જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ મેની ૧૪મી તારીખે થયો હોય તો..
તમે પોતે જ પૈસાના મિત્ર હશો. ધન મેળવવા માટે તમે ભાગ્યવાન ગણાશો. તમે ખૂબ સમજીને પૈસાનો સંગ્રહ કરશો. જમીન કે શેરસટ્ટાથી ધન કમાશો. બીજા કરતાં અલગ રીતે તમે પૈસા કમાશો. તમારા મગજમાં નવા નવા વિચારો આવ્યા કરશે તેમ જ તમારા વિચારો ઊંચા રહેશે. તમારી નિરીક્ષણ શક્તિ ખૂબ જ સારી હશે. તેમ જ તમે નિદાન પણ સારું કરી શકશો. તમે સ્વતંત્ર વિચાર ધરાવનાર હશો. બીજાનો પ્રભાવ તમારા પર નહીં પડે. તમે તમારા વિચારો મુજબ પ્રગતિ કરશો. તમારું જનરલ નોલેજ ખૂબ જ સારું હશે, જેથી તમારી સારી છાપ પડશે. વિરુદ્ધ જાતિની વ્યક્તિને આકર્ષિત કરી શકશો. પ્રેમ માટે તમે સ્વતંત્ર વિચાર ધરાવતા હશો. પ્રેમમાં તમે ચંચળ રહેશો. જો તમારા લગ્ન ૨૦ થી ૨૨ વર્ષની વચ્ચે થઈ જશે તો તમારા જીવનસાથી સાથે મતભેદ થતા રહેશે. માનસિક ત્રાસ તમને વધુ રહેશે. ડોક્ટરો તમારી બિમારીનું નિદાન કરવામાંં ઘણી વખત નિષ્ફળ જશે. દાંત, ડોક, હરસ-મસા તેમજ ગરમીથી થતા રોગોથી સંભાળવું પડશે. તમને ઠંડી ઋતુમાં દાંત અને માથાનો દુ:ખાવો થશે.
શુભરંગ: બ્લુ, શુભ નંગ: પાંચુ
આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૫, ૬, ૧૪, ૧૫, ૨૩, ૨૪, ૩૨, ૩૩, ૪૧, ૫૦, ૫૧, ૫૯, ૬૦, ૬૮, ૭૭.

Leave a Reply

*