સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

‘દરૂજી-એ-સએની’ યાને એક ગામ યા દેશના લોકોના ખરાબ બુરા આચાર વિચારો તથા અપ્રામાણિક અને અનીતીવાન રહેણી કરણીઓના ગુબારો યાને હવામાં બંધાયેલા અણદીઠ પડોને લીધે ઉત્પન્ન થતી નુકસાનકારક અસરો, કે જે ‘દરૂજી-એ-સએની’ને લીધે જ મુરકી, દુકાળ, આફતો, તથા જાતજાતની બીમારીઓ વગેરે તે દેશ કે શહેરમાં આવી પડે છે, તે સામે સરોશ યઝદ પોતાની પાસબાની(પનાહ)માં રહેતાં ઉરવાનોને ચાલુ બચાવ્યા કરે છે.
અહુરમઝદ યશ્તમાં એ બધી દરૂજી અને બદ આચાર વિચારોના ગુબારોની જુદી જુદી પલટનોને ‘હએનયાઓસ્ચ, પેરેથૂ-અઈનિકયાઓ, પરેરેથૂ – દ્રફ્રષયાઓ, એરેદવો – દ્રફ્રષયાઓ, ઉઝગેરેપ્તો દ્રફ્રષયાઓ, ખ્રૂરેમ ધ્રફેષેમ બરેન્તયાઓ’ એટલે કે ‘પહોળી ઉભેલી પલટનોની, પહોળા વાવટાવાળા, તેમજ મરણતોલ જખ્મી કરનાર વાવટા લઈ જનારાં લશ્કરો’ તરીકે ઓળખાવેલાં છે. પણ જો અશોઈ તથા ઉત્તમ રહેણી કરણી અને જરથોસ્તી આચાર વિચારોથી આપણી ‘અઈપી’ યાને શરીરની આસપાસ રહેતી મેગ્નેટિક વાતાવરણને હમેશા ચાર્જ કરી (ભરપુર બનાવી) આપણા ઉરવાનને સરોશ યઝદના હવાલામાં આપણી જીંદગી દરમ્યાન સોપવામાં આવ્યું હોય, તો પછી આ દરૂજીઓ તે ઉરવાન ઉપર સહેજબી ફાવી શકતી નથી તેઓની સામે સરોશ યઝદ ચાલુ બચાવ કરે છે, એટલુંજ નહીં પણ તે ઉપરાંત પોતાના ઈરાદા યાને મરજી શક્તિનો ખોટી રીતે ‘ગેર ઉપયોગ’ કરીને બધી દરૂજીઓની સાથે સાધન કરી યાને મેલી વિદ્યાનો અમલ કરીને દુનિયામાં ખરાબી કરનારા પાપી જાદુગરો અને અરવાહી આલમની ઉતરતી બદશક્તિઓની સામે પણ એજ સરોશ યઝદ બચાવ કરે છે. જીંદગી દરમ્યાન સરોશ યઝદ સાથનો સંબંધ આપણે દરેક જણે સાંધી રાખવા માટે કેટલી બધી કાળજી રાખવાની અને ઉમેદ કરવાની જરૂર છે તે આપણને ખુલ્લી રીતે માલમ પડે છે.
જે માણસો ઉઘાડું માથું રાખી બાલો ખુલ્લા રાખે અને માથાના બાલમાંથી નીકળતા અણદીઠ નુકસાનકારક હઈરના પ્રવાહો મારફતે આસપાસની હવા ખરાબ કરીને બીજાઓના તથા પોતાના દમમાં તે હવા જવા દઈને ‘મીથ્ર’ યાને વિચારોને ખરાબ કરે છે તેમજ બાલ તથા નખોને જ્યાં ગમે ત્યાં વેર વિખેરી નાખે છે, એકબીજાનાં મોઢામાંનું અજીઠ વઠેળ કીધેલું ખાય તથા પીએ છે બીડી પીને પોતાના તેમજ બીજાઓના તથા કુદરતની આતશ જેવી નુરી તેમજ બીજી તમામ પેદાયશોના ઉશ્તાનને યાને દમને ચલાવનારી બાતેન સજીવન શક્તિઓને) નુકસાન કરનારી દરૂજી-ઈ-બુષ્યાંસ્પ ઉત્પન્ન કરે છે, ઉઘાડે માથે યા પગે તેમજ સુદરેહ-કુશ્તી વગર ચાલે હાલ કરે છે યા હાજતે જઈ આવ્યા પછી કુશ્તી-પાયાવ કરતા નથી, અનીતીના કામો કરે છે, પોતે જરથોસ્તી થઈ બીજા ધર્મની રાહ રસમો પાળે છે, પોતાનાં મનના વિચારો ને અશોઈના મહાન કાયદા મુજબ દોરવવાને બદલે ગમે તેવા નબળા ખોટા અનીતિવાન વિચારોમાં લીન થઈને દરેક ઈન્સાનને બાતેનીમાં કોતરી ખાનારી અઝી-દેહાકની દશ કમાલ એબો, જેવી કે અદેખાઈ, કીનો કપટ, નીંદા, ઉલટુ સમજાવવાની બાજીથી કુદરતમાં બહુજ કાતેલ દરૂજીએ સએની વધારવામાં હમ-શરીક (સાથે ભાગ લેનાર) થાય છે, વગેરે વગેરે અનેક રીતે જો એક ઉરવાન જરથોસ્તી અશોઈ અને ખોરેહ જાળવવાની ઉપર વર્ણવેલી તરીકતો નહીં પાળે તેમજ બીજી વધુ બારીક અશોઈની તરીકતોની ખાહેશ નહીં કરે તો તે ઉરવાનને સરોશ સાથનો સંબંધ બીલકુલ હોઈ શકતો નથી અને મરણ બાદ આવા સરોશની સહેજેબી રાહબરી વગરનાં, સહેજબી પનાહ પોશી વગરનાં ઉરવાનો અરવાહી આલમના નીચલા તબકકા ઉપર યાને આ પૃથ્વીની સૌથી નજદીકના વિભાગ ઉપર ઘણા હાડમાર (હેરાન) થાય છે અને લાંબો વખત ત્યાં સબડયા કરી છુટકો મેળવી શકતા નથી.
એ ક્રિયા કરનાર મોબેદે પોતે સરોશના અમલમાં જરૂર રહેવું જ જોઈએ. જે પ્રમાણે આપણી બંદગીનો પાયો સરોશની ક્ષ્નુમન સાથની પાદયાવ કુશ્તી છે, તેજ પ્રમાણે આપણી ક્રિયા કામનો પાયો મોબેદનો પોતાનો પાંચ તાએની સરોશની બાજ લઈને કીધેલો સરોશ સાથનો અમલ તથા સરોશની ક્રિયાઓ છે. કોઈબી ક્રિયાઓ કરવાને મોબેદ સરોશના અમલવાલો જરૂર હોવોજ જોઈએ અને પાવ મહેલની દરેક ક્રિયા સરોશની સાથેજ શરૂ થવી જોઈએ. જે મોબેદ સરોશ સાથનો સંબંધ રાખી શકતો નથી તે કોઈબી અનુશેહ રવાન અથવા ઝદેહ રવાનની ક્રિયાકામને જોશ આપી તેનું પરિણામ જેવું જોઈએ તેવું ઉપજાવી શકતોજ નથી, એ અથોરનાન ભાઈઓએ જરૂર ખૂબ ધ્યાનમાં રાખવું. હોરમઝદને પહોંચવાનું તથા તેના દર્શન કરવાનું કામ કાંઈ સહેલું નથી. પહેલવહેલા તેવણના પ્રતિનિધિ યાને કારોબાર ચલાવનાર સરોશ યઝદને
મળ્યા વગર સરોશ યઝદના પનાહમાં રહ્યા વગર અહુરમઝદને મળી શકાતું નથી. અને તેટલા માટે હોરમઝદને મળવાની ખરેખરી અંત:કરણની ફીદાગીરી
થતી હોય તો સૌથી પહેલા સરોશ યઝદ સાથનો સીલસીલો (સીધો સંબંધ) જાળવવા માટે સઘળી દીની તરીકતો રસ્મો તથા ફરમાનો જે આપણા ધર્મમાં ફરમાવેલી છે તે તરીકતો એક
જરથોસ્તી તરીકે જીંદગી ગુજારી જરૂર બને તેમ પાળવી જોઈએ તોજ અહુરમઝદ નજદીક જઈ તેના દર્શન કરી શકાય અને આ ફાની દુન્યા કાયમની છોડી શકાય.
(ક્રમશ)

Leave a Reply

*