ઓફિસની પાર્ટી થયા પછી સાગર ઘરે જતો હતો. પાર્ટી રાત્રે 12.30વાગ્યા સુધી ચાલી હતી. સાગર બે બીયર પીને ટુન થઈ ગયો હતો. ડીજે એકદમ મસ્ત હતો. સાગરને આજે નિશા સાથે ડાન્સ કરવા મળ્યો હતો તેના લીધે તે આજે આજે હવામાં ઝૂમી રહ્યો હતો.
નીતિન: મને લાગે છે બીયર તને ચઢી ગઈ છે, તું કહે તો તને ઘરે છોડી દઉં.?
સાગર: થેન્કયુ દોસ્ત, મને કયારે પણ બીયર ચઢતી નથી. ખાલી મારૂં માથું ભારી છે, અને મારી પલ્સર જે મને હવામાં ઉડાવીને લઈ જશે.
નીતિન: સંભાળીને ઘરે જા નહીં તો સાચેજ હવામાં ઉડી જશે.
સાગરે કીક મારી, પાર્ટીનું રેસ્ટોરન્ટ પુણેથી બહાર હતું. સરસ ઠંડો પવન છૂટયો હતો. સાગરે શોર્ટકર્ટથી જવાનું વિચાર્યુ. ગાડી ચલાવતા તેને ઠંડી લાગતી હતી. આજુબાજુમાં બધું શાંત હતું. રસ્તા પર કોઈપણ નહોતું. અચાનક એક મોટા ખાડામાંથી જતા એકદમ હેન્ડલ વળી જવાથી તે એક ઝાડ સાથે અથડાઈ ગયો અને ત્યાંજ પડી ગયો.
ઘણા સમય પછી તેને હોશ આવ્યો માથામાં લાગવાથી એને ઘણોજ દુ:ખાવો થતો હતો. માથાને હાથ લગાડતા લોહી લાગ્યું. એનું ધ્યાન બાજુમાં પડેલા માણસ તરફ ગયું તે તેની નજીક ગયો અને જોયું તો તે માણસનો ચહેરો તેના જેવો જ હતો અને તેને પણ માથામાં જખમ થઈ હતી. સાગરે ગભરાઈને જોરમાં બૂમ પાડી.
પાછળથી ત્રણ ચાર માણસના હસવાનો અવાજ આવ્યો તેણે પાછળ ફરીને જોયું તો બધા નિર્જીવ દેખાતા હતા.
એક માણસ: એ તું જ છે અને એ તારૂં પ્રેત છે અને તું આત્મા…
સાગર: શું કહો છો. હું તો જીવતો છું.
એક માણસ: મીર પેલી ગાડીને સ્ટેન્ડ પર લગાવ.
મીર પોતાની જગ્યાએ બેસી પોતાનો હાથ 30 ફૂટ લાંબો કરે છે અને ગાડી સરખી મૂકે છે.
સાગર તે જોઈ રડવા માંડે છે.
સાગર: મારી મમ્મી કહેતી હતી ટૂ વ્હીલર લઈને નહીં જા. નીતિન મને ઘરે મૂકવા આવવાનો હતો. પણ હું આ શું કરી બેઠો? મારા માય-બાપનું શું થશે?
પહેલો માણસ: મારૂં નામ સંજય, મીર અહીંનો જૂનો રહેવાસી છે. ચાલ ઉઠ હવે
જે થઈ ગયું તેને કોઈ બદલી ન શકે.
સંજય: ચાલ અમારી સાથે અહીં એકલો રહેશે તો તને ત્રાસ થશે.
સાગર: પણ મારૂં માથુ હજુ કેમ દુ:ખે છે અને આ હવા ઠંડી કેમ લાગે છે?
સંજય: એને અમે જીવંત માણસ સિન્ડ્રોમ કહીએ છીએ. તને હમણાં ફીલ થશે.
મીર: થોડીવાર પછી બધું હલકુ હલકુ થઈ જશે.
પાછળથી અવાજ આવે છે ભાગી જા અહીંથી, ભાગીજા….
સાગર: તે એમ કેમ કહે છે
સંજય: એનું નામ સ્વપ્નીલ છે, બે દિવસ પહેલા જ મર્યો છે એટલે…
સંજય: તને અમારી દુનિયાની વાતો કહુ તો અમારી દુનિયા કંઈ ખરાબ નથી અહીં કોઈને કોઈ જાતનું ટેન્શન નથી.ભૂખ નથી લાગતી, કપડાં નથી જોઈતા, ઘર નથી જોઈતું, મર્યા પછી ફ્રી…
સંજય: અમે તને અમારી ગેન્ગમાં લઈએ છીએ અને ઉડીને આગળ પર્વત તરફ જાય છે.
