જો તમારો જન્મ જૂનની ૦૪થી તારીખે થયો હોય તો

તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર રહેશે. તમારી પાસે આવેલા પૈસાને વાપરવામાં જરાય ચિંતા નહીં કરો. અચાનક ધન મળતાં અને ગુમાવતાં વાર નહીં લાગે. તમારા વિચારો હમેશા પ્રગતિશીલ હશે. તમે હમેશા નવી નવી યોજનાઓ ઘડશો. તમારા માટે એન્જિનિયરિંગ કે આર્કિટેકચરની લાઈન વધુ યોગ્ય રહેશે. તમે ન ધારેલા બનાવો બનશે, તમા‚ં વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હશે, નવી નવી વ્યક્તિઓને મળવાનું મન થશે. કોઈ પણ રાજદ્વારી કે સામાજિક સમસ્યાનો નિકાલ ખૂબ જ સરળતાથી લાવી શકશો. વિ‚ધ્ધ જાતિની વ્યક્તિથી મતભેદ થશે. તમને જ્યોતિષશાસ્ત્ર કે ગૂઢવિદ્યામાં પણ રસ રહેશે. તમે તમારા વિચારોમાં જ ખોવાયેલા રહેશો. તમને કોર્ટ કજિયા થશે. તમને ઔષધિનું જ્ઞાન લેવાનું મન થશે. સ્વભાવે જિદ્દી રહેશો. શરદી-કફથી સંભાળવું.

શુભ રંગ: લીલો, શુભ નંગ: ટરકોઈઝ

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૪, ૧૩, ૨૦, ૨૨, ૨૮, ૩૧, ૩૮, ૪૦, ૪૧, ૪૮, ૪૯, ૫૩, ૫૮, ૬૩, ૬૫, ૬૭, ૭૦, ૭૪, ૭૬.

Leave a Reply

*