ગણપતિ બાપ્પા મોર્યા!!!

ભારતમાં ગણેશ ચતુર્થિ પ્રસિધ્ધ તહેવાર છે. દરેક નવા કામ શ‚ કરતા પહેલા સૌ પ્રથમ નામ ગણપતિનું લેવામાં આવે છે. હિંદુધર્મના લોકો ગણેશ ચતુર્થિનો તહેવાર ઘણોજ ધૂમધામથી મનાવવામાં આવે  છે. આ તહેવારની શ‚આત લોકો એકસાથે આવે તે કારણે લોકમાન્ય ટિળકે કરી હતી.

આપણે ગણપતિ બાપ્પાને તો બરાબર ઓળખીયે છીએ પણ શું તમને ખબર છે કે ગણેશ ચતુર્થિ દિવસે ચંદ્રમાને જોવો ઘણોજ અશુભ માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ ચંદ્રમાંને જોઈલો તો તમા‚ં આખું વરસ મુસીબતોથી ઘેરાઈ જાય છે.

આના સંદર્ભમાં વાર્તા છે કે ચંદ્રમાને પોતાના ‚પનું ઘણું જ અભિમાન હતું. ગણેશ ચતુર્થિ ના દિને ગોળ મટોળ ગણપતિબાપ્પાને જોઈને ચંદ્રમાને ઘણું જ હસવું આવી ગયું. ગણપતિ નારાજ થયા અને ચંદ્રમાને શ્રાપ આપી દીધો કે તને રાતે જે જોશે તેને કલંક લાગશે. બીચારા ચંદ્રમાં તો છુપાઈને  એક ખૂણામાં બેસી ગયા. ચંદ્રમાંની આવી હાલત જોઈ બધા દેવોએ ચંદ્રમાને સલાહ આપી કે મોદક અને બીજા પકવાનોથી ગણપતિની પૂજા કરશો તો ગણપતિ પ્રસન્ન થશે અને તમને શ્રાપ માંથી મુક્તિ મળશે.

ચંદ્રમાએ ગણપતિની પૂજા કરી અને એમને પ્રસન્ન કર્યા પરંતુ ગણપતિએ કહ્યું તારા શ્રાપની સંપૂણપણે મુક્તિ નહીં થશે એટલે ગણેશ ચતુર્થિ ને દિવસે જે તને જોશે ફકત તેજ દિવસે તેને કલંક લાગશે અને દુનિયાને યાદ રહેશે કે કોઈના ‚પ રંગ જોઈ તેની મજાક કરવી નહીં.

ગણેશ ચતુર્થિ ને દિને ભકતો ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લઈ આવે છે અને તેની સ્થાપના કરે છે. હિંદુ ધર્મના લોકોનું માનવું છે કે ગણપતિ બાપ્પાને ઘરે લઈ આવતા સુખ, સમૃધ્ધિ, બુધ્ધિ અને ખુશર બાપ્પા સાથે લઈને આવે છે અને જતી વખતે ઘરની બાધાઓ બાપ્પા પોતાની સાથે લઈ જાય છે.

Leave a Reply

*