Your Moonsign Janam Rashi This Week –
11th February, 2017 – 17th February, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

૧૩મી એપ્રિલ સુધી શુક્ર જેેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખમાં ખર્ચ વધી જશે. રોજબરોજના કામમાં આવતી અગવડને દૂર કરવા માટે તમારી સાથે કામ કરનારનો સાથ મળી રહેશે. મનગમતી વ્યક્તિ સામેથી મળી જશે. તમારા મનની વાત કરવામાં જરા પણ સંકોચ કરતા નહીં. ધન મેળવશો પણ બચત નહીં કરી શકો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૨ થી ૧૫ છે.

Venus will rule over you till 13th of April and hence you will spend more. There will be the support of somebody if you face trouble in your routine work. Your favourite person will take the initiative of meeting you. Don’t hesitate in expressing your feelings. You will earn money but won’t be able to save it. Pray ‘Behram Yazad’ everyday.

Lucky Dates: 12, 13, 14, 15.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

૪થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે તમે તમારા સીધાં કામ પણ પૂરા નહીં કરી શકો. તમારા પોતાના કે બીજાના કામને પૂરા કરવામાં મુશ્કેલી ખૂબ જ આવશે. નાણાકીય બાબતમાં અણધારેલી મુસીબતમાં આવી જશો. તમારા નાણા તમે વાપરી નહીં શકો. હાલમાં તમારી રાતની ઉંઘ પણ ઉડી જશે. કામકાજ માટે બહારગામ જવાનું થશે તો ત્યાંપણ પરેશાન થશો. રાહુનું નિવારણ કરવા માગતા હો તો  ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧૧, ૧૪, ૧૫, ૧૭ છે.

With Rahu ruling over you till 4th of March, completing your work will be a challenge. There could be unforeseen expenditures. You will have trouble sleeping. Avoid travel abroad as it may pose problems. To pacify Rahu, pray ‘Mahabokhtar Niyaish’.

Lucky Dates: 11, 14, 15, 17.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

૨૧મી સુધીમાં ચેરીટીઝ કે ધર્મના કામો કરવામાં આળસ કરતા નહીં. થોડી બચત અવશ્ય કરજો. ફેમિલી સાથે સારા સારી રાખતા ખરાબ સમયે તમને મદદ કરશે. ગુ‚ની ઉતરતી દિનદશાને લીધે ધનની કમી નહીં થાય. વડીલવર્ગની સેવા કરી તેમની દુવા મેળવજો. શંકાનું સમાધાન કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧૨, ૧૩, ૧૬ ને ૧૭ છે.

Indulge in charitable and religious work till 21st. Save money. Keep good relations with your family members. Your finances look good and you will receive blessing by elderly people. You will be able to clear your doubts. Pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 12, 13, 16, 17.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી તમારા કામથી તમારી સાથે કામ કરનાર લોકો પર સારી ઈમપ્રેશન જમાવી શકશો. નાણાકીય બાબતમાં રાહત મળી જશે. જો કોઈના પ્રેમમાં હો તો તમારા મનની વાત જલ્દીથી જણાવી દેજો. તબિયતમાં સારા સારી થતી જશે. તમારા કામ સફળ થવા માટે ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. ૧૧, ૧૪, ૧૫ ને ૧૭ છે.

Since Jupiter is ruling over, you will be able to impress your colleagues through your work. There will be no financial crisis. Don’t hesitate to express your feeling to the person you love. Health will be good. To get successful in your work, pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 11, 14, 15, 17.


LEO | સિંહ: મ.ટ.

05Leo

શનિની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પણ અડચણ આવતી જશે.  તમારી નાની ભૂલ બીજા પહાડ જેવી બનાવી મૂકશે. ખર્ચ પર કાબુ નહીં રાખી શકો પણ તે વધીને ત્રણ ગણો થઈ જશે. સાંધાના દુખાવાથી તથા પગની તકલીફથી પરેશાન થશો. પૈસાની લેતી દેતી ૨૩મી ફેબ્રુઆરી સુધી કરતા નહીં. તમારા પૈસા ફસાઈ જવાના ચાન્સ છે. ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાથી શાંતિ મેળવશો.

શુકનવંતી તા. ૧૨, ૧૩, ૧૬ ને ૧૭ છે.

Saturn ruling over you will create difficulties in completing small tasks. People may misconstrue small mistakes as big faults. It will be difficult to control expenses. You may be troubled by joint pains. Avoid monetary transactions till 23rd of February. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 12, 13, 16, 17.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજબરોજના કામને બુધ્ધિબળ વાપરી પૂરા કરી શકશો.  બુધની ઉતરતી દિનદશા મિત્રો તરફથી ફાયદો અપાવી દેશે. આ અઠવાડિયા હિસાબી કામો પૂરા કરી લેજો. આપેલા પ્રોમિસને પૂરા કરી શકશો. તમારી સાથે કામ કરનાર સાથે સારા સારી રાખતા  ખરાબ સમયમાં મદદ મળી જશે. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભુલશો નહીં.

શુકનવંતી તા. ૧૧, ૧૩, ૧૪ ને ૧૫ છે.

Mercury ruling over you will help you execute your work with intelligence. Your friends will benefit you. Complete your financial transactions this week. You will live up to your promises. Keeping good relations with your colleagues will help you. Pray ‘Meher Niyaish’ daily.

