સ્ટેજ ઉપર નૃત્યકળાની શઆત કરનાર

જવાનીની શ‚આતમાં સ્ત્રીના પાર્ટ કરવામાં જમશેદજી માદન ઘણા જ વિખ્યાત હતા. જવાનીમાં તેવણ અતિ ‚પાળા અને ચેહરેનુમન હતા. તમાશબીન આલમ હમેશા મરહુમને ‘જમશેદ માદન’ને લાડકા નામે ઓળખતી હતી. ગાયન કરવામાં, જાણીતા દાદી વર્કિંગબોક્ષવાળા નામના એક કાબેલ ગાયક એ મંડળને હાથ લાગી જવાથી, મરહુમને સંગીતની અચ્છી તાલિમ મળી ગઈ હતી. અલાઉદ્દીનના ખેલમાં, જે કઠણ પ્રકારના ગાયનો સ્ટેજ થયાં હતાં તે એ જ વર્કિંગબોક્ષવાળાની કારસાજી હતી. એ દાદાભાઈ તે વખતે પ્રખ્યાત ગાયન ઉત્તેજક મંડળીના જાણીતા ઉસ્તાદ ઈમદાદખાનના હાથ હેઠળ ગાયનની તાલિમ લેતો હતો. તેના અનુભવનો લાભ, કલબ એલ્ફિન્સ્ટને લીધો હતો.
હિંદુસ્થાની નૃત્યકળાનો પહેલવહેલો ભાસ મુંબઈમાં તમાશબીન આલમને મરહુમ જમશેદજી માદને આપ્યો હતો. માથા ઉપર બત્તીનું ઝુમર, અને પાણીની ભરેલી ગાગર રાખી નૃત્યકલાની હુન્નરમંદી દેખાડવાનું કામ શંકરશેઠની નાટક શાળાના તખ્તા ઉપર મરહુમ જમશેદજી માદને પહેલવહેલું સ્ટેજ કીધું હતું. સામટી રીતે લેતાં જમશેદજી માદન, તે વખતની તમાશબીન આલમના એક પ્યારા અને અતિ માનીતા ખેલાડી હતા. પોતાની વધતી જતી વેપારી રોકાણો અને બીજી અગવડોને લીધે, જમશેદજી માદને સ્ટેજને જાથુકની છોડી દીધી હતી અને પોતાની કલબને બીજા કારોબારીઓને સ્વાધીન કરી તેની તમામ જોખમદારી પોતે પોતાના માથે રાખી લીધી હતી. મરહુમને હસ્તક કાંઈ એક જ નાટક મંડળી ચાલતી હતી, એમ સમજવું નહીં. એ માદન સન્સને હસ્તક અનેક નાટક ટોળીઓ કલકત્તામાં ચાલી રહી છે. તે માહેલી એક અતિ ઘણી મોંઘી કીંમતે માદન સન્સે ખરીદી લીધેલી, મરહુમ કાવસજી ખટાઉની આલફ્રેડ નાટક મંડળી હતી. સાંભળ્યા પ્રમાણે એ દોઢ લાખ ‚પિયે, તેની તમામ મિલ્કત સાથ ખંડી લીધી હતી, જે મંડળી ગયા સાલમાં, મુંબઈમાં ખુશ‚-શિરીનનો પ્રખ્યાત ખેલ કરી ગઈ હતી.
મરહુમ જમશેદજી માદન દરેક રીતે ઠાવકા અને ગણત્રીબાજ હતા. ટૂંક પૂંજીમાંથી ધંધો વેપાર વધારી પોતાનો કલકત્તા જેવા શહેરમાં એક આગેવાન શાહ સોદાગર તરીકે મચી રહયા હતા. પોતાની કોમના ગરીબ હમદીનોની દાજને મરહુમ પોતાને હઈડે સદા ધરતા હતા. ગણત્રી પ્રમાણે નાટકના ધંધામાં માલેક તરીકે પડેલા સઘળા હમદીન પારસીઓમાં, ફકત બેથી ત્રણ જણોમાં પહેલી પંક્તિએ ઉભેલા મરહુમ જમશેદજી ફરામજી માદન, મરહુમ કાવસજી પાલનજી ખટાઉ, મરહુમ દાદાભાઈ રતનજી ઠુંઠી.
મરહુમ જમશેદજી માદનના મારી જાણ પ્રમાણે પાંચ ભાઈઓ હતા. એ પાંચો ભાઈઓના નામ હતા મરહુમ ખરશેદજી ફરામજી માદન, મરહુમ નશરવાનજી ફરામજી માદન, મરહુમ જમશેદજી ફરામજી માદન, મરહુમ જહાંગીર ફરામજી માદન અને પેસ્તનજી ફરામજી માદન.
૧) ખરશેદજી માદને નાટક તખ્તા ઉપર ઝાજી વિખ્યાતી નહોતી મેળવી. મરહુમ દાદી પટેલના ગુજર પામ્યા પછી ઓરિજીનલ વિકટોરિયા કલબમાં એવણ સામેલ થયા હતા અને પરદેશમાં ગુજર પામ્યા હતા.
૨) નશરવાનજી ફરામજી માદનની ખેલાડી તરીકેની કારકીર્દી તમે આગલા લેખમાં વાચી ગયા છો.
૩) જમશેદજી ફરામજી માદન, માદન બીરાદરોમાં સઘળા ભાઈઓમાં ઠરેલ, ઠાવકા, કેળવાયેલા, સાલેસ અને સખાવતી દીલગુરદાના હોવા ઉપરાંત, સહાસિક જીગરવાળા નીતીરિતીના ધોરણ ઉપર ચાલનારા એક ચુસ્ત હમદીન જરથોસ્તી હતા સરકારે તેવણને માનપાનથી નવાજી તેમના કામની કદરનાસી કરી હતી.
૪) જહાંગીર ફરામજી માદન એક નમાના અને ઘણા જ મિલનસાર તથા માયાળુ સ્વભાવના માદન ભાઈઓ માહેલા એક સૌથી નાનાભાઈ હતા નાટકના ધંધામાં મરહુમ જહાંગીર તોડાંક વરસ રહ્યા પછી તેને એ ધંધો પસંદ નહીં પડયો અને સ્ટેજને છોડી મુંબઈમાં આવી યુનાની હકીમુ કરવા માંડયુ હતુ. મરહુમ સાધુ સંતની દોસ્તી ઉપર ચીત લાગ્યું હતુ અને એ દોસ્તીના પરીણામમાં મુંબઈમાં તેણે ‘ખાકી તેલ’ નામની લકવા અને સંધિવાની બીમારી ઉપર કારગત લાગે એવું તેલ બનરવી તે વેચવા માંડયું હતું. તેવણ મુંબઈમાં ગુજર પામ્યા હતા.
(વધુ આવતા અંકે)

Leave a Reply

*