Your Moonsign Janam Rashi This Week –
3rd June, 2017 – 9th June, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ડીસીઝન સારી રીતે લઈ શકશો. ભવિષ્યનો પ્લાન બનાવી આગળ વધજો. ચંદ્રની કૃપાથી નાની મુસાફરીનો ચાન્સ છે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરશો. મનની વાત જેને સમજાવવા માગતા હશો તેને સમજાવી શકશો. બચત કરી રોકાણ કરી શકશો. ચાલુ કામમાં ધનલાભ મળતા રહેશે. ચંદ્રની કૃપા મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Lucky Dates: 3, 4, 5, 6.

With the Moon ruling over, you will be in a position to take good and sound decisions.  Make future plans ready before surging ahead. Outings and picnics are on the cards. You will be able to fulfill demands of your family members. You will be in a position to convince people. Try to make some savings and invest it in good place. Regular money flow will make you happy. Pray the 34th name ‘Ya Beshtarna 101 times.

.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

લાંબો સમય ચાલે તેવા ચંદ્રની દિનદશા કાલથી શરૂ થશે તેથી આજના દિવસે મગજને ગરમ થવા દેતા નહીં. વડીલ વર્ગ સાથે બોલાચાલીમાં પડતા નહીં. કાલથી 50 દિવસ તમે તમારા કામની અરેન્જમેન્ટ બદલી નાખશો. અટકેલા કામો ફરી ચાલુ કરવા માગશો તો ચાલુ કરી શકશો. નવી વ્યક્તિ મળવાથી આનંદમાં આવી જશો. સરકારી કામની તકલીફમાંથી મુક્તિ મેળવશો. ચાલુ ભણતરની સાથે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 4, 7, 8, 9 છે.

Lucky Dates: 4, 7, 8, 9.

Moon will start ruling over you from tommorrow onwards for a very long period of time, so don’t loose your patience today. Don’t get into arguments with elders in the family. For the 50 days from tomorrow try to change your work arrangements. If you are willing to start your pending work, do it during this period. Meeting new person will make you happy. You will get rid of Government related work. Pray 34th name ‘Ya Beshtarna ‘ 101 times.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. અપોઝિટ સેકસ સાથે સારા સારી રાખી અધૂરા કામ પૂરા કરાવી લેજો. તમારી મનગમતી વસ્તુ લેવા માગતા હો તો આ અઠવાડિયામાં લઈ લેજો. મોજશોખ ઉપર કાબુ નહીં રહે. ખર્ચ ઓછો કરવાની જગ્યાએ વધુ થશે પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઘરવાળાનો સાથ સહકાર મેળવવા માટે ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 5, 6 ને 8 છે.

Lucky Dates: 3, 5, 6, 8.

Till 16th July, Venus will be rulling over you. Have a cordial relations with opposite gender and get the things  done. If you are planning to buy certain thing, do it during this week. Luxuries, parties and shoppings are some things which will get prominence in your life currently. Even if you try to curb expenditure it will rise. But money flow seems to be good. To get cooperation from family members pray ‘Beheram Yazad’.

.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

15મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. તમે બીજાના મદદગાર થઈને રહેશો. શુક્રની કૃપાથી ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ કરવો પડશે. નવા મિત્રો બનાવી શકશો. જીવનસાથી મેળવવા માગતા હો તો મળી જશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 7 ને 9 છે.

Lucky Dates: 3, 4, 7, 9.

Rahu will rule you till 15th July, so good intentions of yours will be fulfilled. You will be helpful to others. With the blessings of Venus, you will get opportunities to travel. Money will easily come to you, but expenses too will increase. You will  make new friends. If you are trying to find life partner, chances are there that your search is about to come to a happy ending. To get more blessings from Venus don’t forget to Pray ‘Behram Yazad’ daily.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમારે આજનો દિવસજ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. કોઈ વ્યક્તિ સમજ્યા વગર તમારી સાથે ઝગડો કરશે. આવતી કાલથી શુક્રની 50 દિવસની દિનદશા તમને ભરપુર સુખ આપશે. તમારૂં મગજ ખોટા વિચારોથી બહાર નીકળી શકશે. નાણાકીય બાબતમાં શાંતિ આવશે. તમારા કામનો બદલો મળી રહે તે માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 8 છે.

Lucky Dates: 4, 5, 6, 8.

Today is the last day of Rahu ruling over you, so there are chances of somebody unknowingly will fight with you. From tommorrow, Venus will start rulling over you for next 50 days and this will give you happiness in abundance. Unnecessary thought will not occupy your mind, Ease in money matters is on the cards. To get the returns of your work  pray ‘Mahabokhtar Niyaish’ daily.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમને ખોટા વિચારો આવતા રહેશે. બીજાનું સારૂ કરવા છતાં તમને જશ નહીં મળે. કોઈને તમારી સલાહ નહીં ગમે. નાણાકીય બાબતમાં હાથ તંગ રહેશે. રાહુને કારણે તબિયત બગડવાના ચાન્સ છે. શરદી ખાસીથી સંભાળજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.

