ડો. કાવારાણાને શ્રધ્ધાંજલિ

24મી જૂન 2017ને દિને ડો. કેકુ કાવારાણા 76 વરસના અગ્રણી ઓરથોપેડિક સર્જન બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન પામ્યા. 22મી જૂન ગુરૂવારે તેમના મલબાર હિલના રહેઠાણ ખાતે તેઓ સુઈ ગયા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ઈન્હેલેશનના લીધે તેઓનું મૃત્યુ થવા પામ્યું હતું. મેડિકલ સોર્સે જણાવ્યું કે ડો. કાવારાણા જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે તેમની હાલત ઘણી નાજુક હતી. એમની પત્ની ફિરોઝા તેઓ પણ ઉંઘમાં હતા જ્યારે આ ઘટના થવા પામી હતી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયત સુધરી રહી છે. એમના પાળેલા કુતરાએ પણ પોતાનો જાન ગુમાવ્યો હતો. તેમના ઘરમાં લગાવેલા એસીમાં આગ લાગતા આ બનાવ બન્યો હતો.

ડો. કાવારાણાનો દીકરો અને તેમની પુત્રવધુ પણ સાથે જ રહેતા હતા. તેઓ બચી ગયા હતા પણ તેઓ તેમના માતા-પિતાને બચાવી શકયા નહોતો. આગને ચાર કલાક  પછી ઓલવવામાં આવી હતી. પોલિસોના ધ્યાનમાં આવતા તેમના બિલ્ડિંગના લોકોને આગની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે બારીઓ તોડી ડો. કાવારાણાને બચાવ્યા હતા.

ડો. કાવારાણા ડોકટર ફેમિલીમાંથી છે  અને 1966માં ડો. કાવારણા ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી ગ્રેજયુએટ થયા હતા. 1970માં ઓર્થોપેડિક સર્જરીમાં તેમણે માસ્ટર્સ મેળવી હતી. એમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલ, પારસી જનરલ હોસ્પિટલ અને જૈન ગ્રુપની હોસ્પિટલોમાં કનસલ્ટિંગ ઓર્થોપેડિક ડોકટર તરીકે સેવા આપી હતી.

ડો. કાવારાણાને 1984માં રોટરી કલલબમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 1995માં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

Leave a Reply

*