Your Moonsign Janam Rashi This Week – 3rd September – 9th September

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિબળથી કામ કરવાથી આનંદ અને ધન મળશે. ધન મેળવવા માટે થોડીઘણી મહેનત કરવી પડશે. ચાલુ કામકાજની અંદર સાથીઓના સાથ મેળવીને કામ કરવામાં વધુ આનંદ મળશે. કામકાજ માટે ગામ-પરગામ જવાથી નાણાંકીય ફાયદાની સાથે મનની શાંતિ મેળવશો. હાલમાં રોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૩, ૪, ૫ ને ૯ છે.

Mercury is ruling over you. By using your intelligence and strength to complete your work, you will get happiness and money. To get money, you will have to work a little hard. You will get more happiness, by winning your colleagues along the way. You will get to travel due to work related issue which will not only bring monetary profits but will also help you find mental peace. Pray ‘Meher Niyaish’ every day.

Lucky Dates: 3, 4, 5, 7


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધની દિનદશા ચાલુ હોવાથી   કામમાં મનની કચાશ નહી રાખો. ધન માટે મહેનત કરવી પડશે. આવકમાં વધારો થશે. મીઠી જબાન વાપરીને તમે તમારા દુશ્મનને ફસાવી શકશો. ગામ-પરગામ જવાના પુરેપુરા ચાન્સ છે. થોડી ભાગદોડ કરીને તમે તમારા પ્રોમીસ પુરા કરીને રહેશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૫ થી ૮ છે.

Mercury is ruling over you. Do not leave any scope for imperfection in your work. You will have to work hard to earn money. Your income will increase. Using a sweet tongue you will be able to win over your enemies. There are high chances of traveling. With a little running about, you will be able to fulfil your promises. Pray ‘Meher Niyaish’ every day without fail.

Lucky Dates: 5, 6, 7, 8


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મંગળની દિનદશા ચાલુ હોવાથી ૨૪મી સપ્ટેમ્બર સુધી તમે ગુસ્સે થઈ જશો. ઘરનું વાતાવરણ સા‚ં નહી રહે. એકબીજાઓ અધુરી વાત સાંભળીને તમારી સાથે ઝગડા કરશે. હાલમાં નાનું એક્સીડન્ટ થવાના ચાન્સ છે. તેથી વાહન સંભાળીને ચલાવજો. રોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો તેનાથી શાંતિ મળશે.

શુકનવંતી તા. ૩, ૪, ૬ ને ૯ છે.

Mars is ruling over you till the 24th of September and hence you will be short tempered. Home environment will be a little uneasy and there might be fights. There are chances of a small accident and thus, drive safely and carefully. Pray ‘Tir Yasht’ every day to attain peace.

Lucky Dates: 3, 4, 6, 8


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી  તમારા કામો મગજને શાંત રાખીને કરી લેજો. કામકાજમાં ભૂલ નહી થાય. નાની મુસાફરીનો પ્લાન બનાવવામાં સફળ થશો. મનની વાત જેને કહેવા માંગતા હશો તેને જલદીથી કહી દેજો. ઘરમાં કંઈક નવી ચીજવસ્તુ વસાવી શકશો. બીજાની વાત સાંભળીને તમારા ડીસીજન ચેન્જ નહી કરતા. ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૩, ૫, ૭ ને ૮ છે.

Moon is ruling over you. Keep your cool and complete all your work. There will be no faults in your work. You will be able to plan small trips. Quickly speak your heart out to the person who you wish to. You will be able to get a new thing for your house. Do not alter your decisions just by listening to others. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 3, 5, 7, 8


LEO | સિંહ: મ.ટ.

05Leo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી  તમારા કામો મગજને શાંત રાખીને કરી લેજો. કામકાજમાં ભૂલ નહી થાય. નાની મુસાફરીનો પ્લાન બનાવવામાં સફળ થશો. મનની વાત જેને કહેવા માંગતા હશો તેને જલદીથી કહી દેજો. ઘરમાં કંઈક નવી ચીજવસ્તુ વસાવી શકશો. બીજાની વાત સાંભળીને તમારા ડીસીજન ચેન્જ નહી કરતા. ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૩, ૫, ૭ ને ૮ છે.

Last six days left under the rule of sun. Hence, keep cool. Get involved in legal and government related work only after the 6th. You will be less stressed about your elders. After the 6th, Moon will rule over you for the next 50 days. Currently pray the 96th name, ‘Ya Rayomand’ and the 36th name, Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 3, 5, 7, 8


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

૧૬મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં ઓપોઝીટ સેક્સનું એટ્રેક્શન વધી જશે. લગ્ન કરેલા વ્યક્તિઓને ઘરવાળાઓનો સાથ સહકાર મળતો  રહેશે. હાલમાં થોડી કસર રાખીને નાનું-મોટું ઈનવેસ્ટમેન્ટ કરી લેજો. શુક્રની કૃપાથી કામકાજની સફળતા મેળવીને લેશો. નાણાંકીય સ્થિતી સારી રહેશે. હાલમાં ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૩, ૪, ૬ ને ૭ છે.

Venus will rule over you till the 16th of September. You will be highly attracted towards the opposite gender. Married people will get full support from your family. Currently, trying saving up a bit and invest it at the correct place. With the grace of Venus, you will be successful in your work. Your financial conditions will be good. Pray, ‘Behram Yazad’.

