આબાન પરવેઝ તુરેલ

એક ધનાઢય માણસે ધંધામાથી નિવૃત્તિ લીધી પત્ની વરસો પહેલા ગુમાવી દીધી હતી. સંતાનમાં બે પુત્રીઓ હતી. પુત્ર હતો નહીં. બન્ને પુત્રીઓને પરણાવી દીધી હતી. બન્ને જમાઈઓ અને પુત્રીઓ પિતાની ખૂબ સારી સેવા કરતી હતી જેથી પિતા ખુશ હતા ખૂબ સંતૃષ્ટ હતા. તેમને લાગ્યું જમાઈઓ અને દીકરીઓ સારા છે. તેઓ મારી આટલી સારી સેવા કરે છે, પછી મારે આ ધન મિલકતની શી જ‚ર છે. આમેય હું વૃધ્ધ થઈ ગયો છું. કેટલા વરસ જીવવાનો છું? મારી હાજરીમાં જ બન્ને દીકરીઓને મિલકત વહેંચી આપુ તો સા‚ં. આમ વિચારી તેણે પોતાની તમામ મિલકત, ધશ્ર, જર-ઝવેરાત બન્ને પુત્રીઓને વહેંચી આપ્યું પોતાના માટે કંઈ જ રાખ્યું નહીં તેની અપેક્ષા હતી કે દીકરી અને જમાઈ આ ભાગ મળતા તેની વધુ સારી રીતે સેવા કરશે પરંતુ તેની અપેક્ષાથી અવળું થયું. જમાઈ અને દીકરીઓ જે અગાઉ મિલકત મળે તે આશયથી બાપની જે સેવા કરતા હતા. તેમાં ઓટ આવી અને સેવા કરવાનું બંધ કરી દીધું. બાપ મુંઝાયો હવે તેને ટંક ભોજન પણ સા‚ં મળતું નહોતું તેને તેણે પોતાની પાસે કંઈ જ ન રાખીને મોટી ભૂલ કરી હોવાનો અહેસાસ થવા લાગ્યો પણ હતો તો આખરે વેપારીને? વેપારી બુદ્ધિ વાપરી તે તેના એક ધનિક મિત્ર પાસે ગયો અને તેને વિનંતી કરી. અને માત્ર ત્રણ દિવસ માટે દસ હજાર ડોલર ઉધાર લીધા  અને ટેબલ પર અવાજ થાય તેમ ગણવા માંડયા. બંધ ‚મમાંથી આ અવાજ આવતાં બન્ને જમાઈઓ અને દીકરીઓને અવાજ શેનો આવે છે અને તેમનો બાપ શું કરે છે તે જાણવાની ઈંતેજારી થઈ. તેમણે બારણાંની તિરાડમાંથી અંદર ડોકિયા કરવા માંડયા. બાપને તો આ જ જોઈતું હતું. તેણે ડોલરનો ઢગલો કરી થોડા થોડા ટ્રેઝરીમાં ભરવા માંડયા. છોકરાઓ સમજી ગયા કે ગરીબ હોવાનો દેખાવ કરતા આ બુઢ્ઢા બાપ પાસે તો હજુ ઘણા પૈસા છે. બારણું ખોલતા જ આ સંતાનોએ પૂછયું, બાપુજી અવાજ શેનો આવતો હતો શું તમારી પાસે ઘણા બધા પૈસા છે.

હા, મારી પાસે પચ્ચીસ હજાર ડોલર છે આ પૈસા મેં ટ્રેઝરીમાં ભર્યા છે અને તેની સાથે મા‚ં વિલ રાખ્યું છે. જેમાં લખ્યું છે કે જે સંતાન મારી સૌથી વધુ સારી સેવા મૃત્યુ સુધી કરે તેને આ મિલકત મળે. આ ટ્રેઝરી મારી મૃત્યુ પછી અંતિમ વિધિઓ પૂરી થાય પછી જ ખોલવી.

વૃધ્ધ વેપારીનું નિશાન બરાબર ટાર્ગેટ પર લાગ્યું. બન્ને જમાઈઓ અને દીકરીઓ વચ્ચે આ અઢળક ધન મેળવવા સ્પર્ધા શ‚ થઈ બન્ને એક એકથી ચઢિયાતી વાનગીઓ બાપને ખવડાવે. સુંદર કીમતી વસ્ત્રો લાવી આપે. અઠવાડિયાના અંતે પોતાના વાહનોમાં પિકનિક લઈ જાય બાપ હવે આ બધુ ટેસ્ટથી માણવા લાગ્યો.

સમય પૂરો થતાં બાપનું મૃત્યુ થયું અંતિમ ઘડી સુધી તેમની સારવાર થઈ. ભવ્યાથી ભવ્ય રીતે અંતિમ વિધિ કરવામાં આવી. બધુ પતી ગયા બાદ બન્ને દીકરીઓ જમાઈઓ વચ્ચે ચડસાચડસી થઈ. એક કહે મેં બહુ સેવા કરી છે તેથી વિલ મુજબ પિતાની મિલકત મને મળે બીજી કહે મેં તારાથી વધુ સારી સેવા કરી છે. મિલકત મને મળે ઝગડો અદાલત સુધી પહોંચ્યો. ન્યાયાધીશે કહ્યું પહેલા મને વિલ જોવા દો તેમાં શું શરત છે. કેવો શબ્દપ્રયોગ કર્યો છે તે જાણ્યા સમજ્યા બાદ નિર્ણય લઈ શકાય. અદાલતમાં ન્યાયાધિશ સમક્ષ ટ્રેઝરી ખોલવામાં આવી ટ્રેઝરીમાં એક પણ ડોલર નહોતો પરંતુ એક લાકડી અને તેની નીચે એક કાગળ હતો જેમા લખ્યું હતું, ‘હું એક પિતા, જે તેના બાળકોને તેઓ પહેલાની જેવી જ તેની સેવા કરશે તેવી મુર્ખામી ભરી અપેક્ષા રાખી, મૃત્યુ પહેલાં જ પોતાનું બધુ ધન બાળકોને વહેંચી આપે છે અને ધન મળતા તેઓ પોતાના બાપને જ ભૂલી જાય છે તેથી તેઓને એક સબક ‚પ મારી છડી વારસામાં આપતો જાઉં છું.

સ્વાર્થી સંતાનો અને અતિ વિશ્ર્વાસુ પિતાઓને કોઈ પણ કોમેન્ટ વિના આ વાતા સમર્પિત.

Leave a Reply

*