સાગર બાજુમાં એક છોકરીને બેસેલી જોય છે.
સાગર: તમે કોણ છો અને અહીં કેમ?
છોકરી: હું સવિતા, પણ તમને અહીં કોણ લાવ્યું
સાગર: સંજય અને મીર.
સવિતા: હા, એ ઘણા લોકોને લાવે છે મેમ્બર બનાવીને… હું પણ મેમ્બર છું. અહીં પર્વત પરથી કૂદકો મારીને જ આપણે મેમ્બર બની શકીયે છીએ. એમ કહી તે ગાયબ થઈ જાય છે.
સંજય અને મીર બન્ને સ્વપ્નીલને લઈને ત્યાં આવે છે.
હવે સંજય અને મીર પર્વત પરથી હવામાં કૂદે છે અને પાછા આવી જાય છે. તે સાગરને પણ પોતાની સાથે કૂદવા કહે છે
સાગર: મને બીક લાગે છે.
સંજય: એમ કરીએ કે આપણે ત્રણે સાથે કૂદીએ, તારો ડર જવો જરૂરી છે. ત્રણે જણા દૂર સુધી જાય છે.
સંજય: હવે આપણે અહીંથી જોરમાં દોડશું અને 1-2-3 કરી સાથે કૂદી મારશું.
ત્રણે દોડવાની શરૂઆત કરે છે.
સાગરને વચમાં પત્થર આવતા તે પડી જાય છે. પાછળથી સ્વપ્નીલ એને થોભવા કહે છે.
સ્વપ્નીલ: સાગર તારા ઘૂંટણમાંથી લોહી આવે છે. એકવાર મરી ગયા પછી પાછું લોહી આવતું નથી આ લોકો તને ફસાવે છે. તું જીવતો છે ભાગ અહીંથી..
તેટલામાં મીર અને સંજય બન્ને જોય છે. સંજય: મીર, તે સ્વપ્નીલને તારાથી દૂર કેમ થવા દીધો.. સાગર એ તને ખોટું બોલે છે. (પણ સાગર સાંભળતો નથી અને ભાગતો રહે છે.)
મીર: બૂમ પાડીને કહે છે સાગર, આ જીવનમાં ફકત યાતના છે. મર્યા પછી કોઈપણ જાતની યાતના કે તકલીફ થતી નથી અમે તને બધા દુ:ખોમાંથી મુક્તિ આપીશું.
સ્વપ્નીલ: તું ભાગીને રોડ તરફ જા.. જ્યાં સુધી તને જીવવું છે આ લોકો તારૂં કઈ નહીં બગાડી શકે. હું તને રોડ પર મળુ છું. (સાગર દોડતાં દોડતાં રોડ પર પહોંચે છે તે ખૂબ થાકી જાય છે.)
સ્વપ્નીલ: સાગર તું બચી ગયો આજે.
સાગર: પણ મારી ડેડે બોડી કયાંથી આવી?
સ્વપ્નીલ: એ લોકોએ ભાસ નિર્માણ કર્યો હતો. મને પણ એમજ ફસાવ્યો હતો. મારો પણ આપઘાત થયો હતો. હું જીવતો હતો પણ આ લોકોના લીધે મેં પેલા પર્વત પરથી કૂદકો મારી અને હું મરી ગયો. મારૂં એક કામ કરશે.
સાગર: હા ચોકકસ કરીશ!
સ્વપ્નીલ: મારા ઘરના લોકોને લાગે છે કે મે ગાડી મૂકી અહીંથી આત્મહત્યા કરી. મારા લીધે મારા ઘરવાળા પોતાને દોષ આપે છે. મારા પરિવારવાળાઓને કહે કે આ ભૂતોના કારણે જ મને મરવું પડયું..
સાગર પોતાની પલ્સર લઈ નીકળે છે ધીરે ધીરે સવાર પણ પડવા માંડે છે. સાગર મનમાં ને મનમાં નકકી કરે છે કે દારૂ પીને હવે હું કદી પણ ડ્રાઈવ નહીં કરીશ…..
– પ્રતિલીપીમાંથી
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024