‘જીયો પારસી’ ઝુંબેશ જાહેરાતનો અસરકારક રીતે પ્રથમ તબકકો પૂર્ણ થયો છે. ભારત સરકાર પારસી વસતી વધારા માટે 29મી જુલાઈ 2017ને દિને બીજો તબકકો શરૂ કરી રહી છે. જેનું ઉદ્ઘાટન લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર, અબ્બાસ નકવી દ્વારા કરવામાં આવશે.
જાહેરાતનો બીજો તબકકો મડિસન વર્લ્ડના સામ બલસારા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેઓ કાઉન્સેલિંગ અને લોકોમાં જાગૃતતા કેમ લાવવી તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરશે.
કાર્યક્રમના કો-ઓર્ડિનેટર ડો. કેટી ગણદેવ્યા સ્પષ્ટતા કરતા કહે છે કે તેઓ દરેક પરણેલા પારસી કપલ જેઓ બાળક ચાહે છે તેઓને મદદ કરતા અનંત પ્રયત્નો ચાલુ રહેશે અને આ જુંબેશ જાહેરાતને તેઓ સજીવન રાખવા માંગે છે અને એમને ખાતરી છે કે નવી ઝુંબેશને જબરદસ્ત પ્રતિસાદ મળશે.
2013માં શરૂ કરાયેલી જીયો પારસી ઝુંબેશે સતત પારસી યુગલોને સલાહ અને તબીબી સારવાર પૂરી પાડવાનું ચાલુ રાખ્યું છે. અને છેલ્લા 3 વર્ષમાં 20% પારસી સમુદાય જન્મદરનો વધારો થયો છે. સમુદાયમાં 101નવા બાળકોનું આગમન થયું છે.
સમગ્ર ભારતમાં પારઝોર ફાઉન્ડેશન, બોમ્બે પારસી પંચાયત અને સ્થાનિક અંજુમનની મદદથી વિવિધ સ્તરોમાં જાગૃતતા પેદા થઈ છે.
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024