Your Moonsign Janam Rashi This Week –
19th March, 2017 – 25th March, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધતા જશે. ખર્ચનું પ્રમાણ વધવા છતાં તમને ચિંતા નહીં થાય. જેટલું વાપરશો એટલું કમાઈ લેશો. ઓપોઝિટ સેકસનો સાથ-સહકાર મળતો રહેશે. શુક્રની કૃપાથી તમને નાની મોટી મુસાફરીનો ચાન્સ મળતો રહેશે. લગ્ન કરવા માગતા હો તો જીવનસાથી મળી જશે. ધનની ચિંતા નહીં આવે. દરરોજ ભુલ્યા વગર નબહેરામ યઝદનીથ આરાધના કરજો.

શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૩ ને ૨૪ છે.

With Venus ruling over you, there’s fun times ahead. You will spend more than expected but this will not be an issue. Venus will have people of the opposite gender supporting you. Travel is indicated. For those looking to get married, your life partner will show up! Pray ‘Behram Yazad’ daily.

Lucky Dates: 21, 22, 23, 24

 


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની  વાત બહાર આવી જશે. જે પણ કામ કરતા હશો તે કામમાં આંનદની સાથે ધન પણ મેળવી લેશો. નવા કામ મેળવી શકશો. શુક્રની કૃપાથી મિત્રો કે ફેમિલી મેમ્બરની સાથે મોજશોખમાં દિવસો પસાર કરી શકશો. ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. ઘરમાં સારા સારી રહેશે. દરરોજ નબહેરામ યઝદનીથ આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૦ ને ૨૪ છે.

Your ruler Venus encourages you to express your feelings. Peace will prevail at home. Happiness in your current work will help you earn well and those looking for a new job will find one. Venus blesses you fun times ahead with family and friends. Travel is a possibility. Pray ‘Behram Yazad’ daily.

Lucky Dates: 18, 19, 20, 24.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

૩જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી કોઈ પણ કામ પૂરા નહીં થાય. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. કોઈની મદદ માગવા જશો તો તે પોતાનું દુ:ખ વ્યકત કરી તમને વધુ દુ:ખી કરશે. અંગત વ્યક્તિ તમને મૂર્ખ બનાવશે. હાલમાં રાહુ તમને થકાવી દેશે. ખોટા વિચારોથી પરેશાન થશો. રાહુને શાંત કરવા માગતા હો તો ભુલ્યા વગર નમહાબોખ્તાર નીઆએશથ ભણજો.

શુકનવંતી તા. ૧૮, ૨૦, ૨૧ ને ૨૨ છે.

Rahu’s presence over you till 3rd April, will bring in mental unrest and may cause difficulties in completing your work. Be careful with financial crisis indicated. People close to you will fool you. To pacify Rahu, pray ‘Mahabokhtar Niyaish’ daily.

Lucky Dates: 18, 20, 21, 22.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

છેલ્લા ૬ દિવસ જ  ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. થોડી ઘણી રકમ ઈનવેસ્ટ કરજો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. ચાલુ કામમાં વધુ ધ્યાન આપશો તો રાહુની દિનદશાથી ઓછા હૈરાન થશો. ઉતરતી ગુરૂની દિનદશા તમારાથી નાનું મોટી ચેરીટીનું કામ પૂરૂં કરાવશે. તમને મનની શાંતિ મળશે. દરરોજ ભુલ્યા વગર નસરોશ યશ્તથ ભણજો.

શુકનવંતી તા. ૧૯, ૨૨, ૨૩ ને ૨૪ છે.

With Jupiter ruling over you for six more days, you will be at peace within. You will complete works of charity as also fulfil your family’s demands. You will make wise investments. Paying attention to your current work will prove beneficial. Pray ‘Sarosh Yasht’ daily.

Lucky Dates: 19, 22, 23, 24.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ફેમિલી મેમ્બરના મદદગાર થઈને રહેશો. નાણાકીય બાબતમાં ઈનવિઝિબલ હેલ્પ મળી રહેશે. જયાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત સાથે ધન પણ મળશે. બચત કરવાથી મનને શાંતિ મળશે. વડીલ વર્ગની સેવા કરવાનો ચાન્સ મળશે. નવા કામમાં સફળતા મળી જશે. ગુરૂની કૃપા મેળવવા માટે દરરોજ નસરોશ યશ્તથ ભણજો.

શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૧ ને ૨૨ છે.

Jupiter ruling over you encourages you to be helpful towards your family and receive financial help. At work, you will earn good respect and money. Helping elderly people and saving money will give you inner peace. You will be successful in new work projects. To get Jupiter’s blessings, pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 19, 20, 21, 22.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લુ અઠવાડિયું જ શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તબિયતની ખાસ સંભાળ લેજો નહીં તો આગળ જતા પરેશાન થશો. સાંધાના દુખાવાથી પરેશાન થશો. ધનનો ખર્ચ વધી જશે. તમારા પૈસા મેળવવામાં મુશ્કેલીઓ આવશે. તમારા ખાસ મિત્રો તમારાથી દૂર થઈ જશે. સરકારી કામમાં સફળતા નહી મળે. દરરોજ ભુલ્યા વગર નમોટી હપ્તન યશ્તથ ભણજો.

શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૩ ને ૨૪ છે.

With Saturn ruling over you this week, take care of your health – especially joint pains. Expenses could rise. You may face difficulty in getting your money back and completing any legalities. Your special friend might distant themself. Pray ‘Moti Haptan Yasht’ daily.

Lucky Dates: 18, 19, 23, 24.


LIBRA | તુલા: ર.ત.

