જરથોસ્ત પયગંબરના જિંદગી ઉપરથી ઉપજતા વિચારો

જરથોસ્તની જિંદગીના અહેવાલ ઉપરથી જે પહેલી એક બાબત આપણને થોડાક વિચારો સૂચવે છે તે એ છે કે પોતાના માતાપિતા અને ગુ‚ આગળની કેળવણી તમામ કરી તેવણ ૨૦ વર્ષની ઉંમરે એક પહાડ પર એકાંતવાસ થયા હતા અને ત્યાં ૧૦ વર્ષ સુધી શાંત અને ખોદાતાલાને યાદ કરી અભ્યાસ અને ચિંતનમાં વખત ગુજાર્યો હતો અને તેમ કરી તે દાદારની બીસરતથી આગલી દીનમાં સુધારો કરી એક સુધારક તરીકે પોતાની નવી દીન જાહેર કરી હતી તેવણ પછીના જમાનાએ એક અવાજે તેવણને એક પહેલી પંક્તિના સુધારક ગણ્યા છે. પહેલવી પુસ્તકોમાં એવણની જિંદગી બાબે જે ઈશારાઓ મળે છે તે એ કે પયગમ્બર જરથોસ્ત એક નવા ધર્મ સ્થાપક સાથે એક સુધારકત હતા. તેવણે આગલા તરીકાઓમાં જેજે ભલુ હતું તે જાળવી રાખ્યું જે નવું ફાયદાકાર હતું તે ઉમેર્યું હતું.

આપણે સર્વ નવા જમાનામાં રહીયે છીએ, વખતનું લોલક એક નાકેથી બીજે નાકે જમાના થયા ફરતું આવ્યું છે. એક પ્રજા માટે એક જમાનો સુધારા અને વધારાનો ગણાતો આવ્યો તો બીજો જમાનો તેથી ઉલટો જ ગણાયો છે પણ આગળ જોતા દેખાય છે કે દુનિયા વધતી અને સુધરતી આગળ વધે છે. સુધારો એટલે સારો ધારો અખત્યાર કરવો એ આપણ સર્વનો ધર્મ છે. તેમજ કુધારો એટલે ખરાબ ધારો ત્યાગ કરવો એ પણ આપણા સર્વનો ધર્મ છે. એ પણ આપણા સર્વની ફરજ છે. જે પયગમ્બરે આપણને સોંપેલું છે.

હવે જોઈએ કે સુધારો અથવા સારો ધારો એટલે શું? અથવા સુધારો અખત્યાર કરવો એટલે શું? માણસજાતને માટે જે પણ બુ‚ અથવા નુકસાનકારક હોય તે તજવું અને માણસજાત માટે જે પણ ભલુ અને ફાયદાકાર હોય તે અખત્યાર કરવું. જરથોસ્તે શિખવેલી દીનનાં ફરમાનોની અને તે ફરમાનોને આધારે રચાયેલા રિવાજો અને રીતભાતોની ખરી તપાસ યા કસોટી કરવી હોય તો તે પયગમ્બર જરથોસ્તે શીખવેલા એ મૂળ કાયદા પ્રમાણે કરવી. ધર્મમાં ફલાણી બાબત માટે શું ફરમાન છે? ફલાણા રિવાજ બાબે શું કહ્યું છે એવા એક સો ને એક સવાલોના જવાબનો આધાર જરથોસ્તના એ કાયદા ઉપર છે. એ નિયમ હમેશા સાબુત છે. તે હમેશા નજર આગળ સાબુત અને કાયમ રાખો.મૂળ નિયમ હમેશા જમાના અને જમાના સુધી કાયમ રહેશે ખડક તરીકે તે મજબૂત રહેશે પણ તેને આધારે અપાયેલા ફરમાનો કાળ, સ્થળ અને સંજોગો વચ્ચે ફર્યા કરશે. કદાચ જુદા જુદા જમાનામાં અને જુદી જુદી જગ્યાએ તે એકમેકથી ઉલટા પણ થશે. એક જગ્યા અથવા એક દેશમાં ચોકકસ સંજોગો વચ્ચે એક ચીજ અથવા રિવાજ માણસજાતના મોટા ભાગ માટે ભલા અથસા ફાયદાકારક હોય તે કદાચ બીજા દેશમાં બીજા સંજોગો વચ્ચે ફાયદાકારક નહીં હોય. એક જમાનામાં ચોકકસ સંજોગો વચ્ચે એક રિવાજ ભલો અને આવકારદાયક ગણાય પણ તે જ રિવાજ બીજા જમાના અને સંજોગો વચ્ચે નુકસાનકારક અને પીડાકારક થઈ પડે.

