ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

સામાન્ય રીતે કહેવાતું કે મરહુમ કેખશ‚ કાબરાજી તેમ જ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લે જ જતા કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળની સ્થાપક અને ગાયક તરીકે તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ખાએશ હતી કે મરહુમની હાજરી કોઈ પણ નાટકશાળામાં ખેલાડીઓને તેઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠુઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલું માન આપી વર્તતા હતા.

ઓપેરામાં સોહરાબનો ભાગ ડો. ધનજીભાઈએ ભજવ્યો હતો. ધનજીભાઈ એ ચોપડીની એક નકલ મરહુમ કાબરાજી ઉપર મોકલાવી અને ખેલના ગાયનો આગળ ચાલ્યા હતા. તમાશબીન આલમ એવી તો દોરવાઈ ગઈ હતી કે જરા પણ સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી કાબરાજીના મોઢા પર થતા ફેરફારો જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજતના ડિકરેકટર, એક તરતની જ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય એ તો અવધી થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એજ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતાં કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનજિંગ ભાગીદાર હતા. તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વાતચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યુ મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને આ નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં. કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે હમો ખેલ કરીયે તો તેથી અમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસપ્લેનેડ થિયેટરન નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટ રોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહી કેમ કે એવા ખેલો ગ્રાન્ટ રોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા, કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલિકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન દ્રામેટિક સોસાયટીના સભાસદો વીખેરાઈ ગયા હતા.

(વધુ આવતા અંકે)

Leave a Reply

*