શિરીન

‘ચાલ સ્વીટ હાર્ટ, હવે તારે માટે મે એક ગુડ ન્યુસ રાખીછ.’

‘શું એ ફીલ?’

પોતાનો નિર્દોષ ચહેરો તે ધણી સામે ઉચકતાં તેણીએ ઉલટથી પૂછી લીધું.

‘તારા ભાઈને નેવીમાં નોકરી કરવા ગમતી હતી તે મેં બધો બંદોબસ્ત કરાવી આપી ત્યાં રખાવ્યો છે.’

‘થેંકસ, થેંકસ ફિલ’

તે જવાનને વધુ જ વહાલથી વળગી પડતાં તેણીએ ખરા જીગરથી બોલી દીધું. ‘આજનો આપણો શું પ્રોગ્રામ છે, શિરીન?’

‘આપણે ડેન્સમાં જનાર હતાં, પણ ફિલ આજે મારા જીવને ગમતું નહીં હોવાથી તમો એખલાજ સીધાવજો.’

‘વોટ નોનસન્સ, શિરીન, તુંને મૂકીને હું કદીબી એકલો જઈ શકું, ડાર્લીંગ?’

ને તે સુખના મહીના પણ ગબડવા લાગા ને અંતે ટાઈમ થતાં ‘ડરબી કાસલ’ પોતાના ભવિષ્યના વારસને આવકાર આપવા ફરી પૂર મગરૂરી સાથ ખડો થઈ ગયો. ફિરોઝ ફ્રેઝરેે બધી ગોઠવણ મોટા ડોકટર તથા એક સીસ્ટર રોકી પોતાના કાસલમાંજ રાખી હતી.

તે નવા પહરોણાનાં પધારવાની એક સાંજ આગમજ શિરીનને જરા અનમન્યુજ લાગી આવવાથી તેણી રાતના ડીનર ટેબલ પર હાજરી આપી શકી નહીં, કે ફિરોઝ ફ્રેઝરે તેણી પાસ જઈ વહાલથી પૂછી લીધું.

‘કેમ શિરીન, આજે જમવા નહી આવતી?

‘નહીંજી.’

કઈ ખાસે નહીં તો કેમ ચાલશે? જરા સુપ તો પી ડાર્લીગ કે તુંને શક્તિ રહે.’

ને તે ધણીએ રીંગ મારી તે સુપ ઉપર મંગાવી પોતાનાં હાથોએ કાળજી કરી તેણીને પીવાડવા માંડયો કે શરૂઆતની પેન શિરીન ફ્રેઝર અનુભવ શકી.

પછી તે કાસલમાં દોડધામ શરૂ થઈ ગઈ. ડોકટર તથા સીસ્ટરને બોલાવી મંગાવવામાં આવ્યા ને ઝરી જુહાકે પોતાનાં હાથોએ કહાવો બનાવી શિરીનને પાઈ દીધો.

તે તૈયાર રાખેલા કાસલનાં એક ભવ્ય રૂમમાં શિરીન ફ્રેઝર ધ્રુજતી ને કોઈકવાર પેનથી કલ ખાતી, પોતાના મીઠા બકલ્યાને જન્મ આપવા તૈયાર થઈ ગઈ.

જેમ રાત વધતી ચાલી તેમ તેમ તે બાળાની પેન પણ જાસ્તીજ થઈ ને ત્યારે ફિરોઝ ફ્રેઝરે તે લાંબી કોરીડોરમાં ધીરજ ખોઈ દઈ ફેરા આંટી મારતો જણાઈ આવ્યો.

તેને એમ ફરતાં જોઈ ઝરી જુહાકે ખખડાવી નાખતા કહી સંભળાવ્યું ‘શું છે છોકરા, પુરાયેલા વાઘની કાની ફેરા આટી શાનો મારી રહ્યો છે?’

‘ઓ મમ્મા, કયારે બધો નીકાલ આવી જશે?’

‘વરી એમ તે કંઈ નીકાલ આવી જતો હશે? એ તો એનો ટાઈમ થશે નેજ આવશે.’ ને તેટલાંજ તે રૂમમાંથી એક ધીમી ચીસ આવતાં સાંભળી કે ફિરોઝ ફ્રેઝરે ફરી પાછી પોતાની ધીરજ ખોડી દેતાં બોલી દીધું.

‘પ્લીઝ મંમા, હું કોઈ બીજા ડોકટરને બોલાવી મંગાવું?’

‘પણ ડોકટરો આવીને શું ધોરવાના છે છોકરા? કંઈ પોરિયા એમજ જણાતા હશે? કેટલા દુ:ખો વેઠી માયો જન્મ આપે ને પછી એજ પોરીયા મોટા થઈ નગુના નીવડે ત્યારે કેવી માયોની આંતરડી કકળતી હશે.’

(વધુ આવતા અંકે)

About અરના હોમી પેસીના

Leave a Reply

*