Your Moonsign Janam Rashi This Week –
8th April , 2017– 14th April, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા છ દિવસજ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઘરવાળાઓની ઈચ્છા પહેલા પૂરી કરી દેજો. પ્રેમી-પ્રેમિકાઓમાં પ્રેમ વધી જશે. 13મી થી 20 દિવસની સૂર્યની દિનદશા તમારા વિચારો બદલી નાખશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. શુક્રની ઉતરતી દિનદશાને લીધે ધનની કમી નહીં આવે. છ દિવસમાં બચત કરી લેજો. મિત્રોથી સારા સારી રાખજો. રોજના કામમાં 13મી સુધી મુશ્કેલીઓ નહીં આવે. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

With Venus ruling over you for six more days, try to fulfil the wishes of your family. Love in relationships will increase. From 13th, the Sun takes over for 20 days altering your thoughts and could instigate anger. Legal works could face obstacles. With Venus’ blessings, finances seems stable. Save money over the next six days. Maintain good relations with friends. Routine works will flow smoothly till 13th April. Pray ‘Behram Yazad’.

Lucky Dates: 8, 9, 12, 13.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

13મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે જે વસ્તુ ધારશો તે મેળવીને રહેશો. શુક્ર ડબલ ખુશી આપશે. જે વ્યક્તિને યાદ કરતા હશો તે અચાનક મળી જશે. નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. ધન ખર્ચ કરવામાં કસર નહીં કરો જેટલો ખર્ચ કરશો એટલું કમાઈ લેશો. મનને શાંત રાખી કામ કરતા સફળતા મળશે. ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 11, 12 ને 14 છે.

With Venus ruling over you till 13th May, you will achieve what you intend to. Venus blesses you with happiness. The person you miss will appear. Though you may spend excessively, there will be no financial trouble. Being peaceful at work will help gain success. Travel is on the cards. Pray ‘Behram Yazad’ daily.

Lucky Dates: 10, 11, 12, 14.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમારી રાશિના માલિક બુધના પરમમિત્ર શુકન્રી દિનદશા લાંબા સમય સુધી ચાલશે. તેથી 14મી જૂન સુધી તમારા કામનો બદલો મળી જશે. જે પણ ડિસિઝન લેશો તેમાં તમારી સાથે બીજાનું ભલું થાય તેવા કામ કરશો. કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. શુક્રની કૃપા ભરપૂર રહેશે. કામ કરતા પહેલા ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 8, 9, 10, 13 છે.

Venus is ruling over you. You will reap the benefits of hard work by 14th June. Your decisions will benefit others too. Promotions at work on the cards. Before starting work, pray ‘Behram Yazad’.

Lucky Dates: 8, 9, 10, 13.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

ચોથી મે સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા સાંધા કામ પણ સહેલાઈથી નહીં કરી શકો. દરેક કામમાં તકલીફ થશે. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. રાહુ તમને ખોટા વિચારોથી પરેશાન કરશે. જે પણ પ્લાન બનાવશો તેમાં સેટીસફાઈડ નહીં થઈ શકો. સાચુ બોલવાથી પરેશાન થાો. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

Since Rahu rules over you till 4th May, you won’t be able to do your work meticulously. Health issues and troubling thoughts might occur. Your plans will not work to your satisfaction. Your honesty might get you into trouble. To pacify Rahu, pray ‘Mahabokhtar Niyaish’.

Lucky Dates: 10, 11, 12, 13.


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેમાંપણ તમારી રાશિમાં ચંદ્ર હોવાથી બધાજ કામો મન લગાવીને કરી શકશો. તમારા કામ જલ્દી પૂરા થાય તેવા પ્લાન બનવાજો. બીજાની વાત સાંભળશો પણ કરશો તમને જે સાચું લાગશે તેજ. ઘરની વ્યક્તિના મદદગાર બની રહેશો. ધનની કમી નહીં આવે. નાનુ ચેરિટીનું કામ પણ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ભરવાનું ભુલશો નહીં. શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.

શુકનવંતી તા. 1, 2, 4 ને 7 છે.

With Jupiter ruling over you till 21st April, you will complete all your tasks religiously. Plan on the completion of your work. You will consider people’s advice but will follow your heart. You will be helpful to your family and finances look stable. You will be involved in charitable work. Pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 8, 9, 12, 14.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા  હાથથી ધર્મ કે ચેરિટીની કામો થશે. બીજાને મદદ કરી શકશો. તબિયતમાં સુધારો થશે. મનગમતી વ્યક્તિ મળી જશે. ગુરૂની કૃપાથી જયાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત મળી જશે. જે કઈ કમાશો તેમાંથી બચત જરૂર કરજો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.

