દીકરી સાકર જેવી હોય અને વહુ મીઠાં જેવી હોય

એક ઘરમાં સાસુ વહુ બહુ પ્રેમથી રહેતાં હતાં.

એકવાર ધરમા મહેમાન આવ્યા.

વહુએ સાસુને મહેમાન સાથે વાત કરતાં સાંભળ્યા. સાસુ કહી રહ્યા હતા દીકરી સાકર જેવી હોય અને વહુ મીઠાં જેવી હોય.

આ સાંભળીને વહુને ખોટુ લાગ્યુ.

વહુ ઉદાસ રહેવા લાગી.

જયારે સાસુને આ વાત ખબર પડી તો વહુને કારણ પુછ્યુ.

વહુએ કારણ કહ્યુ.

ત્યારે સાસુએ હસીને કહ્યું એનો અર્થ એ છે કે દીકરી સાકર જેવી હોય દરેક રૂપમાં મીઠી લાગે.

જયારે વહુ મીઠાં જેવી હોય કે જેનુ કરજ ચુકવી નથી શકતા.

જેના વગર દરેક વસ્તુ બેસ્વાદ થઇ જાય.

સ્ત્રી એક અજબ પાત્ર છે. એની હાજરીની કોઈ નોધ ન લે પણ એની ગેરહાજરી દરેક વસ્તુ ફીક્કી લાગે.

Leave a Reply

*