સામગ્રી: ૨ નંગ શિમલા મરચાં, ૩ ટેબલ સ્પૂન ચણાનો લોટ, ૧ નંગ લાંબો કાપેલો કાંદો, ૪ નંગ લસણની કળી, ૧ નંગ લીલું મરચું, અડધી ટી સ્પૂન હળદર, ૧ ટી સ્પૂન ધાણાજી પાઉડર, ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જી, ચપટી હિંગ, જર મુજબ મીઠો લીમડો.
બનાવવાની રીત: ચણાના લોટને શેકીને અલગ રાખવો. શિમલા મરચાંને ચોરસ કાપી લેવા. એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેમાં રાઈ, જીરું, હિંગ નાંખીને લાંબા કાપેલા કાંદા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. સિમલા મરચાં નાંખીને આંચ મોટી કરીને પકાવવું. તેમાં ધાણાજીં પાઉડર, લાલ મરચું અને શેકેલો ચણાનો લોટ ભેળવીને થોડા સમય સુધી શેકવું. રોટી કે પરાઠા સાથે ગરમાગરમ પીરસવું
Latest posts by PT Reporter (see all)
- શ્રદ્ધાનો અમલ: કિશોર મોબેદની સેવા યાત્રા - 24 January2026
- સુરતી સ્કેચર્સ દ્વારા નવસારીના પારસી વારસાની ઉજવણી: પારસીવાડા હેરિટેજ વોક - 24 January2026
- ઝેડસીબીએલને પ્રતિષ્ઠિત આઈબીએ ટેક્નોલોજી સિટેશન પુરસ્કાર - 24 January2026