07Libra

૨૩મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે તેથી મોઢા સુધી આવેલ કામ અટકી જશે. નાના કામમાં પરેશાન થઈ જશો. નાણાકીય બાબતમાં પરેશાની આવશે. રોજબરોજના કામમાં હેરાન થશો. રાતની ઉંઘ અને દિવસની ભૂખ બન્ને ઉડી જશે. ઘરમાં વડીલ વર્ગ હશે તો તેમની સાથે મતભેદ પડશે. જોઈન્ટ પેઈન તથા પેટની ગડબડથી પરેશાન થશો. કોઈને પ્રોમિસ આપશો નહીં. દરરોજ નમોટી હપ્તન યશ્તથ ભણજો.

શુકનવંતી તા. ૨૦, ૨૧, ૨૨ ને ૨૪ છે.

Saturn ruling over you till 23rd April will cause trouble and last minute hiccups in your work. Arguments with elderly people may take place. Take care of your health as joint pain or stomach ache could occur. Avoid making promises. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’ daily.

Lucky Dates: 20, 21, 22, 24.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

૧૭મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા બધાજ કામ વીજળીવેગે પૂરા કરી શકશો. બુધ્ધિનો ઉપયોગ કરી નાણા મેળવવાનો સીધો રસ્તો ગોતી લેશો. નવા મિત્રો મળશે. સોશિયલ કામો કરવાના મળે તો મૂકતા નહીં. નાણાકીય મુશ્કેલી નહીં આવે. નોકરી કરનાર વર્ગને ઈન્ક્રીમેન્ટ મળી રહેશે. નવા કામની શરૂઆત કરી શકશો. દરરોજ નમહેર નીઆએશથ ભણજો.

શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૨ ને ૨૩ છે.

As Mercury rules over you till April 17th, you will complete your work at lightning speed! Your intelligence will help discover ways to earn well and make new friends. Participate in social work if the opportunity arises. All well on the financial front and an increment is indicated for working people and some may even get to start new work. Pray ‘Meher Niyaish’ daily.

Lucky Dates: 18, 19, 22, 23.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

પહેલા ત્રણ દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી કોઈ પણ ડિસીઝન ઉતાવળમાં લેતા નહીં. ઉતરતી મંગળની દિનદશા ભાઈ-બહેન સાથે મતભેદ વધારી દેશે. ઘરવાળા સાથે મનની વાત કહેવાથી તમારી કદર નહીં થાય. બાકી ૨૧મીથી બુધની દિનદશા તમારી બુધ્ધિના બળ વધારી દેશે. શાંતિથી ડિસિઝન લેજો. હાલમાં નતીર યશ્તથની સાથે નમહેરની આએશથ ભણજો.

શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૩ ને ૨૪ છે.

With Mars ruling you for three more days, you’re advised to think twice before making decisions. Siblings may get agitated and show disrespect during family discussions. From 21st, Mercury takes over, providing greater intelligence. Pray ‘Tir Yasht’ and ‘Meher Niyaish’.

Lucky Dates: 21, 22, 23, 24.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા ૬ દિવસ જ શીતળ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી આપેલા પ્રોમીશને પહેલા પૂરા કરી લેજો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. ૨૩મીથી ૨૮ દિવસ માટે મંગળની દિનદશા તમને ચિડિયા સ્વભાવના બનાવી દેશે. તમારૂં મન અશાંત થઈ જશે. મંગળ તમારા પોઝિટિવ વિચારને નેગેટિવ બનાવી દેશે. નયા બેસ્તરનાથ ૧૦૧વાર ભણી લીધા પછી નતીર યશ્તથ ભણજો.

શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૦ને ૨૪ છે.

As the Moon rules over you for another six days, try to live up to your promises. You will fulfil your family’s needs. From April 23rd, Mars takes over for 28 days causing anger and pessimism. Pray ‘Ya Beshtarna’ 101 times and later ‘Tir Yasht’.

Lucky Dates: 18, 19, 20, 24.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

૨૩મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી નાની મોટી મુસાફરીનો પ્લાન બનાવશો. ફેમિલી મેમ્બરને આનંદમાં રાખવામાં સફળ થશો. જે પણ કામ કરતા હશો તે કામ પૂરૂ કરશો સાથે ઉપરી વર્ગ તરફથી માન પણ મેળવશો. તબિયતની અંદર સારા સારી રહેશે. ઓપોઝિટ સેકસની સાથે વધુ સારા સારી રહેશે. કોઈ સારા સમાચાર મળી જશે. હાલમાં ૧૦૧ નામમાંથી ૩૪મું નામ નયા બેસ્તરનાથ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩ છે.

Long trips and family happiness is what the ruling Moon indicates. You will complete your work and earn respect from seniors at work. Health will be fine and you will share a good rapport with the opposite gender. Good news awaits you! From the 101 names, pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 20, 21, 22, 23.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

૬ઠ્ઠી એપ્રિલ સુધી સૂર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમને દરેક કામમાં કંટાળો આવશે. સરકારી કામ કરતા હો તો તેમાં તમારી નાની ભૂલ તમને વધુ તકલીફ આપશે. કોઈપણ જાતના સહી-સિક્કાના કામો કરવાની ભૂલ કરતા નહીં. અગત્યના ડિસિઝન ૬ઠ્ઠી પછી લેજો. ઘરમાં વડીલ વર્ગની સાથે મતભેદ પડવાના ચાન્સ છે. સૂર્યના ઉતાપાને ઓછો કરવા ૯૬મું નામ નયા રયોમંદથ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૧ ને ૨૪ છે.

Sun rules over you till 6th of April bringing in a sense of annoyance within you. Pay attention to legalities though it’s best to steer clear. Take important decisions after April 6th. Arguments with elderly people indicated. To soothe the Sun, pray the 96th name ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 18, 19, 21, 24.

.

Leave a Reply

*