જો તમારો જન્મ જૂનની ૧૮મી તારીખે થયો હોય

તમારે કયારેય પણ કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી. દરેક કાર્ય ધીરજથી અને શાંતિથી કરવું. તમે દરેક બાબતનું બારીક નિરીક્ષણ કરશો. દરેક બાબત માટે તમારા વિચારો સ્વતંત્ર હશે. ભાગીદારો સારા નહીં મળે. વિશ્ર્વાસઘાત થશે. તમે ભવિેય માટે સારી યોજનાઓ બનાવશો. તમારી બુધ્ધિ તીક્ષ્ણ હશે. માનસિક રીતે બીજાને હૈરાન કરી શકો એટલી બુધ્ધિ તમે ધરાવશો. બોલવામાં કે વાદવિવાદમાં તમને કોઈ નહીં પહોંચે. તમે હંમેશાં મોઢા પર સ્પષ્ટ અને સાચું કહેશો. કોઈની શરમ રાખશો નહીં. તમારા શત્રુઓ ઘણા હશે. તમે યાંત્રિક કાર્યો, કેમિકલ-કેમિસ્ટ કે રસાયણના જાણકાર થઈ શકશો. તમારી બોલવાની છટા આકર્ષક રહેશે તેમ જ કોઈપણ વર્ગની જ્ઞાતિની વ્યક્તિ પર તમે પ્રભાવ પાડી શકશો. ખરાબ સંગતથી તમે દૂર રહેશો. તમા‚ં લખાણ બીજાને પ્રિય થઈ પડશે. ભાઈ-બહેનનું સુખ મધ્યમ રહેશે. તમે લાંબો સમય એક કાર્ય પાછળ નહીં વેડફો. તમારે વધુ પડતા ઉદાર થવું નહીં. ચહેરાના હાવભાવ અંકુશિત રહેશે. વિ‚ધ્ધ જાતિની વ્યક્તિથી મુશ્કેલી વધુ આવશે. તમારો સ્વભાવ ઉતાવળિયો હશે. તમારે ઈલેકિટ્રકથી સંભાળવું પડશે. ૩૬ વર્ષની અંદર નાની માંદગી કે અકસ્માતના યોગો છે. પેટની માંદગીથી સંભાળવું જ‚રી છે.

 

શુંભ રંગ: લાઈટ ચોકલેટી કે ગ્રે, શુભનંગ: ગાર્નેટ

 

આ વર્ષોેમાં  કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૫, ૯, ૧૦, ૧૮, ૨૩, ૨૭, ૨૮, ૩૨, ૩૬, ૪૨, ૪૮, ૫૧, ૫૪, ૫૫, ૫૯, ૬૩, ૬૬, ૬૮, ૭૨,

 

– નુપુર

Leave a Reply

*