ખોરદાદ સાલ મુબારક

zarathushtra pic jokhi copyપારસી સમુદાયમાં ભગવાન ઝોરાસ્ટરના જન્મદિનને નાનું નવું વરસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે તેમને પહેલા પયગંબર તરીકે ઓળખીયે છીએ. જેમણે આપણને નૈતિક ધર્મ માટે દિશા આપી હતી આજે આપણો સમુદાય ભલે સૌથી નાનો હોય પણ ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ ભજવનાર આપણે પારસીઓ જ હતા. આદિવાસીઓની જાદુઈવિધીના પ્રભાવથી ઘેરાયેલા લોકોને છોડાવી અને એકમાત્ર ઈશ્ર્વર અહુરામઝદાને અપનાવ્યા હતા.

મનુષ્યના બે મન હોય છે એક સાર અને એક ખરાબ જેને કહે છે સ્પેન્તા મેન્યુ અને આન્ગ્રા મેન્યુ, સ્પેન્તા મેન્યુ જે શાંતિના પંથે ચાલે અને આસપાસની દુનિયાને પણ શાંતિના પાઠ શીખવે તે જ રીતે આન્ગ્રા મેન્યુ નુકસાન કરે અને આસપાસની દુનિયાનો પણ નાશ વિચારે. સા‚ં મન, સા‚ં અંત:કરણ મનુષ્યની અને તેની આસપાસના વિશ્ર્વની સુધારણા માટે તે દરેક વ્યક્તિને માર્ગદર્શન આપે છે.

ઝોરાસ્ટ્રિયન જીવન માર્ગદર્શનના મૂળભૂત નૈતિક સિધ્ધાંતો છે. હુમ્ત હુખ્ત, હવરશ્ત સારા વિચારો, સારા શબ્દો, સાર મન દૈવી વાસ્તવિકતાના સાત સમીકરણો જેને અમેશા સ્પેન્તા કહેવામાં આવે છે.

૧) અહુરા મઝદા જેમણે આપણું સર્જન કર્યુ છે.

૨) વોહુમન એટલે સા મન

૩) સ્પેન્તા આરમઈતી એટલે ધર્મનિષ્ઠા અને ભક્તિનું વલણ

૪) આશા વહિશ્તા એટલે સૌથી વધુ ઈમાનદારી.

૫) ક્ષ્નોથ્ર વઈરિયો અથવા સ્વર્ગનું સામ્રાજ્ય અંતિમ સંપૂર્ણતા એક આદર્શ સોસાયટી.

૬) હવુરતેત, પાણી અને તત્વ સાથે સંકળાયેલુ સંપૂર્ણ સુખાકારી રાજ્ય.

૭) અમરેતેત એટલે આનંદનું અમર રાજ્ય.

અહુના વઈરિયો જેને સામાન્ય યથ અહુવઈરિયો જે જાદુઈ મંત્રો છે જેનાથી અનિષ્ઠ તત્વોનો નાશ થાય છે.

આ સાદી પ્રાર્થનાઓ આપણને માર્ગદર્શન આપે છે. નેતા તરીકે સત્ય તરફ દોરી શકે છે.

અશેમવોહુ જે સચ્ચાઈ માટેનું સૂત્ર છે અને બધી જ પ્રાર્થનાઓ પછી પુનરાર્વતન કરવામાં આવે છે. એ સુખી છે જે બીજાના સુખી કરે છે.

અશો જરથુસ્ત્ર માટે અવસ્તાના પાંચ ગાથામાં ઈશ્ર્વર પ્રેરિત પવિત્ર શબ્દો છે જે જીવનના મૂળભૂત સિધ્ધાંતો પ્રદર્શિત કરે છે.

ગાથાનો અભ્યાસ કરતા માનસિક, શારીરિક, આધ્યાત્મિક અને ભૌતિક જીવન માટે સાચી માર્ગદર્શિકા રજૂ કરે છે. જરથુસ્ત્ર જાહેર કરે છે કે ધર્મનું પોતાનું નૈતિક મહત્વ હોય છે. માનવતા સામે ધર્મની ઉચી ધારણા, પ્રતિતી સાથે ઉચ્ચ દેખાવ રહસ્ય છતું કરે છે.

ધર્મના ઈતિહાસમાં અનન્ય છે. જરથોસ્તી ધર્મનો અંતરાત્મા વિશ્ર્વવ્યાપી જાણે કે સૂર્યના કિરણો સર્વ માટે સત્યનો પ્રકાશ જે ધર્મના માટે એક સંદેશો છે. પવિત્ર સંદેશ જે સમગ્ર માનવતા સુધી પહોંચી શકે.

About પિરોજા હોમી જોખી

Leave a Reply

*