તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો

Dasturji Dr. Manekji Naserwanji Dhalla
Dasturji Dr. Manekji Naserwanji Dhalla

તમે પરિવર્તન વિહિન છો, અહુરા મઝદા, અત્યારે અને હમેશા એક સમાન છો તમે ગુણાતીત (ભૌતિક વિશ્ર્વની મર્યાદાઓથી પર) છો અને બધાને ચલાવો છો છતાં તમે કોઈનાથી સંચાલિત નથી અનેકવિધ પરિવર્તનો વચ્ચે તમે એકલા જ પરિવર્તન વિહિન તથા અકબંધ-કોઈ અસર પામ્યા વિનાના છો. આસપાસનું બધું જ ક્ષય પામે છે પડવા માટે વૃધ્ધિ પામે છે. મૃત્યુ પામવા માટે જ જન્મે છે તથા દરેક જગ્યાએ સતત બદલાતી ઘટનાનું સાક્ષી છે. તમે એકલા જ એવા છો જે કયારેય બદલાતા નથી હે નિર્વિકાર (અચળ-સ્થિર) ઈશ્ર્વર!

દિવસ પછી રાત આવે છે. વસંત પછી ઉનાળો આવે છે. સ્વસ્થતા પછી માંદગી આવે છે. સમૃધ્ધિ પછી પડતી, જવાની પછી બુઢાપો, જીવન પછી મૃત્યુ.

નામ અને કિર્તી, મહાનતા અને ગોૈરવ, થોડા સમય માટે તેજ અને પછી ઝાંખપ, કિલ્લાઓ અને મહેલો, કિલ્લા પરના મિનારા અને ઉંચુ મકાન તેમનું માથું સ્વર્ગ સામે ઉંચુ કરે છે. અસ્થિર થઈ અને પછી ગબડી પડવા માટે જ સિંહાસનો (તખ્ત) અને સામ્રાજ્યો તેમની ઉન્નતિમાં ભયંકર થઈ જાય છે. પણ છેલ્લે તો માટીમાં મળી જઈ ભુલાઈ જવા માટે જ.

પરિવર્તનો વચ્ચે પરિવર્તન વિહિન છો તમે..પોતે ચલિત ન થઈને બધાને ચલાવનાર છો તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો તમે. અંતવિહિન સમય માટે પણ તમે એ જ છો હમેશા એક સમાન અને સર્વદા તમે તો તમે જ છો, હે નિર્વિકાર (અચળ-સ્થિર) અહુરા મઝદા!

Leave a Reply

*