લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: પારસી એક શાંતિપ્રિય અને પ્રેમાળ સમુદાય છે, તેઓ ક્યારેય રમખાણોમાં ભાગ લેતા નથી.
હકીકત: બધા લોકો સહમત થશે કે પારસી સમુદાય શાંતિપ્રિય સમુદાય છે અને તેઓ પોતાની જ નબળાઈઓ પર હસી શકે છે. ઈતિહાસ પ્રમાણે મુંબઈમાં પ્રથમ કોમી રમખાણ હિંદુ તથા મુસલમાન વચ્ચે નહોતું પરંતુ પારસી અને મુસ્લિમો વચ્ચે થયું હતું. ઇતિહાસ મુજબ 1857માં ભરૂચમાં પારસી અને મુસલમાનો વચ્ચેે હુલ્લડો પણ થયા હતા.
મુંબઈમાં 1832માં શ્ર્વાન બચાવ માટે પણ પારસીઓ દ્વારા રમખાણ થયું હતું.
કદમી- શહેનશાહી રમખાણો: અઢારમી સદીના છેલ્લા ત્રિમાસિકમાં, ઘણા રમખાણો થયા હતા અને કદમી અને શહેનશાહી સંપ્રદાયો વચ્ચે પારસી સમુદાયના લોકોની હત્યા પણ થઈ હતી. બેહદીન હોમાજી પર કદમી સંપ્રદાયની એક સ્ત્રી દ્વારા ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો અને મુંબઈના બજારગેટ સ્ટ્રીટના ખૂણા પર હોમાજીને ફાંસીની સજા આપવામાં આવી હતી. હોમાજી નિર્દોષ હતા તેમણે કહ્યું કે જે બીજાઓને ખોટી રીતે ફસાવીને મારે છે તેમનો અંજામ કરૂણ રીતે થશે.
1832નું શ્ર્વાનોના બચાવ માટે થયેલું રમખાણ: તે વખતે શ્ર્વાનોની વસતીમાં તેજી થવા પામી હતી. બ્રિટિશ વહીવટીતંત્રે રખડતા શ્ર્વાનોને પકડી પાડવાની સુચના આપી હતી. જ્યારે પારસીઓ શ્ર્વાનો માટેના પ્રેમ માટે આજે પણ જાણીતા છે. તે સમયે દરેક પારસી મોહલા (શેરીઓ)માં દૈનિક ધાર્મિક વિધિ તરીકે દિવસે અને રાત્રિએ છૂટાછવાયા શ્ર્વાનો માટે ખાવાનું (કુતરાનું બુક)મૂકતા હતા જ્યારે શ્ર્વાનોને પકડવામાં આવ્યા ત્યારે આના વિરૂધ્ધમાં પારસી વેપારીઓએ હડતાલ કરી તેમની પ્રચંડ શક્તિ દર્શાવી હતી અને મુંબઈની દિનચર્યાને વિક્ષેપિત કરી હતી. આ હુલ્લડોમાં હિંદુઓ પારસીઓ સાથે જોડાયા હતા.
1857માં ભરૂચમાં થયેલું રમખાણ:
10મી મે 1857 ના રોજ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ 1857માં ભારતીય બળવાના શરૂઆતના પાંચ દિવસ પછી, બેજનજી શેરિયાયજી ભરૂચા નામના પારસી પર કેટલાક મુસ્લિમો દ્વારા મસ્જિદને અપવિત્ર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તોફાનો ફાટી નીકળ્યા હતા. પાંચ દિવસ પછી, 200 મુસ્લિમો નગરની ઉત્તરે બાવા રેહાન શ્રાઈન નજીક ભેગા થયા હતા અને પોલીસો તે ટોળાને રોકવામાં અસમર્થતા દાખવી હતી. ટોળાએ દસ્તુર કામદીન દરે મીર પર હુમલો કર્યો અને તેના મુખ્ય પારસી ધર્મગુરૂ, એરવદ અરદેશીર હોરમસજી કામદીનને મારી નાખ્યા હતા. તેઓએ બેજનજી શેરિયાયજી ભરૂચાને પણ ફાંસીએ લટકાવ્યા હતા અને તેમના પાથિર્વ દેહને શેરીઓમાંથી ઘસડીને લઈ ગયા હતા. તેઓએ (1783ની) શાપુરજી નારિયેલવાલા અગિયારી તથા ત્યાના મુખ્ય ધર્મગુરૂ એરવદ મહેરવાનજી મંચેરજી કામદીન પર પણ હુમલો કર્યો હતો. ભરૂચના કલેકટર અને મેજિસ્ટ્રેટ ડેવિસ પણ આ તોફાનોને રોકી શકયા નહોતો ત્યાર નજીકના શહેર વાગરા, અમોડ, અંકલેશ્ર્વર અને હાંસોટેમાંથી લશ્કરી ટુકડીઓને લાવવામાં આવી હતી.
(વધુ આવતા અંકે)

Leave a Reply

*