Your Moonsign Janam Rashi This Week –15th October – 21st October

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

૨૭મી સુધી શનિ મહારાજ તમને દિવસના તારા બતાવી દેશે. નાની બાબતમાં દુ:ખ બતાવશે. તમારી મનની વાત કોઈને કહી નહીં શકો. જૂની કરેલી ભૂલ હાલમાં ફસાવી દે તેવા ગ્રહો છે. તમારી અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. શનિના નિવારણ માટે ભુલ્યા વગર મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧૭, ૧૮, ૨૦ ને ૨૧ છે.

Saturn will rule over you till the 27th. You will be sad in the smallest of things. You wont be able to speak your heart out. Your past mistakes can get you into trouble. Your important and favourite person will not support you. Pray ‘Moti Haptan Yasht’ to pacify Saturn.

Lucky Dates – 17, 18, 20, 21


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લુ અઠવાડિયું જ બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બાકી ૨૨મીથી શનિની દિનદશા ચાલુ થશે. ઉતરતી બુધની દિનદશા તમને વાણિયા જેવા બનાવી દેશે. જ્યાં તમને ફાયદો થતો હશે ત્યાં  પહેલા ધ્યાન આપશો. જે પણ અગત્યના કામો હોય તેમાં બીજાની સલાહ અવશ્ય લેજો. તમારા વિચારો ઉપર ચાલવાથી ફાયદામાં રહેશો. બુધની કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧૬, ૧૭, ૧૮ ને ૨૦ છે.

Last week left under the rule of Mercury. Saturn will rule over you from the 22nd. You will be able to focus on areas that guarantee profits. Take second oppions and advice in important issues. You will be successful if you stand up to your own rules. To get grace from Mercury, pray ‘sarosh yasht’.

Lucky Dates: 16, 17, 18 20


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારી જાત પર વધુ વિશ્ર્વાસ રાખજો. મનગમતી વ્યક્તિ સામેથી મળી જશે. રોજના કામમાં સારાસારી રહેશે. થોડી રકમ બચાવીને સારી જગ્યાએ રોકાણ કરજો. બુધની કૃપા મેળવવા માટે હાલમાં ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧૫, ૧૬, ૧૮ ને ૨૧ છે.

Mercury is ruling over you and hence have immense faith in yourself. You will bump into your favourite person. You will flow through your daily routine. Save some amount of money and invest it wisely. To get blessings from Mercury, pray ‘Meher Niyaish’.

Lucky Dates: 15, 16, 18, 21


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

૨૫મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. તબિયતની ખાસ સંભાળ લેજો. હાઈપ્રેશરની તકલીફ હોય તો દવા લેવામાં આળસાઈ કરતા નહીં. જૂની યાદો યાદ કરી ભવિષ્ય બગાડતા નહીં. ઘરવાળાનો સાથ નહીં મળે. તમારી નાની ભૂલ બીજા પહાડ જેવી બનાવી દેશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧૭ થી ૨૦ છે.

Rahu is ruling over you. There will be problems in the smallest of things. You will be stressed in the slightest of things. You will have troubles in getting back your own things. You will be troubled by acidity and hence take care of what you eat and drink. You won’t be abled by anyone. Pray ‘Mahabokhtar Niyaish’ for peace.

Lucky Dates: 17, 18, 19, 20


LEO | સિંહ: મ.ટ.

05Leo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે દરેક કામ સમજી વિચારીને કરી શકશો. તમારા રોજના કામ રોજ પૂરા કરી શકશો. નાણાકીય ફાયદો ૨૬મી સુધી થઈ જશે. નાની મુસાફરીનો ચાન્સ મળી શકે છે. ઘરવાળા સાથે ગામ-પરગામ જવાનો પ્રોગ્રામ બનાવી શકશો. ઘરનું વાતાવરણ સા‚ં રહેશે. વડીલવર્ગની તબિયતની કાળજી લેશો. ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૧૫, ૧૬, ૧૯ ને ૨૧ છે.

Rahu is ruling over you. There will be problems in the smallest of things. You will be stressed in the slightest of things. You will have troubles in getting back your own things. You will be troubled by acidity and hence take care of what you eat and drink. You won’t be abled by anyone. Pray ‘Mahabokhtar Niyaish’ for peace.

Lucky Dates: 17, 18, 19, 20


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારે ગામ-પરગામ જવું પડશે. નવા સંબંધ બંધાઈ જશે. મિત્રો તરફથી લાભ મળવાના ચાન્સ છે. નાણાકીય બાબતની અંદર ચિંતા નહીં આવે. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ઘરમાં સારા પ્રસંગ આવશે. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. દરેક જગ્યાએથી માન-ઈજ્જત મળશે. મહેમાનની અવરજવર વધશે. નાના ફાયદા મળતા રહેશે. ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૧૫, ૧૬, ૧૮ ૩ે ૨૧ છે.

Moon will rule over you and hence you will get to travel. You will make new relations. You might get profits from your friends. There will be no financial constraints. With the grace of moon, there will be happy occasions at home. You will be respected at all times. You will get guests at your place. You will get small benefits. Pray ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 15, 16, 18, 21


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજથી ૨૦દિવસ માટે સૂર્યની દિનદશા શ‚ થયેલી છે તેથી તમે ચારેબાજુથી પરેશાન થઈ જશો. તમારા અંગત વ્યક્તિ સાથ સહકાર નહીં આપે.ગયા અઠવાડિયા સુધી અપોઝિટ સેકસ સાથે સારા સારી હતી તેજ વ્યક્તિ ઝગડા કરે તો નવાઈમાં પડી જતા નહીં. સૂર્યને કારણે માથાના દુખાવાથી અને આંખોની બળતરાથી પરેશાન થશો. કોઈનો વિશ્ર્વાસ કરતા નહીં. સૂર્યના તાપને ઓછો કરવા ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૧૭થી ૨૦ છે.

