શિરીન

 ‘પણ હું તને એ બેમાંથી એક પણ રીતે લઈ જવા માંગતો નથી, શિરીન.’

‘ત્યારે કેવી રીતે, ફિલ?’

‘મારી વાઈફ તરીકે.’

ને ત્યારે ખુશાલીથી પોતાના બન્ને કોમળ કરો તે જવાનની ગરદન આસપાસ વીંટળાવી તેણી તે વહાલાના પાસામાં સુખથી થોડોક વાર પડી જ રહી, કે શિરીન વોર્ડનને બીજું કસાનું ભાન રહ્યું જ નહીં.

જો તે જ તક હાથમાં લઈ તેણી પોતાના વહાલા આગળ હાલમાં જોન સ્મીથ સાથની સવારની મુલાકાત, તથા સામ તલાટીના મેળાપ વિશે વાત કરી દેતે તો તેણીનાં કિસ્મતનાં પાસાને તેણી કંઈક રીતે ઉથલાવી શકતે.

પણ અફસોસ, કે તકદીરના લખ્યા લેખને કદી કોઈ ઈન્સાન ભુસાડી શકેછ, તો પછી શિરીન વોર્ડન તે કયાંથી કરી શકે?

પછી વખત થતાં ફિરોઝ ફ્રેઝર તેણીને ફરી અને ફરી વહાલ કરી મલી ભેટી પોતાની ભપકાભરી ગાડીમાં સેનચરી કલબ તરફ રવાના થઈ ગયો.

તે મોટા મોટા કમિટીનાં મેમ્બરોની મીટિંગ ખતમ થયા બાદ ફિરોઝ ફ્રેઝર તે ગંજાવર કલબમાં સામ તલાટીની શોધમાં નીકળી પડયો.

અંતે દસેક મિનિટની શોધખોળ કરતા સામ તલાટી કાર્ડ ‚મમાં એક ટેબલ આગળ બીજાની ગેમ વોચ કરતો માલમ પડયો, કે ફિરોઝ ફ્રેઝરે તે તક હાથમાં લઈ તેના કાન આગળ જઈ ધીમેથી કહી સંભળાવ્યું.

‘સામ તલાટી, મને તા‚ં કામ હોવાથી તું થોડીક મિનિટ સ્પેર કરશે?’

એ સાંભળતા સામ તલાટી ચમકયો, પછી તેને હીંમતથી ઉઠી ફિરોઝ ફ્રેઝર સાથ ચાલવા માંડયું.

અલબત્ત જો બીજા સંજોગ હતે તો તે બીકણો બાયલો, ફિરોઝ ફ્રેઝરના પીલતન જેવા આકાર તરફ નજર કરી કંઈક બહાના દેખાડી શકતે. પણ આજે સવારના શિરીન વોર્ડન તરફનાં ઈનસલ્ટ પછી તે બહાદુરીથી અંતે લડવા તૈયાર થઈ ગયો.

તે બન્ને મરદો બહાર બગીચાના તે પાછલા એકાંતમાં આવેલા ભાગ તરફ જઈ અંતે ઉભા રહી ગયા, કે ફિરોઝ ફ્રેઝરે દમામથી પહેલો સવાલ પૂછી લીધો.

‘સામ તલાટી, તે દિવસે તે મિસ વોર્ડનને મારે માટે જે ખરાબ શબ્દ વાપર્યા તેનો મિનિંગ શું?

એ સાંભળતાં જ પહેલાં સામ તલાટી ફૂંકી મારી ગયો પછી તેને હિંમતથી જુઠ્ઠું કહી સંભળાવ્યું.

‘તદ્દન જુઠી વાત છે, કારણ હું કંઈ પણ તારે માટે ખરાબ બોલ્યો જ નથી ફિરોઝ ફ્રેઝર.’

‘ત્યારે શું મિસ વોર્ડન જુઠું બોલેછ? શા હિસાબે તું એમ બોલ્યો કે હું તેણીને મારા કાસલમાં એક રખાત તરીકે રાખુંછ?’

‘હું તેમ બોલ્યો જ નથી, મારી સાથે મોલી પણ હતી ને તું તેણીને પૂછી શકશે.’

ત્યારે તું શું બોલ્યો કે જેથી મિસ વોર્ડન આટલા બધાં અપસેટ થઈ ગયાં?’

‘હા, હું તેણીને માટે બોલ્યો એ ખરી વાત છે.’

‘શું બોલ્યો?’

ફિરોઝ ફ્રેઝરે પોતાના હાથની બન્ને મુઠ્ઠીઓ વાળી દળ ઝનૂનથી પૂછી લીધું કે સામ તલાટીએ પણ હિંમતથી જણાવી દીધું.

‘કે તેણી એક રખાત છે.’

(ક્રમશ)

About અરના હોમી પેસીના

Leave a Reply

*