Your Moonsign Janam Rashi This Week –
10th December – 16th December

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

૨૫મી ડિસેમ્બર સુધી ગુ‚ની દિનદશા ચાલશે તેથી તમારા બધા જ કામો ધર્મના છે તેમ સમજી ને કરશો. પણ કામનું ફળ શું મળશે તેનો વિચાર નહીં કરતા. ગુ‚ની કૃપાથી નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. કોઈ મદદગાર મળી રહેશે. ઘરમાં બાળકો તરફથી સાથસહકાર મળશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૫ ને ૧૬ છે.

Jupiter will rule over you till the 25th of December. You will complete all your work religiously. Do not bother about the results of your hard work. You might get a chance to travel. There will be no financial crunch. Someone will help you. Your children will support you. The love between spouses will increase. Pray ‘Sarosh Yasht’ everyday.

Luckv Dates: 11, 12, 15, 16.

 


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

૨૨મી જાન્યુઆરી સુધી ગુ‚ની દિનદશા ચાલશે તેથી નાના મોટા ધનલાભ મળતા રહેશે. હાલમાં મળેલા લાભનો સારો ઉપયોગ કરી શકશો. ચાલુ કામકાજમાં તમને તમારી પસંદગીના કામો કરવામાં મુશ્કેલી નહીં આવે. ઘરના વ્યક્તિ તમને ખૂબ જ માન-પાન આપશે. નવા મિત્રોથી લાભ થશે. તંદુરસ્તીમાં સારો સુધારો થતો જશે. નવા કામ મેળવી શકશો. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૩, ૧૪, ૧૬ છે.

Jupiter will rule over you till the 22nd of January. You will get financial profits which you should put to good use. You will get to do the work of your choice. Your family members will respect you. Your new friends will be profitable. Your health will be good. You will find a new job. Pray ‘sarosh Yasht’ everyday.

Lucky dates: 13, 14, 16.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

૨૩મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમો ચારેબાજુથી હૈરાન થશો. જ્યાં એક સાંધશો ત્યા તેર તૂટશે. કોઈ પણ ડિસીઝન લેતા પહેલા દસવાર વિચાર કરીને આગળ વધજો. ખાવા પીવામાં બેદરકાર રહ્યા તો એસીડીટી જેવી માંદગીથી પરેશાન થશો. લેતી દેતી કરવાની ભૂલ કરતા નહી. તમને તમારા કામની અંદર નેગેટીવ વિચાર આવશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૫ ને ૧૬ છે.

Saturn will rule over you till the 23rd of December. You might get troubled. Think ten times before making any decisions. You will be troubled by acidity if you lax in taking care of your eating habits. You will get negative thoughts. Pray ‘Moti haptan Yasht’ everyday.

Lucky Dates: 11, 12, 15, 16.

 


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

૧૯મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા અગત્યના કામો જલ્દીથી પૂરા કરી લેજો. ૧૯મી તારીખ પહેલા હિસાબી કામો પૂરા નહીં થાય તેનાથી પરેશાન થશો. ઉતરતી બુધની દિનદશાને લીધે તમારા પૈસા પાછા મેળવવા માટે મુશ્કેલી નહીં આવે. કોઈના સાચા સલાહકાર બની તેની ભલી દુવાઆ મેળવશો. ભાગીદારીથી ફાયદો થશે. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧૨ થી ૧૫ છે.

Mercury will rule over you till the 19th of December. Finish all your important work immediately. You might be tensed if your financial billing isn‘t complete before the 19th. With the descending grace of Mercury, there won’t be any troubles in getting your money back. You will be blessed by helping others. Pray ‘Meher Niyaish’.

Lucky Dates: 12, 13, 14, 15.

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

હાલમાં ૧૮મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારી બુધ્ધિ બળ વાપરીને તમારા દુશ્મનને તમે મીઠી જબાન વાપરીને પોતાની પાસે કરી લેશો. કામકાજમાં બુધ્ધિ વાપરીનેે ધનલાભ મેળવશો. નાની મુસાફરીનો ચાન્સ છે. નવાકામ કરવામાં છેતરપિંડી થઈ શકે છે. ઘરવાળાને ખુશ કરી શકશો. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૨, ૧૩, ૧૫ ને ૧૬ છે.

Mercury will rule over you till the 18th of January. You will be able to win over your enemies using your wisdom and sweet tongue. You might get a chance to travel. You will be able to keep your family members happy Pray ‘Sarosh Yasht’ everyday.

Lucky Dates: 12, 13, 15, 16.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

મંગળની દિનદશા ચાલુ હોવાથી  આજુબાજુના લોકો તમને હૈરાન કરી નાખશે. હાલમાં તમે સ્વભાવે જીદ્દિ થઈ જશો. વધુ પડતા વિચારો ને કારણે તબિયત બગડી જશે. તેમાં ખાસ કરીને હાઈપ્રેશરની માંદગીથી સંભાળજો. ૨૪મી સુધી વાહનને સંભાળીનેે ચલાવજો નાનુ એક્સિડન્ટ થઈ શકે છે. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૦, ૧૧, ૧૩ ને ૧૫ છે.

Mars is ruling over you and hence other people will stress you out. You will be stubborn. You might fall “I due to over thinking. Take care of high pressure. Be careful while driving. Pray ‘Tir Yasht’ everyday without fail.

Lucky Dates: 10, 11, 13, 15.

