આજની વાનગી

ચાઈનીઝ  વેજિટેબલ સામગ્રી: ૧૦ થી ૧૨ ફ્લાવરના મોટા ટુકડા, ૧ કેપ્ટિકમ, ૧૦ અધકચરી બાફેલી બેબીકોર્ન, ૬ થી ૭ સમારેલી ફણસી, ૨ ચમચી ઝીણું સમારેલું આદું, ૨ ચમચી ઝીણું સમારેલું લસણ, ૨ ચમચી ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધો કપ ટોમેટો પ્યુરી,

૨ ચમચી કોર્નફ્લોર, ૨ ચમચા તેલ, મીઠું.

રીત: એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. એમાં આદું, લસણ અને લીલાં મરચાં નાખી સતત હલાવતા રહી થોડી સેક્ધડ ફ્રાય કરો. પછી એમાં શાકભાજી નાખી થોડીક મિનિટ રાંધો. ત્યાર બાદ ટમેટાંની ગ્રેવી નાખો. કોર્નફ્લોરને અડધા કપ પાણીમાં ઓગાળી  એને શાક ભાજીમાં નાખો. મીઠું નાખી થોડી વાર એને રંધાવા દો અને પછી ગરમ-ગરમ પીરસો. ગળો સ્વાદ ગમતો હોય તો ચપટી ખાંડ નાખી શકાય.

About આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*