પ્રાર્થના કરવાની યોગ્ય રીત

 1. સવારની પહોરમાં ઉઠતાની સાથે અષેમ વોહુ ભણવું જોઈએ અને જમીનને પગે પડવી જોઈએ કારણ અસ્ફંદાર્મદ અમેસાસ્પંદ આપણી પૃથ્વી-ધરતીની કાળજી લે છે. એક અષેમવોહુ ભણીએ એનો અર્થ તમે એક અષેમવોહુની સરખામણીમાં દસલાખ વખત પ્રાર્થના કરો છો કારણ અશોઈની અસરથી તમે જ્યારે સવારના ઉઠો છો ત્યારે તમારૂં મન શાંત હોય છે.

  સરોશ યશ્ત હદોખ્ત આપણને સૂચન કરે છે કે જ્યારે આપણે સવારના જાગીયે ત્યારે અષેમવોહુ ભણવું જોઈએ તથા આખા દિવસમાં કયારે પણ, જમવા પહેલા, રાતના સૂતા પહેલા અને જ્યારે કોઈ વ્યક્તિ ગુજર પામે છે ત્યારે એના બન્ને કાનમાં ભણવું જોઈએ. યજશ્નેનું 61મું ચેપ્ટર સૂચવે છે કે અષેમવોહુ, યથા અહુ વરિયો અને યંગહે હાતમ ભણવું જોઈએ જેનાથી બધાજ દુષ્ટ સ્વરૂપો આપણે દૂર કરી શકીયે છીએ અને આપણને લાભ થઈ શકે છે.

  અશીશસંઘ યશ્તના 20મા ભાગમાં જણાવવામાં આવ્યું છે કે ધાતુને જેમ પીગળાવી શકાય છે તેમ અશો જરથુસ્ત્ર શેતાનને પીગળાવી નાખે છે તેવીજ શક્તિઓ એષમવોહુ, યથા અહુ વરિયો, યંગહે હાતમ જેવી પ્રાર્થનાઓમાં છે.

  આપણને અમેશાસ્પંદોને માન આપવું જોઈએ. તેમણે  બનાવેલા વિવિધ સર્જનોની કાળજી લેવી જોઈએ. તેમણે આપેલી ભેટ-સોગાદ માટે જ આપણે પરબનું જશન અહુરા મઝદાનો આભાર માનવા કરીએ છીએ.

  વંદીદાદનુ ચેપ્ટર 4 સલાહ આપે છે કે આપણે કોઈ કારણસર પ્રાર્થના ન કરી શકીએ તો જે વ્યક્તિને પૈસાની જરૂરત હોય તે જરૂરતમંદને પૈસાની મદદ કરો. જ્ઞાન આપો અને લગ્ન કરનાર વ્યક્તિની મદદ કરો.

  બહમન અમેશાસ્પંદ જે અહુરામઝદાની બાજુમાં બેસે છે જે આપણા જ્ઞાન અને બુધ્ધિની કાળજી લે છે. બહમન યશ્ત આપણને ખાતરી આપે છે કે જો આપણે બકરા અને ઢોરની સારી રીતે સાર સંભાળ રાખશું તો આપણને અનાજ કે પાણીની કયારે પણ કમી પડશે નહીં.

Leave a Reply

*