Your Moonsign Janam Rashi This Week –
12th November – 18th November

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

૨૫મી ડિસેમ્બર સુધી ગુ‚ની દિનદશા ચાલશે તેથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. નાણાકીય બાબતમાં ઈનવિઝિબલ હેલ્પ મળી જશે. જે પણ કામ કરશો તેમાં ફાયદાનો વિચાર નહીં કરો. ગુ‚ની કૃપાથી ઘરવાળાની સાથે ખૂબ જ સારાસારી થતી જશે. ઘરમાં તમા‚ં માનપાન વધી જશે. તબિયતની ચિંતા કરતા નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. ૧૪, ૧૫, ૧૬ ને ૧૮ છે.

Jupiter will rule over you till the 25th of December. You will be able to restart pending work. You will get invisible help in financial matters. You won’t only focus on profits while undertaking tasks. With the grace of Jupiter your relationship with your family members will be great. Do not worry about your health. Pray ‘Sarosh Yasht’ everyday without fail.
.

Lucky Dates – 14, 15, 16, 18


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શનિની દિનદશા ચાલુ છે તેમાં રનિંગ શનિ તમારી રાશિથી ઉપર નજર કરે છે. તેથી તમે ચારેબાજુથી ઘેરાયેલા રહેશો. તમા‚ં મન કોઈ બાબતમાં સ્થિર નહીં રહે. ખોટા વિચારોથી પરેશાન થશો. રાતની ઉંઘ ઓછી થશે. જેને પ્રેશરની પ્રોબ્લેમ હોય તો સંભાળજો. નાની ભૂલ મોટી પહાડ જેવી લાગશે. જયાં કામ કરતા હશો ત્યાં દુશ્મનો વધી જશે. ભૂલ્યા વગર દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧૨, ૧૩, ૧૬ ને ૧૭ છે.

Saturn is ruling over you. You might get troubled from all sides. Your mind will get filled with negative thoughts. Your night sleep will decrease. In case you are suffering from blood pressure, be careful. Your smallest mistakes will come across as huge ones. Your enemies at your workplace will increase. Pray ‘Moti Haptan Yasht’ everyday without fail.
.

Lucky Dates: 12, 13, 16, 17


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમારી રાશિના માલિક બુધની દિનદશાના છેલ્લા ૧૦ દિવસ બાકી છે. તેથી આ અઠવાડિયામાં હિસાબી કામને પહેલા પૂરા કરી લેજો. કોઈ પણ જાતના પ્રોમિસ આપેલ હોય તે વ્યક્તિને સામેથી મળી વાત કરી લેજો. બચત કરજો. અંગત વ્યકિતને મીઠી જબાન વાપરી પોતાના કરી શકશો. ઉતરતી બુધની દિનદશા નાણાકીય ફાયદો અપાવી જશે. મિત્રોથી સારાસારી રહેશે. હાલમાં રોજ ‘મહેરની આએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૨, ૧૪, ૧૫ ને ૧૮ છે.

Mercury is ruling over you for the next ten days. Complete all your financial transactions at the earliest. Meet the people with whom you might have made some promises. Save money. Using sweet words you will be able to win over important people. The descending rule of Mercury will bring financial profits. Your relations with your friends will be good. Pray ‘Meher Niyaish’.

Lucky Dates: 12, 14, 15, 18


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા બગડેલા કામને સુધારી નાખવાની તાકત આવી જશે. હાલમાં બને તો લાંબા સમય માટે રોકાણ કરવાનું ભૂલશો નહીં. કરકસર કરવામાં સફળ થશો. બુધની કૃપાથી તમને કામમાં નાનું પ્રમોશન મળશે. નવા કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧૨, ૧૪, ૧૬ ને ૧૭ છે.

Mercury will rule over you and hence you will find the strength to solve spoilt tasks. If possible, make long term investments. You be successful in saving money. With the grace of Mercury you will get a small promotion. You will not have any problem in starting a new venture. You will get to hear profitable news from your friends. Pray ‘Meher Niyaish’ everyday without fail.

Lucky Dates: 12, 14, 16, 17


LEO | સિંહ: મ.ટ.

05Leo

હાલમાં મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની નાની વાત પર ગુસ્સે થઈ જશો. ૨૪મી સુધી વાહન સંભાળીને ચલાવજો. તમારા ઘરમાં ભાઈ બહેનો સાથ નહીં મળે. તમે સાચા હોવા છતાં તમારી સચ્ચાઈ બતાવી નહીં શકો. તમારા કામમાં ભૂલને લીધે ઉપરી વર્ગ તરફથી બે બોલ સાંભળવા પડશે. મંગળને શાંત રાખવા હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧૩, ૧૪, ૧૫ ને ૧૮ છે.

Mars is ruling over you and hence you will often get angry. Drive carefully till the 24th.Your siblings, might not support you. Even though you are honest you might not be able to prove it. You might get pulled up for some mistakes in your job at your workplace. To pacify mars, pray ‘Tir Yasht’ everyday without fail.

Lucky Dates: 13, 14, 15, 18


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

૨૬મી સુધી ચંદ્રની દિનદશા તમને ભરપૂર શાંતિ આપીને રહેશે. તમે જે કામ કરશો તેમાં તમને આનંદ સાથે સેટિસ્ફેકશન મળશે. નાણાકીય બાબતમાં ફાયદાની વાત જાણવા મળશે. ચાલુ કામમાં સફળ થશો. નાની એક બે દિવસની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. તમારાથી બીજાને નુકસાન થતુ અટકાવી દેશો. હાલમાં ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૧૨, ૧૩, ૧૬ ને ૧૭ છે.