Lucky Dates: 3, 4, 6, 7


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને અધરા કામ સહેલા લાગશે. ચેલેન્જ ભરેલા કામો તમે હસીને પૂરા કરી શકશો. કોઈ પણ લેતી-દેતી કરવામાં તમે ફાયદામાં રહેશો. જીવનસાથી મળવાના પુરેપુરા ચાન્સ છે. પૈસાની ખેંચતાણ નહી આવે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૫, ૬, ૭ ને ૯ છે.

Venus is ruling over you. Difficult tasks will also seem easy. You will be able to complete challenging work with ease. You will earn profits while dealing with financial transactions. There are full chances of finding your life partner. There will be no financial constraints. Pray ‘Behram Yazad’ every day.

Lucky Dates: 5, 6, 7, 9


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા ત્રણ દિવસજ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે.  ખાવાપીવા ઉપર ધ્યાન આપજો. ઉતરતી રાહુની દિનદશા તબિયતને બગાડી દેશે અને આખું અઠવાડિયું ડોક્ટરની મુલાકાત લેવી પડશે. શારિરીક અને માનસિક મુસીબતમાંથી છુટકારો મળશે. ધનની સારાસારી રહેશે. ‘મહાબોખ્તાર નીઆએશ’ ને ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. ૫, ૬, ૮ ને ૯ છે.

Last three days left under the rule of Rahu. Pay attention to your eating habits. The descending rule of Rahu might spoil your health and you might have to visit the doctor. You will be relieved of physical and mental problems. There will be a good flow of money. Pray ‘Mahabokhtar Niyaish’ and ‘Behram Yazad’ everyday.

Lucky Dates: 5, 6, 8, 9


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી કામમાં સફળતા નહી મળે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે.  નેગેટીવ વિચાર આવશે. રાહુ તમારા દિવસની ભુખને ઉડાવી દેશે અને રાતની ઉંઘ પણ સારી નહી થવા દે. દિવસમાં આળસાઈ રહેશે. હાલમાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૩, ૪, ૬ ને ૭ છે.

Rahu is ruling over you and hence you might not be successful in your job. There will be differences between spouses. You will get negative thoughts. Rahu will make you a little restless. You might be lazy. Pray ‘Mahabokhtar Niyaish’ everyday.

Lucky Dates: 3, 4, 6, 9,


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

૨૪મી સપ્ટેમ્બર સુધી ગુ‚ની દિનદશા ચાલશે તેથી ફેમિલીને મદદ કરવાની ઈચ્છા પૂરી થશે. ફેમિલી મેમ્બર માંદગીમાં હશે તો તેની સેવા અને મદદ કરીને તેની ભલી દુવાના ભાગીદાર બનશો. નાણાંકીય બાબતમાં મુશ્કેલી નહી આવે. અચાનક ધનલાભ થવાના  ચાન્સ છે. નાની મુસાફરીના ચાન્સ છે. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૫, ૬, ૮ ને ૯ છે.

Jupiter will rule over you till the 24th of September and hence, you will be able to help your family. If your family member falls ills, you will be able to serve and help that person, and in return will earn his/her blessing. There will be no financial crises and you might earn sudden profits. There are chances of small travels. Pray ‘Sarosh Yasht’ every day without fail.

Lucky Dates: 5, 6, 8, 9,


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

હવે તો તમે ૨૫મી ઓક્ટોબર સુધી ગુ‚ જેવા ધર્મના દાતાની છાયામાં રહેશો. તેથી નાણાંકીય બાબતની ચિંતા ધીરે ધીરે ઓછી થઈ જશે. તમારા ઉપરની  જવાબદારી પૂરી કરવામાં  કચાસ નહી રાખો. કામકાજની અંદર કોઈ વચ્ચે પડે તો તમને ગમશે નહી. આવેલ પૈસાનો ઉપયોગ સારે ઠેકાણે કરી શકશો. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૩, ૪, ૬ ને ૭ છે.

Jupiter will rule over you till the 25th of September. Your financial stress will start to reduce. You will be able to executed your duties perfectly. You will not appreciate interference in your work. Invest your money at a good place. Pray ‘Sarosh Yasht’ without fail.

Lucky Dates: 3, 4, 6, 9.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

૨૬મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી કામમાં મન નહી લાગે. કંટાળો આવશે. રોજના કામો સમય પર પૂરા નહી કરી શકો. ખર્ચનું પ્રમાણ વધી જશે. પોતાના કરતા બીજાઓ માટે ખોટા ખર્ચાઓ કરવા પડશે. વડીલ વર્ગની તરફથી સાથ-સહકાર નહી મળે. કોઈને પ્રોમીસ આપતા નહી. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ભુલતા નહી.

શુકનવંતી તા. ૪ થી ૭ છે.

Saturn will rule over you till the 26th of September. You won’t be interested in your work. You won’t be able to complete daily chores on time. Your expenses will increase. You might spend senselessly more on others than on yourself. Your elders won’t support you. Do not promise anybody. Pray ‘Moti Haptan Yasht’ everyday without fail.

Lucky Dates: 4, 5, 6, 7

Leave a Reply

*