From today, Sun will rule over you for the next 20 days. You will be troubled from all sides. Your important person will not support you. The people from the opposite gender who were good to you until the last week, might start fighting with you. You will be troubled with headaches and eye soreness. Do not trust anybody. To pacify Sun, pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 17, 18, 19, 20


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

દરેક બાબતમાં લીલાલહેર કરાવે તેવા શુક્રની દિનદશા ચાલુ છે. શુક્રની કૃપાથી ૧૫મી નવેમ્બર સુધી તમારા હાથથી કોઈ સારા કામ થઈ જશે. પૈસાની અવરજવર સારી રહેશે. તેમજ તમારા હાથથી ખર્ચ વધી જશે. ઘરમાં કોઈ સારી ચીજવસ્તુ વસાવી શકશો. નાની મુસાફરી કરી મનને ખુશ કરશો. કામમાં નાનુ પ્રમોશન મળશે. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૫, ૧૬, ૧૮ ને ૨૧ છે.

Venus is ruling over you. With the grace of Venus, you will do some good deeds by the 15th of November. Your income will be good. Your expenses too might increase. You will be able to buy some good and nice thing for your house. You will be able to travel.You might get a small promotion. Pray ‘Behram Yazad’.

Lucky Dates: 15, 16, 18, 21


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમે મોજીલા ગ્રહ શુક્રની છાયામાં આવી ગયા છો. જે કામ તમે કરશો તે તમારી સાથે કામ કરનાર નહીં કરી શકે. ઓપોઝિટ સેકસ તરફથી ફાયદા થવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે પણ બચત કરવી મુશ્કેલ થશે. જો કોઈને પ્રોમીશ આપશો તો પૂ‚ં કરીને રહેશો. નવા કામ શોધવામાં સફળ થશો. ખાવા-પીવામાં અને કપડા પાછળ વધુ ખર્ચ કરશો. ભુલ્યા વરગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૬, ૧૭, ૧૯ ને ૨૦ છે.

Venus will rule over you. Nobody will be able to execute the kind of work that you are able to do. You might get benefits from the opposite gender. Your financial conditions will be good but it might be difficult for you to save. You will be able to fulfil the promises you make. You will be successful in finfing new work. You will spend more on clothes and eating. Pray ‘Behram Yazad’ without fail.

Lucky Dates: 16, 17, 19, 20


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

રાહુની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પણ અડચણ આવશે. કોઈપણ બાબતમાં ચિટીંગ થઈ જશે. તમારી પોતાની વસ્તુ લેવામાં મુશ્કેલી થશે. એસીડીટીથી પરેશાન થશો તેથી ખાવા પીવામાં ધ્યાન આપજો. જેની પાસે મદદ માંગવા જશો તે વ્યક્તિ મદદ નહીં કરે અને તમને પરેશાન કરશે. હાલમાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાથી શાંતિ મેળવશો.

શુકનવંતી તા. ૧૭ થી ૨૦ છે.

Rahu is ruling over you. There will be problems in the smallest of things. You will be stressed in the slightest of things. You will have troubles in getting back your own things. You will be troubled by acidity and hence take care of what you eat and drink. You won’t be abled by anyone. Pray ‘Mahabokhtar Niyaish’ for peace.

Lucky Dates: 17, 18, 19, 20


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

૨૫મી સુધીમાં તમારા અગત્યના કામ કરી લેજો નહીં તો રાહુ તમને ચારેબાજુથી પરેશાન કરશે. ઉતરતી ગુ‚ની દિનદશા તમારા હાથથી ચેરિટીના કામ કરાવશે. જ્યાં કામ કરતા હશો ત્યાં કામ કરનારની મદદ કરવાથી તમારા ખરાબ સમયમાં તેમનો સાથ મળી રહેશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ નહીં આવે. નાના ફાયદા મળી રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧૫, ૧૬, ૧૮ ને ૨૧ છે.

Finish all your improtnat work before the 25th, orelse later, Rahu will trouble you. The descending rule of Jupiter will help you indulge in some charity work. By helping your colleagues now, they might be able to help you back during your difficult times. There won’t be any financial difficulties. There might be small profits. Pray ‘Sarosh yasht’ everyday without fail.

Lucky Dates: 15, 16, 18, 21


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને તમારી રાશિના માલિક ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજમાં કંઈ ખલેલ હશે તો તેનું સમાધાન થઈ જશે. રોજબરોજના કામ વીજળીવેગે થઈ જશે. થોડી મહેનત કરશો તો જૂના રોકાયેલા નાણામાંથી થોડીઘણી રકમ મેળવી શકશો. ઘરની વ્યક્તિ સાથે કોઈ સારા પ્રસંગની ઉજવણી માટે પ્લાન બનાવી શકશો. નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બર તરફથી સારી વાત જાણવા મળશે. ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૭, ૧૮, ૧૯ ને ૨૧ છે.

Jupiter is ruling over you. You will be able to find a solution to your problems. You will be able to complete your daily work with lightning speed. With a little bit of effort you will be able to get back some of your money which is stuck somewhere. You will be able to organize a party for some happy occasion with your family members. There are chances of getting a promotion. You will get to hear good news from your family members. Pray ‘Sarosh Yasht’ everyday.

Lucky Dates: 17, 18, 19, 21

Leave a Reply

*