પૂરાણા પારસીઓનું પૂરાણ

પારસીઓ ઈરાન છોડી ભારતમાં સ્થાયી થયા ત્યારે માદરેવતનમાંથી સાહસિકતા, અગમબુધ્ધિ, નવસર્જનની કળા સાથે જ લઈ આવેલા. તેથી જ થોડી ઘણી મુશ્કેલીઓને બાદ કરતાં તેઓ નવા ચઢાણ સર કરી એક આગવી કોમ તરીકે પંકાયા. એક ભારતીય લેખકે તેમને નવસર્જન અને નવીનતામાં માહીર ગણાવ્યા છે.

આજે ઘણા લોકોને એ વાતની ખબર ન હોય કે ભારતના અજોડ આર્થિક તત્વચિંતક અને રાષ્ટ્રવાદી નેતા દાદાભાઈ નવરોજી ગુજરાતી નાટકોના પિતા સમાન હતા. તેમણે ૧૮૫૨માં નાટક મંડળીની સ્થાપના કરી નાટકોને સ્ટેજ પર રમતા કર્યા હતા.

જમશેદજી તાતાએ દક્ષિણ ગુજરાતની હાફુસ (આલ્ફાન્ઝો) કેરીનું ઉજ્જવળ ભાવિ પારખી ૧૯૦૧માં મુંબઈમાં વલસાડની હાફુસ કેરી સ્ટીમરના કોલ્ડ સ્ટોરેજમાં ભરી દુનિયાના અંગ્રેજ દેશોમાં નિકાસ કરી નામના મેળવી અને વિદેશી હુંડિયામણ ભારતમાં ઠાલવ્યું અને લોકોને એક સૂત્ર ‘બી ઈકવલ ટુ યોર ટેલેન્ટ નોટ યોર એજ’ આપ્યું.

અમદાવાદની પોળોમાં પારસી

હોરમસ માણેકજી પટેલે ભદ્ર વિસ્તારમાં ૧૮૯૬માં ધનજીભાઈ અરેટેડ વર્કસ અને માણેક આઈસ ફેકટરીનું નિર્માણ કર્યુ અને આ લોકોને સોડા, લેમન જીંજર જેવા પીણાની લિજ્જત અપાવી. આ પીણાં કાચની સખત

બાટલીમાં ભરી તેને કાચની લખોટીનો બુચ મારવામાં આવતો. એને લાકડાના હાથ અથવા હાથના અંગુઠાના દબાણ લાવતાં તેમાંથી ફટાકના જેવો અવાજ સાથે આ પીણું બહાર આવતું. (પાછળથી આ સોડાવોટરની બાટલીનો ઉપયોગ તે બાટલીના કાચનો વાટીને ભૂકકો બનાવી પતંગ ચગાવવાના દોરાને માંજવામાં ઉપયોગ થતો) આઈસ્ક્રીમના ઉત્પાદકો પણ પારસીઓજ હતા.

બળદ ગાડીના જમાનામાં ભલભલા પૈસા પાત્ર અમદાવાદીઓ સાયકલ જોડાવવા માટે વલખાં મારતા. તે વખતે ભારતમાં સાયકલ બનતી ન હતી. હીરો અને એટલસ સાયકલોનું ઉત્પાદન આઝાદી પઝી થયું હતું. તે પહેલાં રેલે, બી.એસ.એ. જેવી સાયકલો આયાત કરવામાં આવતી. ભારતમાં કોઈપણ ઈંગ્લેન્ડની બનાવટની હરકયુલીસ પર સવારી કરતા એવા સમયે જહાંગીર દાદાભાઈ કામાને વિચાર આવ્યો કે જો હું ઈંગ્લેન્ડ સાયકલ ખરીદવાની એજન્સી મેળવું તો મને અને દેશને પણ ફાયદો થાય. તેમણે ૧૯૧૨માં સાયકલની દુકાન શ‚ કરી. ૧૯૧૮માં પણ કોલેજના સંખ્યાબંધ વિદ્યાર્થી, કેટલાક પ્રોફેસરો પણ સાયકલ પર બેસી ઘંટડી વગાડતા ‘આઘા ખસો’ એમ બોલતા. ગુજરાત કોલેજ પહોચતા તા મોટરકારનો ઉપયોગ ફકત અડધો ડઝન જેટલાજ ધનીકો કરતા. જમશેદજી તાતાએ ૧૯૦૧માં બે ગાડી આયાત કરી હતી. ૧૯૦૪-૦૫ પછી કારનો વપરાશ વધ્યો. આધુનિકરણમાં પારસીઓનો ફાળો મહત્વનો છે. ૧૮૯૮માં સોરાબજી કરીકારા’ અમદાવાદ ફાઈન સ્પીનીંગ એન્ડ વીવીંજ મીલ સ્થાપી. ૧૯૦૩માં જમશેદજી તાતાએ, એટવીન્કા મીલની સ્થાપના કરી. આમ, પારસીઓ નવીનીકરણ, નવસર્જન, ઉદ્યોગીકરણમાં ઘણા જ આગળ હતા છે અને રહેશે. અને પેલી જૂની કહેવત ‘અગમ બુદ્ધિ વાણીયા અને પચ્છમ બુધ્ધિ પારસી’ને ઉપર લખેલા જૂજ ફકરાની દાખલા-દલીલે ખોટી સાબિત કરી છે.

Leave a Reply

*