Lucky Dates: 3, 4, 7, 8.

Rahu will rule you till 5th July, so negative thoughts will cloud your mind. After doing something good for somebody, you will not get the credit. People might not like your advice. Monetary constraints might hamper you. Take care of your health. Cough and cold might trouble you. Pray ‘Mahabokhtar Niyaish’.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂ જેવા જ્ઞાની ગ્રહની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા બધાજ કામો તમે સમજાવી પતાવીને કરવામાં માનશો. ધન મેળવવા માટે થોડી ઘણી મહેનત કરશો તો મળી જશે. સાથે કામ કરનારનો સાથ મળી જશે. ફેમિલીમાં કોઈ સાથે મતભેદ પડેલા હશે તો દૂર થઈ જશે. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 5, 6, 9 છે.

Lucky Dates: 3, 4, 7, 8.

Rahu will rule you till 5th July, so negative thoughts will cloud your mind. After doing something good for somebody, you will not get the credit. People might not like your advice. Monetary constraints might hamper you. Take care of your health. Cough and cold might trouble you. Pray ‘Mahabokhtar Niyaish’.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમારી રાશિના માલિક મંગળના પરમમિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 23મી જુલાઈ સુધીમાં તમારા અવળા પાસાબી સીધા થઈ જશે. નાના ધન લાભ મેળવવામાં મુશ્કેલી નહીં આવે. અડોશપડોશ કે વડીલ વર્ગની સેવા કરવાથી તેમની ભલી દુવાઓ મળશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. જરૂરિયાતમંદને અનાજ દાન કરવાથી સારૂં ફળ મેળવશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા.  4, 7, 8, 9 છે.

Lucky Dates: 4, 7, 8, 9.

With Saturn ruling you, everything will fall in place till 23rd July. You will get small little monetary gains. You will gain blessings as well by helping neighbours or elderly people around you. You wil not face any financial problems. Give food grains to needy person, it will give you good return. Pray ‘Sarosh Yasht’ daily.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ છે તેમાં શનિ હાલમાં તમારી રાશિમાં હોવાથી તબિયત ઉપર ધ્યાન આપજો. અલગ અલગ ડોકટરના ઓપિનિયન લેજો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નથી. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. ઘરમાં મતભેદ પડવાના ચાન્સ છે. બહાર તમને માન નહીં મળે તેવી સ્થિતિ છે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

Lucky Dates: 4, 5, 6, 7

With Saturn rulling over, take care of your health. Take opinion from different doctors. Don’t buy new things for home. Saturn will make you bit lazy. Family disputes are on the cards. You might not get due respect outside due to current situation. Pray ‘Moti Haptan Yasht’ without fail.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં રોજ પ્લાન બનાવીને કામ પૂરા કરજો. હિસાબી કામ માટે સમય નહીં બગાડતા. બુધની કૃપાથી તમે મીઠી જબાન વાપરી બીજા પાસે તમારા અધુરા કામ પૂરા કરાવશો. ધનની છૂટછાટ હોય તો ઈનવેસ્ટમેન્ટ જરૂર કરજો. રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 3, 5, 6, 8 છે.

Lucky Dates: 3, 5, 6, 8.

With Mercury ruling over you till 18th July, try to make daily plans and get things done. Don’t waste your time in clerical and accounting work. You will be able to get work done with sweet talking and your genuienity. If you have extra money on your hand, invest it.  Pray ‘Meher Niyaish’ daily.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી  તમે તમારા બનાવેલા પ્લાન પ્રમાણે સારી રીતે કામ કરી શકશો. તમારા દુશ્મન તમને પરેશાન કરશે તો તે તેમની જ જાળમાં ફસાઈ જશે. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. નાની મોટી પાર્ટીનું આયોજન કરી શકશો. ધનની ચિંતા નહીં આવે. દરરોજ  ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 8, 9 છે.

Lucky Dates: 3, 4, 8, 9.

With Mercury ruling, you will be able to execute your plans very well. If your enemy tries to trouble you, it will be he/she who will get in trouble. Health will be very good. You will be in a postion to organize small party. Money looks good. Pray ‘Meher Niyaish’ daily.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

મંગળની દિનદશા ચાલુ હોવાથી 23મી જૂન સુધી તમારા મગજનો પારો ઉપર રહેશે. ઘરવાળા કે મિત્રની સાથે નાની બાબતમાં ઝગડો થાય તેવા ગ્રહો છે. કોઈ ખોટી લાલચ આપી ફસાવી નહીં જાય તેનું ધ્યાન રાખજો. ઘરમાં નાનું મોટું રિપેરિંગ કામ કરવા માગતા હો તો  23મી જૂન સુધી  પ્લાન બનાવતા નહીં. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

 Lucky Dates: 4, 5, 6, 7

With Mars rulling over you till 23rd July, your temper will be very hot. Small things will get worst and quarrel with family members and friends is possible. Stay alert and don’t get fooled by someone who is trying to tempt you.Don’t  plan any repair or renovation work at home till 23rd Jun.  Pray ‘Tir Yasht’ daily.

 

.

Leave a Reply

*