પ્રોફેસર ડો. મહેર માસ્તર મુસ

આપણે પ્રોફેસર ડો. મહેર માસ્તર મુસને સંજાણમાં ઝોરાસ્ટ્રિયન કોલેજની સ્થાપના કરનાર તરીકે ઓળખીયે છીએ સાથે તેઓ તેમની કેપમાં વિવિધ પીછાઓ ધારણ કરે છે. તેમણે સમુદાય અને આપણા દેશને ગર્વ થાય તેવા કાર્યો કર્યા છે. તેઓ પહેલા પારસી સ્ત્રી હતા જેમણે ઓકસફર્ડ યુનિવર્સિટીમાં લો સાથે ગ્રેજયુએશન પૂરૂં કર્યુ હતું. ડો. મહેરે તેમના ત્રીસ વરસ ઈન્ટરનેશનલ એકેડેમિક સર્કિટને ઈન્ટરનેશન લો અને જ્યુરીપ્રુડન્સ શીખડાવવામાં સમર્પિત કર્યા હતા.

મહેર માસ્તર મુસના કહેવા પ્રમાણે મારો જન્મ મુંબઈમાં 1943માં થયો હતો. 1951માં તંગનિયિકા જવા પહેલા મે મારૂં બાળપણ દિલ્હી, હૈદ્રાબાદ અને મુંબઈમાં પસાર કર્યુ હતું. યુનાઈટેડ નેશન્સ સાથેનું મારૂં જોડાણ આ વિધાયક વરસોથી છે કારણ તંગનિયિકા યુનાઈટેડ નેશન્સ ટ્રસ્ટ ટેરિટરી હતી જે ગ્રેટ બ્રિટનને ફરજિયાત છે અને જે સંસ્કૃતિને ઉચ્ચ સ્તરે જાળવે છે. ઈન્ટરનેશન લો અને જયુરિસ પ્રુડેન્સમાં 33 વરસ શિખાવ્યા પછી હું 2004માં નિવૃત્ત થઈ ત્યાં સુધી હું આંતરરાષ્ટ્રિય શૈક્ષણિક સર્કિટમાં કાર્યરત હતી.

2002 અને 2007ની વચ્ચે પુસ્તકોની મારી ટ્રાયોલોજી ‘ધ ઈલસ્ટ્રેટેડ ખોરદેહ અવેસ્તા’ અંગ્રેજી, તાજીક અને રશિયન ભાષામાં મુંબઈમાં રશિયન સેન્ટર ઓફ સાયન્સ એન્ડ કલ્ચરમાં રશિયન ફેડરેશનના કોન્સલ જનરલ અને પોલેન્ડના કોન્સલ જનરલ તથા તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિના પિતરાઈ ભાઈ અને ઉચ્ચશિક્ષણ પ્રધાન,  તથા કલ્ચર મિનિસ્ટ દ્વારા તાજિકિસ્તાનમાં રિલિઝ કરવામાં આવી હતી. 3,000 વર્ષની પારસી સંસ્કૃતિનો પરિષદ યોજાયો હતો અને જ્યાં હું એકમાત્ર ઝોરાસ્ટ્રિયન ગેસ્ટ હતી જેને ભારતમાંથી આમંત્રિત કરવામાં આવી હતી.

મારા નસીબમાં વિશ્ર્વની એકમાત્ર પારસી કોલેજ સ્થાપવાની હતી જે મઝદાયસ્ની ઝરથુસ્ટ્રિયન દએેનામાં સમાયેલ પ્રાચીન કોસ્મિક વિઝનને પ્રદાન કરે છે.

સંજાણ નજીક પારસી કોલેજમાં અમે આધ્યાત્મિક સફેદ પ્રકાશ કેન્દ્ર સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જ્યાં બધા દેશોના લોકો એક શૈક્ષણિક સમુદાય તરીકે એકસાથે જીવી શકે છે અને આધ્યાત્મિક રીતે જીવનનો અભ્યાસ કરી શકે. મારા બાળપણ દરમિયાન લોકો સાથેના મારી ક્રિયાપ્રતિક્રિયાના આધારે મારી પાસે રૂચિનાં ક્ષેત્રોની વિશાળ શ્રેણી છે. હું અમારા પારસી ધર્મ અને ખગોળશાસ્ત્ર, જ્યોતિષવિદ્યા, આયુર્વેદ અને પશુ પ્રેમની ખૂબ ચાહક છું. મારૂં માનવું છે કે પૃથ્વી પરના દરેક આત્માને ચોક્કસ મિશન છે અને હું મારી જાતને ધન્ય માનું છું કારણ મને મારી દરેક તક પૂરી કરવા માટે શ્રેષ્ઠ તક આપવામાં આવે છે.

 

Leave a Reply

*