દાખલા તરીકે વંદીદાદના જામાનામાં અને તમારા ઈરાન વતનમાં, વંદીદાદ પ્રમાણે ફરમાન હતું કે એક માણસ મરણ પામે તો તેના શરીરને એક પહાડની ટોચ પર લઈ જઈ તેને ખોરશેદ નેગીરશને કરવું અને માસાહારી પક્ષીઓ પાસે તેનું માસ ખવડાવી દેવું પછી તે મરનારના હાડકાં એકઠાં કરવા અને તે હાડકાંને જુદા પથ્થરનાં યા ચુનાના યા લાટીનાં યા જાડા કપડાંના લપેટી જેવા અસ્તોદાનમાં રાખવા. એમ વંદીદાદમાં તેમજ દાદેસ્તાને દીનીમાં કહેલું છે. એમ આપણા ઈરાની વડવાઓ પણ કરતા હતા. પાદશાહ સાઈરસ વિગેરેના એવાં અસ્તોદાનો નાં એટલે હાડકાં રાખવાની જગ્યાઓનાં ખંડિયરો ઈરાનમાં હાલમાં પણ જોવામાં આવે છે. શું વંદીદાદમાં જણાવેલું આ ફરમાન આપણે પાળીએ છીએ? ના તેનો સબબ શું? તે ઈરાન જમીનને માફકસરનું ફરમાન હતું. તે તે જમાનાને માફકસરનું  ફરમાન હતું. તે તે જમાનાના સંજોગોમાં બની શકતું ફરમાન હતું. આ દેશનાં આપણા સ્થળ અને કાળ અને સ્થિતિને અનુસરીને આપણે એ રિવાજમાં ફેરફાર કરતા આવ્યા છીએ.

આપણાં શરીરને ખોરશેદ નેગીરશને કરવું અને તેના માસને માંસાહારી પક્ષીઓને ખવડાવી દેવું એ આરોગ્યતા શાસ્ત્રને અનુસરતાં ફરમાનને આપણે વળગી રહ્યા છીએ પણ જુદા જુદા આસ્તોદાન કરવાનું ન બનવાથી આપણા હાલના દખમાના રિવાજ ઉપર આપણે આવ્યા છીએ કે જેની અંદરજ અસ્તોદાન તરીકે હાડકાઓનો પણ ભંડાર રહે છે.

સુધારો દાખલ કરતા પયગમ્બર જરથોસ્તે શું કર્યુ હતું? જે કાંઈ જૂનું હતું.

સુધારો દાખલ કરતા પયગમ્બર જરથોસ્તે શું કર્યુ હતું? જે કાં, જૂનું હતું તે કાંઈ તેવણે રદ ન કીધું હતું. જે જૂનું હતું પણ સાથે સુનું હતું યાને સા‚ં હતું તે તેવણે બહાલ રાખ્યું હતું. તેવણે પોતાની આગમચની દીન અથવા તરીકાવાળાઓને પોઈર્યોતકેશોને ચાહ્યા છે અને માન આપ્યું છે. જે આગલું સા‚ં છે તે રહેવા દીધું છે. આપણે સુધારો અખત્યાર કરતી વખતે ઉપલો નિયમ યાદ રાખી સઘળો નવો ફેરફાર તે સુધારો એમ નહીં સમજવું તેમજ જે સર્વ જૂનું તે સઘળું સુનુ એમ વિચારી જે પણ કંઈ નવું સા‚ હોય તેને આડે આવવું નહીં. કાળ અને સ્થિતિ પ્રમાણે પોતાના રિવાજો અને રીતભાતોમાં ફેરફાય કરવાની તે જોગવાઈ કરી આપે છે. તે કોઈ પણ રીતે સુધારા અને વધારાને આડે આવતો નથી, એટલું જ નહિ પણ તે એક પહેલી પંક્તિના સુધારાવાળાએ સ્થાપેલો ધર્મ હોવાથી તે સામો સુધારા અને વધારાને મદદ કરે છે.


ડો. સર જીવનજી જમશેદજી મોદીની દીની દોરવણીમાંથી

About ડો. સર જીવનજી જમશેદજી મોદી

Leave a Reply

*