શિરીન

‘કદી પણ ડરબી કાસલ યા તો તેની આસપાસની જમીન પર આવતો ના કારણ ફિરોઝ ફ્રેઝરે તુંને પોલીસમાં પકડાવી આપવાનાં સોગંદ લીધાછ.’

‘પણ…પણ કાંય શિરીન, મેં શું એનું બગાડયું?’

પછી શિરીન વોર્ડને તે આખી કહાણી દુખી જીવે પોતાનાં ભાઈને કહી સંભળાવી. પહેલાથી તે આખર સુધીની સઘળી જ બીના તેણીએ જણાવી નાખી કે તે સાંભળતા કેરસી વોર્ડને મનથી અરેબિયન નાઈટસની એક કથા તરીકે જ લાગી આવી.

તે કહાણીનો છેલ્લો ભાગ સાંભળવા તે જવાને ઉશ્કેરાઈ જઈ પોતાની મીઠી હમશીરનાં હાથો આભારની લાગણી સાથ પકડી લીધા.

‘શિરીન, મારી મીઠી શિરીન, તારી આબરૂના ભોગે ત્યારે તે મને તે રાતે બચાવ્યો હતો. મારી હમેશની સ્વભોગી શિરીન, તારો ઉપકાર હું કેમ વાળી આપશ?’

‘ફકત એકજ રીતે કેરસી, ને તે નવી જિંદગી શરૂ કરી તે નીચ કામોને તરછોડી, તારાં જીવનનો નવો સફો શરૂ કરી નાખ.’

‘વારૂં શિરીન ફકત તારે…તારે ખાતર જ હું કોશિષ કરશ.’

‘આજે રાત્રે તું કયાં સુસે?’

તે નિર્દોષ સવાલ પર તે કમનસીબ ભાઈ કઠોરતાથી હસી પડયો.

‘ફકત ઉપર દેખાતું આસમાન તે મારૂં છાપરૂં છે, શિરીન.’

‘નહીં…નહીં કેરસી, એમ કેમ બને? હું …હું તુંને મારા ગુરૂજી આગળ લઈ જાવ. તે ‘દુખ્યારાઓનું મંદિર તું ને આશરો આપી શકશે.’

‘એ…એ ગુરૂજી મને પકડાવી તો નહીં આપે?’

‘નહીં, કદી પણ નહીં, કેરસી.’

‘પણ એ ગુરૂજી મારા જેવા એક ચોરને આશરો આપી શકશે, શિરીન?’

‘જરૂર જ કેરસી, ને તે મંદીરમાં ગુરૂજીના આશરા હેઠળ તું સહિસલામત રહી, તારૂં નવું જીવન શરૂ કરી શકશે.’

ઝળકતું થવા આવ્યું હતું કે તે કમનસીબ ભાઈ બેનની જોડી ધપકતાં જીગર સાથ ‘ડરબી કાસલ’ની તે વિશાળ લોન છોડી જઈ, તે ટેકરી પર આવેલા મંદીર તરફ વિદાય થઈ ગઈ.

ઘણે દિવસે ફરી તે સંત પુરૂષે શિરીન વોર્ડનને કોઈ ભમતા જેવા જવાન સાથ આવતાં જોઈ અચરત પામી જઈ, પછી તેમને મમતાથી પૂછી લીધું.

‘બેટી, હજી તારી દુનિયા સુખીજ છે?’

ને તેનાં જવાબમાં તે દુ:ખી બાળાએ તેમનાં પગ આગળ ફસડાઈ પડતાં જણાવી દીધુું.

‘ગુરૂજી, ફરી ઘણીજ દુ:ખી મારી દુનિયા બની ગઈછ.’

અને પછી પોતાનું જીગર ખાલી કરી શિરીન વોર્ડને તે રાતે બનેલો આખો બનાવ તે સંત પુરૂષને કહી સંભળાવી પોતાનાં ભાઈની ઓળખાન કરાવી નાખી, ઉશ્કેરાટથી બોલી પડી.

‘ગુરૂજી, તમો મારા કમનસીબ ભઈને આશરો આપી શકશો?’

‘મારી બેટી, આશરો આપવાવાળો તો ઉપર બેઠેલો તે પિતા છે, જ્યારે હમો તો ફકત તેના ચેલા છીએ ને અલબત્ત આ દુ:ખીઓનું મંદીર સદાકાળ સર્વ દુ:ખી જીવો માટે હમેશ ખુલ્લુ રહેશે.’

‘ઓ ગુરૂજી…ગુરૂજી, તમારો આભાર હું કયા બોલોમાં માની શકું? જો તમો મારા દુ:ખી જીવનમાં મને સધ્યારો આપવા હૈયાત નહી હતે તો નકકી જ હું મારી જિંદગીનો અંત લાવી દેતે.’

તે નાદાન બાળાનાં બોલો પર તે સંત પુરૂષે પોતાનું શીર લાચારીથી ધુણાવી નાખી કહી સંભળાવ્યું.

‘જેમ રાત અને દિવસ, ભરતી અને ઓટ, ગુલાબ અને કાંટો હમેશના સાથેના સાથેજ હોય છે, તેજ મુજબ મારી બેટી, સુખ અને દુ:ખ પણ હમેશનું સાથે

વીંટળાયેલું જ રહી શકેછ.’

પછી પોતાના ભાઈને ઘણું ઘણું મળી ભેટી તેને ગુરૂજીના હાથોમાં સલામત સોંપી, રાત પડી અંધારૂ થતાં શિરીન વોર્ડન ‘ડરબી કાસલ’ તરફ ઉતાવળે પગલે રવાના થઈ ગઈ.

ને ત્યારે કેરસી વોર્ડને હાલ તુરત એક ચોર તરીકે પોતાને ભરાવા છુપાવા તે મંદીરનો આશરો લઈ લીધો.

અફસોસ, કોણ માબાપનો ને કયાં ખાનદાનનો તે નબીરો આજે આવા સંજોગને આધિન થયો હતો! ફિરોઝ ફ્રેઝર અને મોલી કામાનાં એન્ગેજમેન્ટને પણ વચ્ચે એક આખો મહિનો પસાર થઈ ગયો કે તે દરમિયાન ‘ડરબી કાસલ’માં ઘણા અગત્યના બનાવો બની ગયા.

(વધુ આવતા અંકે)

About અરના હોમી પેસીના

Leave a Reply

*