With Jupiter ruling over you till 22nd May, you will be involved more in religious and charitable work. Health will be fine. You will find your desired partner. With the blessings of Jupiter, you will earn respect at work. Finance will be secure, make investments wisely. Pray ‘Sarosh Yasht’ daily.

Lucky Dates: 10, 11, 13, 14.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં તમને જરા પણ ઈનટરેસ્ટ નહીં રહે જે કામ કરશો તેમાં કંટાળો આવશે. તમારી નાની ભૂલ બીજાને પહાડ જેવી લાગશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. ધણી ધણીયાણક્ષમાં મતભેદ પડતા જશે. તમારા મનની વાત મનમાં રહી જશે. સાંધાના દુખાવાથી પરેશાન થશો. ઘરની વ્યક્તિને નારાજ કરવા ન માંગતા હો તો દરરોજ ‘મોટી હપ્તનયાશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

With Saturn ruling over you, work will not be of interest and lethargy could take over. People will magnify small faults. Expenses could increase and misunderstandings amongst spouses are possible. You won’t be able to express your feelings and joint pains may trouble you. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 8, 9, 12, 13.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી  બુધની દિનદશા ચાલશે તેથી બુધ્ધિ વાપરી તમારા દુશ્મનોને હરાવી દેશો. ફાયદાની વાત પર વધુ ધ્યાન આપશો. બચત કરવામાં સફળ થશો. કામમાં જશ મળશે. વધુ કામ કરીને એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. આપેલા પ્રોમિસ પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 10, 11, 14 છે.

Mercury rules over you till 17th April. Use your intelligence to vanquish your enemies. Pay attention to elements that profit you. Victory at the workplace. Work a little harder and you will earn well. Live up to your promises. Pray ‘Meher Niyaish’ daily.

Lucky Dates: 8, 10, 11, 14.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને બુધની દિનદશા 18મી મે સુધી ચાલશે તેથી કંઈ નવું કામ કરતા સફળતા મળશે. ફેમિલી મેમ્બર તમારી સલાહ લઈ મુશ્કેલીઓ દૂર કરશે. જૂના ઈનવેસ્ટમેન્ટને બીજી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. વધુ ધન મેળવવા ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

With Mercury ruling over you till 18th May, you will be successful in new ventures. Your advice will help your family. Allocate old investments in new ventures. You will purchase new household things. Good news from abroad expected. Pray ‘Meher Niyaish’ daily.

Lucky Dates: 8, 9, 12, 13.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી વાહન સંભાળીને ચલાવજો. નાની બાબતમાં મગજ ગરમ થઈ જશે. પ્રેશર વધવાના ચાન્સ છે. તમારા પ્રેમમાં જે વ્યક્તિ હશે તે તમને સમજી નહીં શકે. ભાઈ બહેનો સાથે મતભેદ થશે. કામમાં જશ નહીં મળે. તબિયતની ખાસ સંભાળ રાખજો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.

With Mars ruling over you till 21st April, driving safe is advised. Small thing could irritate you and healthwise, high pressure is indicated. Misunderstandings with your partner and siblings may happen. Take care of your health. Pray ‘Tir Yasht’ daily.

Lucky Dates: 9, 10, 11, 14.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી જે પણ ડિસિઝન લેશો તેમાં ફેરફાર નહીં કરો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. તમારાથી નારાજ થયેલી વ્યક્તિને પોતાની ભૂલ સમજાઈ જશે. કામમાં મનલગાવીને કામ કરી શકશો. ઘરવાળાને પૂરેપૂરો સાથ આપશો. અપોઝિટ સેકસનો સાથ મળી જશે. 34મું ના ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 8, 10, 12, 14 છે.

With the Moon ruling over you till 23rd April, you will not change decisions. Travel indicated. The person upset with you will realise his/her mistake. You will complete your tasks attentively. You will support your family and people of opposite gender will support you. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 8, 10, 12, 14.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી તમને ચંદ્રની દિનદશા ચાલશે. ગામ પરગામ જવાનો મોકો મળી જશે. ઘરની વ્યક્તિનો સાથ મળી જશે. ઘરમાં કંઈ કામ કરી શકશો. અટકેલા કામ ફરી ચાલુ કરવા જેનો સાથ જોઈશે તે મળી જશે તેને તમારા મનની વાત કહી દેજો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવવામાં સફળ થશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભરજો.

શુકનવંતી તા. 9, 10, 11 ને 13 છે.

Moon rules over you till 24th May, indicating travel opportunities. Your family will support you. To get earlier works restarted, you will get the support of the necessary person(s) – open up to them. You will purchase new household things. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 9, 10, 11, 13.

.

Leave a Reply

*