Lucky Dates: 11, 13, 14, 15.


LIBRA | તુલા: ર.ત.

07Libra

૧૮મી માર્ચ સુધી બુધ જેવા બુધ્ધિના દાતાની દિનદશા ચાલશે તેથી તમે તમારા બધા જ કામો બુધ્ધિ વાપરી કરી શકશો. તમારા કામો બીજા કરતાં જલ્દીથી પૂરા કરવામાં સફળતા મળશે. ગામ-પરગામ જવા માટે આનાકાની કરતા નહીં. તમારા કામમાં પ્રમોશન મળશે. આનંદ મળે તેવા સમાચાર મળશે. કામ કરવામાં કે શોધવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિને મનની વાત કરી લેજો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૨, ૧૩, ૧૬ ને ૧૭  છે.

Mercury will rule over you till 18th of March and hence you will use your intelligence and be able to complete your work before others. Don’t delay travel. You will either earn a promotion or be successful in finding a new job. Don’t hesitate to express your feeling to the person you love. Pray ‘Meher Niyaish’ everyday.

Lucky Dates: 12, 13, 16, 17.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

૨૧મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારા અંગત વ્યક્તિ તમને સાથ સહકાર નહીં આપે. મંગળની ઉતરતી  દિનદશા નાની વાતમાં તમા‚ં મગજ ગરમ કરાવી દેશે. તમને શારિરીક બાબતમાં મુશ્કેલી આવતી જશે. નાણાકીય બાબતમાં કોઈની મદદ લેવાનો સમય આવી જશે. જો કોઈ પાસે ઉધાર લેવા જાવ તો એવી વ્યક્તિ પાસે જજો કે જે તમને મદદ કરે. મંગળને શાંત કરવા દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૧, ૧૩, ૧૪ ને ૧૫ છે.

Mars rules over you till 21st of February, creating a deficit of support from people you depend on. You will be irritable over small things. Take care of your health and your finances. Reach out to supportive people. Pray ‘Tir Yasht’ daily.

Lucky Dates: 11, 13, 14, 15.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

૨૩મી ફેબ્રુઆરી સુધી શીતળ ચંદ્રની શાંત છાયામાં રહેશો તેથી ઘરની જે જવાબદારી હોય તે પૂરી કરી લેજો. નાણાકીય બાબતમાં બચત કરી લેજો. બીજાની મદદ કરજો. વડીલવર્ગના આશીર્વાદથી કામ સરળતાથી થઈ જશે. બાળકો ખુશ રહેશે. ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૧૨, ૧૪, ૧૬ ને ૧૭ છે.

As the Moon rules over you till 23rd February, you will be able to fulfil all your responsibilities towards family as well as complete all your work commitments. Save money. Be helpful to others. After praying 101 names, pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 12, 14, 16, 17.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને ચંદ્રની દિનદશા ૨૩મી માર્ચ સુધી ચાલશે તેથી રોજના કામમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો.  ધનલાભ મળતા રહેશે. પોતાના કામ પૂરા કરવા માટે તમને બીજાની મદદ લેવાની જ‚ર નહીં પડે. તમે લીધેલા ડિસીઝન ચેન્જ નહીં કરી શકો. ચંદ્રની કૃપાથી બહાર ગામ જવામાં સફળતા મળશે. ઘરમાં ખર્ચ કરવાથી મનની શાંતિ વધી જશે. તમને ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર જણજો.

શુકનવંતી તા. ૧૧, ૧૩, ૧૪ ને ૧૫ છે.

Moon will rule over you till 23rd of March and hence you will be successful in all endeavours. You will make profits. You will be able to complete your work. You won’t be able to change your decisions. You will get a chance to travel abroad. Spending on the house will bring you peace. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 11, 13, 14, 15.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા બે દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઓપોઝિટ સેકસના કામો પહેલા કરી લેજો. લેતીદેતીના કામો ૪થી માર્ચ સુધી બંધ કરી દેજો. ૧૩મીથી સરકારી કામમાં મુસીબતો આવશે. સહી સિકકાના કામો કરતા નહીં. વડીલવર્ગની તબિયતની ચિંતા વધી જશે. તમે પણ હાઈપ્રેશરથી પરેશાન થશો. ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૬ ને ૧૭ છે.

As Venus rules over you for two more days, you will complete your chores due to the opposite gender. Complete financial transactions before 4th of March. 13th onwards could pose legal work. Health of the elderly needs to be taken care of. Take care of high blood pressure. Pray the 96th name ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 11, 12, 16, 17.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામમાં સફળતા મળશે. અપોઝિટ સેકસનો સાથ મળશે. નાણાકીય બાબતમાં સારાસારી થતી જશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. શુક્રની કૃપાથી મોજશોખ વધી જશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. ધનલાભ મળતા રહેશે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૩, ૧૪, ૧૫, ૧૬ છે.

Since Venus is ruling over you, you will be successful in your work. People of opposite gender will support you. There will be no financial crisis. There will be love amongst spouses. With the grace of Venus, you will have more fun. Don’t miss any chance to travel. You will profit at work. Pray ‘Behram Yazad’ everyday.

Lucky Dates: 13, 14, 15, 16.

.

Leave a Reply

*