Your Moonsign Janam Rashi This Week –
4th February, 2017 – 10th February, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

તમને આજથી શુક્રની દિનદશા શ‚ થયેલી છે તેથી ૧૩મી એપ્રિલ સુધીમાં તમે તમારા અટકેલા કામને ફરી ચાલુ કરી શકશો. પાક પરવદિગારની મહેરબાની તેમાં સફળતા મેળવીને રહેશો. નાણાકીય છૂટછાટ ધીરે ધીરે સારી થતી રહેશે. શુક્રની કૃપાથી તમારે ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. રિસાયેલ વ્યક્તિને મનાવવા માટે કોઈ સારી વ્યક્તિનો સાથ સહકાર મળી જશે. રાહુએ તમને નેગેટિવ વિચારના બનાવી દીધા હતા તેમાંથી બહાર આવવા ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. ૪, ૭, ૮ ને ૧૦ છે.

From today, Venus is ruling over you. Hence till 13th of April, you can start your still work again and with the blessings of God you will be successful in it. Your financial crisis will be dissolve gradually. With the blessings of Venus, you will get a chance to travel. You will get support from people to make your relations better with the person who is upset with you. To become positive, pray ‘Behram Yazad’.

Lucky Dates: 4, 7, 8, 10.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કોઈ કામમાં સફળતા નહીં મળે. તમે સારા કામ કરશો તો તેની કદર નહીં થાય. ધણી ધણીયાણીમાં મતભેદ પડતા જશે. રાહુ તમારી બુધ્ધિને ફેરવી નાખશે. તમે સીધા ચાલતા હશો તો તમારા દુશ્મન તમને ખોટા રસ્તા પર લઈ જવાની કોશિશ કરશે. મીઠુ બોલનાર વ્યક્તિથી સંભાળીને રહેજો. કોઈને ઉછીના પૈસા આપતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૫, ૬, ૯, ૧૦ છે.

Since Rahu is ruling over you, you won’t be successful in your work. You won’t be appreciated for your good deeds. There will be more fights with your spouse. Your enemies will distract you from your agenda. Be aware of two-faced people. Don’t lend money to people. Pray ‘Mahabokhtar Niyaish’ everyday.

Lucky Dates: 5, 6, 7, 10.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી ૨૧મી ફેબ્રુઆરી સુધી તમને દરેક બાબતમાં ઈનવિઝીબલ હેલ્પ મળી જશે. તમારા કોઈ કામમાં અટકશો નહીં બીજાના મદદગાર થવા માટે આનાકાની કરતા નહીં. કૌટુંબિક સાથ સહકાર મળતો રહેશે. શારિરીક બાબતમાં સુધારો થતો રહેશે. કામકાજમાં માન મળશે. ફેમિલી મેમ્બર માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૪, ૫, ૭ ને ૮ છે.

Since Jupiter is ruling over you, till 21st of February you will get invisible help. You won’t face any trouble doing your work. Also, don’t indulge in arguments for other’s work. Your relatives will support you. Your health issues will get better. You will enjoy your work. You will invest more for your family. Pray ‘Sarosh Yasht’ everyday.

Lucky Dates: 4, 5, 7, 8..


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી ૨૧મી માર્ચ સુધી ધારેલા કામમાં સફળતા મેળવશો. ફેમિલીમાં નવા મેમ્બર આવશે. નવું કામ મળશે. તમે આનંદમાં રહેશો અને આસપાસના લોકોને પણ આનંદમાં રાખશો. કોઈની ભલાઈનું કામ કરી શકશો. વડીલ વર્ગની સેવા કરજો. ગુ‚ની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૫, ૬, ૯ ને ૧૦ છે.

Since Jupiter is ruling over you, till 21st of March, you will be successful in doing all your work. There are chances of new member entering your family. You will be happy and will spread happiness around yourself. You will be helpful, especially to the elderly people. To get the blessings of Jupiter, pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 5, 6, 7, 10.


LEO | સિંહ: મ.ટ.

05Leo

૨૩મી સુધી શનિની દિનદશા ચાલશે તેથી હાલમાં સાંધાના દુખાવાથી પરેશાન થશો. બીજાનું ભલું કરવા જતા તમા‚ં બુ‚ં થશે. કોઈપણ કામ વિચાર્યા વગર કરતા નહીં. સહી-સિકકાના કામ સમજી વિચારીને કરજો. કોર્ટના કામથી દૂર રહેજો. કોર્ટમાં મેટર ચાલતી હોય તો આગળની તારીખ લેજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૪, ૫, ૭ ને ૮ છે.

Saturn will be ruling over you till 23rd and hence you will be troubled by joint pains. You might fall in trouble while helping others. Think twice before taking any decisions or indulging in any legal work. Stay away from the legal matters and reschedule the court dates if possible. Pray ‘Moti Haptan Yasht’ everyday.

Lucky Dates: 4, 5, 7, 8.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

૧૭મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી બધા કામ મૂકી લેતી-દેતીના કામ પર ધ્યાન આપજો. તમારા લેણાના પૈસા માટે થોડા ધકકા ખાઈ લેજો. બુધની કૃપાથી મનને આનંદ થાય તેવા સમાચાર મળશે. ઈનવેસ્ટ કરવાનું ભુલશો નહીં.આજનું ઈનવેસ્ટમેન્ટ ભવિષ્યમાં ફાયદો અપાવશે. રોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૫, ૬, ૯ ને ૧૦ છે.

