હરનાઈની સફર નરેન્દ્ર અગ્રવાલ સાથે

A Beautiful Sunset at Harnai Beach

NA2જ્યારે આપણે રેતાળ સમુદ્ર કિનારાનો વિચાર કરીએ ત્યારે આપણી નજર સમક્ષ સૌપ્રથમ આવે છે ગોવા.
હા ગોવાનો દરિયા કિનારો, સફેદ રેતાળ દરિયાકિનારો અને સોનેરી સૂર્યાસ્ત, ગોવામાં રતન જેવા ઘણા જ સુંદર રેતાળ દરિયા કિનારાઓ છે અને આવું જ એક સુંદર મણી જેવું છે ‘હરનાઈ’. મુંબઈથી હરનાઈ ૨૩૦ કિલોમીટર દૂર છે. મુંબઈથી જૂના મુંબઈ ગોવાના બાય રોડ જતા હરનાઈ પહોંચવા પાંચ કલાક લાગે છે. ‘બીચ બમર્સ’થી પહેલાં જ દરિયાકિનારો ભરેલો હોય છે અને ત્યાંના રહેવાસીઓ પોતાની વસ્તુઓ વેચવા જલ્દીમાં હોય છે.
ઉત્તરમાં હરનાઈ છે પરંતુ હકીકતમાં હરનાઈ, કરડે, પલાંડે અને મુ‚ડ એમ ચાર દરિયાકિનારાઓ છે. હરનાઈ ફકત એક દરિયાકિનારો નથી પરંતુ તે સંસ્કૃતિ અને સમુદ્રનો ઐતિહાસિક વારસો સાચવી રહ્યો છે. ત્યાંનો સુવર્ણદુર્ગનો કિલ્લો, દુર્ગાદેવી મંદિરની નજીક હરનાઈનું માછલી બજાર જે તાજા સીફૂડને પ્રાધાન્ય આપે છે. અહીં પરંપરાંગત કોંકણી અને માલવણી શૈલીમાં રાંધવામાં આવે છે અહીં શાકાહારીઓ માટે પણ ખાવાની કમી નથીે.
ઈકોમંત્રાના લોટસ બીચ રિસોર્ટ ચલાવનારા મહા‚ખ બલસારા કહે છે કે ‘તમે આરામ અને એડવેન્ચર બન્નેમાંથી કંઈપણ પસંદ કરી શકો છો કારણ કે તમે
ભારતના સૌથી સુરક્ષિત બીચ પર છો.’ તમે પર્વતારોહણ તથા લોટસ બીચ રિસોર્ટ ઓફર કરે છે ઈલેકટ્રિક સીગવે રાઈડ્સ. સ્થાનિક ગામના લોકો ડોલ્ફિન સફારી, પેરા-સેલિંગ, જેટ સ્કીઈંગ અને અરબી સમુદ્રમાં બનાના બોટ પર સવારીનું પણ આયોજન કરી આપે છે.

Leave a Reply

*