચાઈલ્ડ ડેના કાર્યક્રમમાં હિન્દી ગીતો ગાતા હતા તેમજ આ વરસે પણ રજૂ કર્યા હતા. સાલસેટ કોલોની દ્વારા ‘ઓલ ઈઝ વેલ’ જોકર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. ગામડિયા કોલોની તથા ગોદરેજ બાગ દ્વારા પણ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.

સનાયા કાપડીયાએ દરેક જણ જેણે ઝોચાઈલ્ડ ડેની 15મી આવૃત્તિને શકય બનાવી હતી તેના માટે આભાર માન્યો હતો. છૈએ અમે જરથોસ્તી અને રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો. વિસ્પી કાપડીયાએ ઝોચાઈલ્ડ ડે ને સફળ બનાવવા માટે છ મહિનાથી સખત મહેનત કરવા માટે તેમની સમગ્ર સમિતિનો આભાર માન્યો હતો.

About ખુશનુંમા દુબાશ

Leave a Reply

*