જો તમારો જન્મ જુલાઈની ૦૨જી તારીખે થયો હોય તો…

તમારે ધનને માટે કોઈ મોટો અનુભવ મેળવવો પડશે. ધન મેળવવા જતાં કોઈ અચાનક ફેરફાર આવી જશે તેમ જ ધનનું નુકસાન પણ અચાનક થશે. તમારા નામે જમા કરેલું ધન કયારે ઉડી જશે એની કલ્પના પણ તમે નહીં કરી હોય. તમે એકસપોર્ટ-ઈમ્પોર્ટનો કે લાઈસન્સનો ધંધો કરશો તો જ આગળ વધી શકશો. એજન્સીનો ધંધો પણ અનુકૂળ રહેશે. તમને સપનાઓ ઘણાં જ આવતા હશે. કોઈ પણ બાબતનું નિર્માણ સા‚ં કરી શકશો. ગઝલ, કાવ્યનો શોખ વધુ રહેશે. તમે સારા કલાકાર થઈ શકશો. તમારા વાણીપ્રભાવને કારણે તમે બીજાને હસાવી પણ શકશો તેમ જ રડાવી પણ શકશો. નવી ચીજવસ્તુ વસાવવામાં હોશિયાર હશો. તમને પાણીની આજુબાજુ રહેવાનું મન ખૂબ જ થશે. તમને પરદેશી વસ્તુનું તેમ જ ભૂગોળનું જ્ઞાન વિશેષ હશે. તમારે પેટ, આંતરડાં, એપેન્ડિકસ વગેરેથી સંભાળવું પડશે. તમારે વજનદાર વસ્તુ ઉંચકવી નહીં. રોગથી તમારે માનસિક રીતે હેરાન થવું પડશે. તમારે મન ખૂબ જ મજબૂત રાખવું પડશે.

શુભરંગ:: દૂધિયો, શુભ નંગ: મૂનસ્ટોન મોતી

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૮, ૧૧, ૧૬, ૨૦, ૨૬, ૩૯, ૩૫, ૪૪, ૪૭, ૫૬, ૬૨, ૬૫.

– નુપુર

Leave a Reply

*