જો તમારો જન્મ નવેમ્બરની ૧૨મી તારીખે થયો હોય તો…

તમારો સ્વભાવ ચોકકસ પ્રામાણિક હશે. દરેક કામમાં તમે તમારી મહેનતનું ફળ મેળવવા ભાગ્યશાળી થશો. ખૂબ જ પરિશ્રમથી ભાગ્યોદય થાય. જીવનમાં યશ અને માન-પાન સારાં મળશે. આત્મવિશ્ર્વાસ સારો હશે. દરેક મુશ્કેલીનો હિંમતપૂર્વક સામનો કરશો. તમારા સ્વભાવ અને મનના વિચારોને સાધારણ બુધ્ધિવાળાઓને ઓળખતાં, જાણતાં કે સમજતાં ખૂબ જ વાર લાગી જશે. વડીલો માટે ખૂબ જ માન હશે. તેમણે પણ પોતાના જીવનમાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કર્યો હશે. નાનપણમાં જ જવાબદારીનો ખ્યાલ તમને આવી ગયો હશે જેને તમે ખૂબ જ સમજીને પૂરી કરશો. ઘરના તેમજ બહારના લોકોનો પ્રેમ સંપાદન કરી શકશો. હાથ નીચેના માણસોથી સંભાળીને કામ કરવું, નહી તો અપમાનિત કે દગાના પ્રસંગો બનશે. કોઈના જામીન બનવું નહીં. તમારી શારીરિક તેમ જ રોગપ્રતિકારકશક્તિ ખૂબ જ સારી હશે. મોટી ઉંમરે ડોકનો, કમરનો દુખાવો થશે, બ્લડપ્રેશર વગેરે થશે. ખાવામાં પીવામાં સંભાળવું.

શુભ રંગ: જાંબુડી અને તામ્રવર્ણ (તાંબાનો રંગ)

શુભ નંગ: -બી અને ટરકોઈઝ

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૩, ૮, ૧૨, ૧૮, ૨૧, ૨૭, ૩૦, ૩૬, ૪૮, ૫૪, ૬૩, ૬૬, ૭૨, ૭૫.

Leave a Reply

*