માયજી મેગેઝિન વાંચે છે અને એમાં ફ્રેન્ડશીની જાહેરાત છે તે વાંચતા વાંચતા માયજી: ગુલાબ, બાપરે કેટલું મોટું ગુલાબ આય તો મારી આંખમાંજ ઘુસી ગીયું, બીચારી એકલી છે મારી જેમ એને પન કોઈ દોસ્ત જોઈએ છે. નંબરપન આપ્યોચ લાવ ઉતારી લેવ.
એટલે તો મેરવાનજી માયજી માટે આદુ, ફુદીનાની ચાય લઈને આવે છે.
માયજી: મંચી,
મેરવાનજી: તું મને મંચીના બોલ! હું હવે 73 વરસનો થયલો છું.
માયજી: હું તો 90 વરસની છું, ચલ મને કાગર આપ નંબર લખવા.
મેરવાનજી: કોનો નંબર
મમયજી: મારી બેનપણીનો
મેરવાનજી: કયારે બની?
માયજી: હમણાંજ બનશે. તે પણ એકલી અને હું પણ એકલી.
મેરવાનજી: ફોનનુંં બીલ કેટલું આયુંચ તમને ખબર છે? પંદર હજાર રૂપિયા…
માયજી: તારા બાવાજી ગુજર્યા પછી તને મોટો કરતાં મારા બધા દાગીના વેચાય ગીયા તેનું શું? તેમાં બધું એડજસ્ટ થઈ ગીયું તેમ સમજી લે.
મેરવાનજી જવા લાગે છે.
માયજી: ઉભો રે મંચી જાયચ કયા? મારી વાત સાંભળ, મારા જન્મ દિવસે મને સરસ મોટું એલઈડી ટીવી લાવી આપ. આ જૂનું ટીવી બંડલ છે. મને નવું જોઈએ
મેરવાનજી: એલઈડી? પણ આ તારી રૂમમાં મૂકેલું ટીવી બે વરસ જૂનુંં છે.
માયજી: મને એલઈડી જોઈએ..હું મંદ પડી ગઈ છુ પણ બંધ નહીં, સમજ્યો? અને મારૂં શું આજે છું ને કાલે નહીં.
મેરવાનજી: આં સાંભળતા સાંભળતા તમે 90 વરસના થઈ ગીયા માયજી..
માયજીની બડબડ અને એલઈડીની ડિમાન્ડ ચાલુ જ રહી એટલે મેરવાનજી જે કાને ઓછું સમજતા અને સાંભળવા કાનનું મશીન પહેરતા હતા. મમયજીની બડબડ સાંભળી કાનનું મશીન કાઢી બાજુમાં મુકી દીધુંં.
હવે ગુલુ જે બાજુમાં રહેતા આલુને ત્યાં ગયા હતા તે આવ્યા અને દરવાજાની બેલ, વગાડી વગાડી ને થાકી ગયા પણ મેરવાનજી એ કાનમાંથી મશીન કાઢી નાખેલું તે તેવનને સંભળાયું જ નહીં અને આપણા માયજી પોતાની ઓરડીમાં જઈ કાનમાં હેડફોન નાખી સરસ મજાના હિંદી સિનેમાના જૂના ગાયનો સાંભળવા લાગેલા. તે બિચારા ગુલુ દરવાજાની બાર ડોરબેલજ વગાડતા રહયા. કંટાળીને તે આલુ પાસેથી ઘેરની ડુપ્લીકેટ ચાવી લઈ આવ્યા અને દરવાજો ખોલી અંદર બેડરૂમમાં ગયા તો મેરવાનજી સુઈ ગયેલા.
ગુલુએ તેમને બૂમ પાડી પણ મેરવાનજીને સંભળાય કયાંથી? ગુલુને ગભરામણ થઈ ગઈ તેટલામાં તો મેરવાનજી ઉંઘમાંજ પોતાનો હાથ જાણે મરી ગયા હોય તેમ પાડી દે છે.
ગુલુ: ઉઠો મેરવાનજી ઉઠો, પણ મેરવાનજી ઉઠતા નથી.
ગુલુ બૂમાબૂમ કરી મૂકે છે અને ફોન કરી પોતાની દીકરી સિલ્લુ અને જમાઈ સોરાબને પણ બોલાવી લે છે અને રડવા માંડે છે
માયજી પણ સાથે સાથે રડવા માંડે છે અને બોલેચ કે મારૂં જન્મ દિન હવે કેમ મનાવશું અને મને નવું એલઈડી કોણ લઈ આપશે?
એટલે તો જમાઈ સોરાબને પણ હાર્ટમાં દુ:ખી આવે છે.
સિલ્લુ: સોરાબ હવે તું ચૂપ કર.
એકવારમાં એક જ માનસ મરી શકેચ તું પછી મરજે.
ત્યાં તો મેરવાનજી ઉઠી જાય છે. અને હસવા લાગે છ અને પોતાના કાનનું મશીન પહેરે છે. બધા જોઈને આશ્ર્ચર્ય થાય છે.
માયજી: ગુલુ, તું મારા દીકરાને મારવા માગે છ કે શું?
સોરાબ: હવે મરવાની વાત બંદ કરો, મને બીક લાગેછ.
માયજી: હવે તું જીવતો છે તો મને નવું એલઈડી ટીવી લઈ આપ.
મેરવાનજી: માયજી તમને ખબર છે આ મોદીજીએ નવો ટેકસ કાઢયો છે જીએસટી, ખબર નહીં નવું ટીવી લેતા કેટલો ટેકસ ભરવો પડશે તે? પહેલા મોદીજીએ પેલા રામદેવ બાબાને વેપારી બનાવ્યો અને જીએસટી લાવી બધા વેપારીઓને હવે બાબા બનાવી દીધા. મને એમ લાગેછ જીએસટી એટલે હવે
ૠ-ગામ જઈને, જ-સેટલ થવાનો
ઝ-ટાઈમ આવી ગયો છે.
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024