આ પાદશાહને અવસ્તામાં ‘ગયમરેથન’ અને પરેલવીમાં ‘ગયોમર્ત’ કહે છે. અવસ્તા પ્રમાણે તેમણે પહેલવહેલી દાદાર અહુરમઝદની શિખામણ સાંભળી હતી. તે ઈરાનનો સૌથી પ્રથમ રાજવી હતો. કેટલાક ગં્રથકારો તેને દુનિયાનો સર્વથી પ્રથમ માનવી (આદમ) તરીકે ઓળખે છે. જો કે ફિરદોસી તેને ઈરાનના પહેલા પાદશાહ તરીકે ઓળખાવે છે. કેટલાક તેને ‘ગીલશાહ’ પણ કહે છે. તે કયા જમાનામાં પેદા થયો તેનો કોઈ ચોકકસ ઉલ્લેખ મળતો નથી. કેટલાક તેને ઈ. સ. પૂર્વે ૯૦૦ વરસ થયેલાનું જણાવે છે. એક અંગ્રેજ લેખક તેને પેશદાદીઆન વંશનો સ્થાપક ગણાવે છે. ફારસી લેખકના મંતવ્ય મુજબ તેણે દેમાવંદ, એસ્તખ્ર અને બલ્ખ શહેર વસાવ્યા હતા. કયુમર્સનો ચહેરો એટલો નૂરમંદ હતો અને શરીર કદાવર બાંધાનું હતું. તેને જોઈને જંગલી જનાવરો પણ બીતા. તેની તમામ માણસો તથા પ્રાણીઓ ઉપર સત્તા હતી. પાદશાહ તથા તેના તખ્તને નમન કરવાની પ્રથા તેના અમલ દરમિયાન થઈ હતી. આ પાદશાહનો કાર્યકાળ ૩૦ વરસનો મનાય છે.
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024