Mercury will rule over you till 17th of February and hence concentrate more on your work. Work hard to get your money back. With the blessings of Mercury, you will get good news. Don’t forget to invest. Investing today will be profitable to you in future. Pray ‘Meher Niyaish’ everyday.

Lucky Dates: 5, 6, 9, 10.


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુધ્ધિ પ્રમાણે ધન કમાવવામાં મુશ્કેલી નહીં આવે. બીજાને સમજાવવામાં સફળ થશો. બુધની કૃપાથી કામ વધારવા ભાગદોડ કરી લેજો. બુધ્ધિબળ વાપરીને પૈસા કમાઈ શકશો. મીઠી જબાન વાપરી પારકાંને પોતાના બનાવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા.  ૪, ૭, ૮ ને ૯ છે.

Mercury is ruling over you and hence you will be able to use your intelligence in earning profit. You will be able to explain things to people. Being sweet to people will help you make new friends. Pray ‘Meher Niyaish’ everyday.

Lucky Dates: 4, 7, 8, 9.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે શાંત બેસવા માગશો પણ સાથે કામ કરનાર તમને પરેશાન કરી મૂકશે. ઘરમાં ભાઈ બહેનો તમારી વાત નહીં માને. તમને સામેથી મળવા પણ નહીં આવે. અંગત વ્યક્તિ દગો આપશે. વાહન સંભાળીને ચલાવજો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૫, ૬, ૯ છે.

Since Mars is ruling over you, you will be troubled by your colleagues. Your siblings won’t pay attention to you. They won’t take the initiative to come and meet you. Your important people will backstab you. Drive safely. To pacify Mars, pray ‘Tir Yasht’.

Lucky Dates: 5, 6, 7.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યનાં કામ તમારી જાતે કરી લેજો. કોઈ ઉપર વિશ્ર્વાસ કરતા નહીં. ૨૩મી પહેલા ધ્યાન આપીને કામ કરશો તો ખરાબ દિવસોમાં મુશ્કેલી નહીં આવે. કામમાં ફત્તેહ મેળવશો. ચંદ્રની કૃપાથી નાની મુસાફરીનો ચાન્સ મળશે. અંગત વ્યક્તિનો સાથ સહકાર મળશે. હાલમાં ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૪, ૬, ૭ ને ૮ છે.

Since Moon is ruling over you, you will complete your important work on your own. Don’t trust anyone. Before the 23rd work hard, as it will be helpful during your tough days. You will be successful in your work. With the blessings of Moon, you will get a chance to travel. Your important people will support you. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 4, 6, 7, 8.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજથી ચંદ્રની દિનદશા શ‚ થયેલી છે તેથી ૨૩મી માર્ચ સુધી તમારો સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. જે પણ ડિસિઝન લેશો તેમાં ફેરફાર નહીં કરી શકો. ગામ-પરગામ જવાના ચાન્સ છે. કામકાજમાં ફાયદા મળતા રહેશે. હાલમાં ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૫, ૬, ૯ ને ૧૦ છે.

From today, Moon is ruling over you. Hence till 23rd of March, you will be more self-confident. You won’t be able to change your decisions. You will get a chance to travel. You will be successful in your work. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 5, 6, 7, 10.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

૧૩મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી બને તો તમારા મોજશોખ પર કાબુ રાખી બચત કરજો. ઉતરતી શુક્રની દિનદશા તમને ફાયદો અપાવશે. ઓપોઝિટ સેક્સ તરફથી ફાયદો મળશે. તમારા અંગત વ્યક્તિને મદદ કરી શકશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ભૂલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૪, ૫, ૬ ને ૭ છે.

Venus will be ruling over you till 13th of February, hence control your expenses. Your opposite gender will help you earn profit. You will be helpful to your important people. You will meet your favorite person. Pray ‘Behram Yazad’ everyday without fail.

Lucky Dates: 4, 5, 6, 7.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

૧૪મી માર્ચ સુધી મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલશે તેથી તમે જે ધારશો તે વસ્તુ મેળવશો. ઓપોઝિટ સેકસનો સાથ મળશે. તમારાં કરેલ કામમાં જશની સાથે ધન પણ મેળવશો. ધણી ધણીયાણીમાં પ્રેમની ભાવના રહેશે. નવાં કામ શોધવામાં સફળતા મળશે. ગામ-પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી આનંદમાં આવશો. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. ૬, ૮, ૯ ને ૧૦ છે.

Venus will be ruling over you till 14th of March, you will be able to achieve what you desire. People of the opposite gender will support you. You will be appreciated and will also earn profit at your work. There will be love amongst spouses. You will be successful in finding a new job. You will get a chance­­ to travel. You will be happy by fulfilling the demands of your family. Pray ‘Behram Yazad’ everyday.

Lucky Dates: 6, 8, 9, 10.

.

Leave a Reply

*