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્રની દિનદશા લાંબા સમય ચાલવાની છે તેથી તમે કામની સાથે ફેમિલીનું પણ ધ્યાન આપશો. તમારા હાથમાં લીધેલા કામ પૂરા કરીને મુકશો. મનગમતી વ્યક્તિને મનની વાત કહેવામાં જરાબી સંકોચ નહીં રાખો. બે ત્રણ દિવસની ટ્રીપનું આયોજન કરી શકશો. તમારા કામની સાથે બીજાના મદદગાર થઈને રહેશો. નેગેટિવ વિચારો ઓછા કરવા માટે હાલમાં ૩૪મુ નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૧૨ થી ૧૫ છે.

Moon will rule over you for a long time. You will be able to focus on work as well as on yourfamily. You will finish all yourjobs. Speak our heart out to the needed person. You will be able to plan a trip for three to four days. You will be helpful to others. To stop getting negative thoughts, pray the 34th name ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 12, 13, 14, 15.

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

હવે તો તમને શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ચંદ્ર તમને ભરપુર સુખ આપી રહેશે. તમને નાના કે મોટા કામમાં સફળ બનાવીને રહેશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. બીજાનું મન જીતી લેતા વાર નહીં લાગે. હાલમાં ઘરની અંદર કંઈક નવી ચીજ વસ્તુ વસાવી શકશો. તમારા કામની સાથે બીજાના કામો તમે ખુશી ખુશીથી કરી આપશો. વડીલવર્ગની તબિયતની ચિંતા હશો તો તે ઓછી થતી જશે. હાલમાં ૧૦૧ નામ ભણી લીધા પછી ૩૪મું નામ યા બેસ્તરના ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૧૦, ૧૩, ૧૫ ૩ે ૧૬ છે.

Moon is ruling over you and hence you will get a lot of peace. You will be successful in all your endeavors. Make the most of the chance to travel. You will be able to buy a new thing for your house. You will also help others in their work. Your stress regarding the health of your elders will reduce. After praying 101 names, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 10, 13, 15, 16.

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

પહેલા ૪ દિવસ જ શુક્રની દિનદશાના બાકી છે તેથી હાલમાં આજ દિવસમાં ઓપોઝિટ સેકસની સાથે સારા સારી રાખજો. બાકી ૧૪મીથી ૨૦ દિવસની સૂર્યની દિનદશા તમારા મગજને ફેરવી નાખશે. કોઈબી કામમાં મન નહીં લાગે ખોટા વિચારોથી પરેશાન થઈ જશો. કોઈ અગત્ય ચીજ વસ્તુ ગુચાઈ જાય કે ચોટાઈ જાય તેવા ગ્રહોની ચાલ આવી રહેલ છે. સરકારી કામમાં ખૂબ જસંભાળજો. ૪થી જાન્યુઆરી સુધી કોઈબી સહી સિકકાના કામો કરતા નહી. હાલમાં ‘બહેરામ યઝદની’ સાથે ૯૬મું નામ યા રયોમંદ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૧૧ થી ૧૪ છે.

First four days will be spent under the rule of Venus. You will be in good term with people from the opposite gender. From the 14th sun will rule over you for the next 20 days. You will be troubled by negative thoughts. Be careful in government related work. Do not indulge in any signature related work till the 4th of January. Pray ‘Behram Yazad’ along with the 96th name ‘ya Rayomand‘ 101 times.

Lucky Dates: 11, 12, 13, 14.

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને ગામ-પરગામ જવાના ચાન્સ મળે તો તો મુકતા નહીં. ગમતી વ્યક્તિ ને મળવાનો સામેથી મોકો મળશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી ધન કમાઈ લેશો પણ બચત નહીં થઈ શકે. ઘરની ચીજવસ્તુ લેવામાં થોડી કરકસર કરી નવી ચીજ વસ્તુ વસાવી શકશો તો સો મિત્રની પાછળ ખર્ચ કરવો પડશે. ઘરમાં  ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૦, ૧૨, ૧૫ ને ૧૬ છે.

Venus is ruling over you and hence you will get a chance to travel. You will get a chance to meet your favourite person. There will be no financial crunch. With the grace of Venus you will earn more money but won’t be able to save any. Pray ‘Behran Yazad’ everyday without fail.

Lucky Dates: 10, 12, 15, 16.

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજ બરોજના કામની અંદર વધુ ફાયદા થશે. તમારા મનગમતા કામો વિજળીવેગે પૂરા કરી શકશો. અપોઝિટ સેકસની સાથે વધુ સારા સારી થશે. નાણાકીય ફાયદો મળતો હશે તો પહેલા ધ્યાન જશે. શુક્રની કૃપાથી ધન માટે કોઈ પાસે હાથ લાંબો કરવાનો સમય નહીં આવે. ઘરમાં નવા મહેમાન આવવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૧, ૧૩, ૧૪ ને ૧૬ છે.

Venus is ruling over you. You will make profits in your daily work. You will be able to complete your work at lightning speed. You will be in good terms with the opposite person. Focus on areas which promise financial profits. There will be financial crunch. You might have guests coming home. Pray ‘Behram Yazad’ everyday without fail.

Lucky Dates: 11, 13, 14, 16.

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

૫મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમને દિવસના તારા દેખાઈ જશે. ભાઈ બહેનની અંદર મતભેદ પડતા રહેશે.  વાંક ગુના વગર તમને બીજા પરેશાન કરી જશે. નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં ખોટી જગ્યાએ પૈસાનો ખર્ચ થવાથી વધુ પરેશાન થશો. રાહુના નિવારણ માટે ભુલ્યાવગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧૦, ૧૨, ૧૩ ને ૧૬ છે.

Rahu will rule over you till the 5th of January. You might get troubled. There will be arguments with siblings. People will trouble you without your fault. There might be a financial crunch. You will spend at the wrong places. Pray ‘Mahabokhtar Niyaish‘ everyday without fail.

Lucky Dates: 10, 12, 13, 16.

.

Leave a Reply

*