Moon will rule over you till the 26th and hence you will have peace of mind. You will get satisfaction and happiness in your work. You will get financial profits. You will be successful. If you get a chance to travel for a day or two, accept it. You will not let anyone else incur losses because of your actions. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
.

Lucky Dates: 12, 13, 16, 17


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારે ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ફેમિલી ઉપર ધ્યાન આપશો. જે કામ કરશો તેના ભરપૂર વખાણ થશે. જૂના રોકાણમાંથી ફાયદો લેવાનું ભુલતા નથી. કોઈના મદદગાર બનીને તેની ભલી દુવા લઈ લેશો. પ્રેમમાં તમારા પ્રેમી કે પ્રેમિકાનું દિલ જીતી લેતા વાર નહી લાગે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. તમે ૩૪મુ નામ ‘ યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૧૫ થી ૧૮ છે.

Moon is ruling over you. You will get a chance to travel. You will be able to spend time and pay attention to your family. You will be praised for the work you do. Do not forget to grab the profits from your earlier investments. By helping somebody you will get their blessings. You will be able to win over your lover. Your favourite person will meet you. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 15, 16, 17, 18


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા ૪ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી હાલમાં પ્રેમમાં થોડી બાંધછોડ કરી અપોઝિટ સેકસ સાથેના રીલેશનને સુધારી લેજો. ૧૬મીથી ૨૦ દિવસ માટે સરકારી કામમાં સફળ નહીં થાવ. વડીલવર્ગની ચિંતા ખૂબ જ વધી જશે તે લોકોની તબિયતની કાળજી લેજો. આજથી ‘બહેરામ યઝદ’ની સાથે ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૧૨ થી ૧૫ છે.

The first four days are left under the rule of Venus. Improve your relationship with the opposite gender. After the 16th, for the next 20 days you might not get success in government related work. Your concern for your elders will increase. Pray ‘Behram Yazad’ and repeat the last word, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 12, 13, 14, 15.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

૧૬મી ડિસેમ્બર સુધી ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ખૂબ વધી જશે. તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. તંદુરસ્તીમાં સારાસારી થતી રહેશે. તમને કામકાજમાં ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ઓપોઝિટ સેકસનું અટ્રેકશન વધી જશે. નવા મિત્રોનો સાથ સહકાર મળતો રહેશે. રોજના ભણતરની સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૩, ૧૬, ૧૭ ને ૧૮ છે.

Jupiter is ruling over you till the 16th of December and hence your fun filled days will increase. There will not be a financial crunch. Your health will be good. You might get to travel due to work reasons. Your attraction towards the opposite gender will increase. New friends will support you. Pray ‘Behram Yazad’ along with your daily prayers.

Lucky Dates: 13, 16, 17, 18


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમારી રાશિના માલિક શનિના પરમ મિત્ર શુક્રની દિનદશા શ‚ થયેલી છે. તેથી ૧૪મી જાન્યુઆરી સુધી તમે  ધારેલા કામને પૂરા કરીને રહેશો. ધીરે ધીરે નાણાકીય બાબતમાં સારાસારી થતી જશે. રાહુની દિનદશામાં જેટલા હૈરાન થયેલા હશો એટલા જ સુખી થશો.  નવા કામ કરવા માગતા હો તો આજથી કામની શોધમાં લાગી જજો. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૨, ૧૬, ૧૭ ને ૧૮ છે.

Venus is ruling over you. Till 14th January you will be able to complete all the tasks you undertake. Your financial conditions will gradually improve. As much stressed you were due to Rahu, that much peace you will now obtain. Try finding a new job from today if that’s your plan. Pray ‘Behram Yazad’.

Lucky Dates: 12, 16, 17, 18


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી મોઢા સુધી આવેલ કામ પૂરા નહીં થાય.  તમા‚ં મગજ સ્થિર નહી રહેે. તમારા લીધેલા ડિસીઝનમાં તમે ક્ધફયૂઝ થશો. સાચા ખોટાનું ભાન નહીં રહે. પૈસાનો ખર્ચ વધી જશે. રાહુને કારણે હાલમાં ગામ-પરગામ જવાનો પ્લાન બનાવતા નહીં. રાહુને શાંત કરવા માંગતા હો તો ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧૩ થી ૧૬ છે.

Rahu is ruling over you and hence you tasks might not get fulfilled. Rahu will upset your mind and you will get confused while taking decisions. You might not be able to decipher between right and wrong. Your expenditures will increase. Do not plan any travels. Pray ‘Maha Bokhtar Niyaish’ to pacify Rahu.

Lucky Dates: 13, 14, 15, 16


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

૨૪મી સુધી ધર્મના દાતા ગુ‚ની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે ફેમિલી મેમ્બર પર વધુ ધ્યાન આપીને તેમના પ્રોબ્લેમનો જવાબ શોધી આપવામાં સફળ થશો. બીજાના દુ:ખ દૂર કરવા માટે સીધા રસ્તા બનાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. પૈસાને કારણે કોઈ કામ અટકશે નહીં. તમને અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. કામકાજમાં પણ સારા સારી રહેશે. હાલમાં ગુ‚ની કૃપા મેળવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૨, ૧૩, ૧૭ ને ૧૮ છે.

Jupiter will rule over you till the 24th and hence you will be able to understand and help your family members. Your financial conditions will be good. There might be sudden financial profits. Your work will also move smoothly. Pray ‘Sarosh Yasht’ to get blessings from Jupiter.

Lucky Dates: 12, 13, 17, 18.

Leave a Reply

*