સર જેજે અને શેત આરજેજે સ્કુલમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ

સર જમશેતજી જીજીભોયના જન્મદિનને પ્રસંગે નવસારીની સર જેજે સ્કુલ અને શેત આરજેજે સ્કુલ બન્ને સાથે મળીને ઈનામ વિતરણ સમારંભનું આયોજન તા. 15મી જુલાઈ 2017ને દિને કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દિવા પ્રગટાવી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાળાગીત ગાયું હતું.

નવસારીના લોકલ કમિટીના ચેરમેન અને ગેસ્ટ ઓફ ઓનર પર્સી ડોટીવાલાએ સ્થાપક વિશે માહિતીપ્રદ ભાષણ આપ્યું હતું અને પ્રિન્સીપાલ, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સારા પરિણામોના સામૂહિક પ્રયત્નો માટે અભિનંદન આપ્યા હતા. જે વિદ્યાર્થીઓએ એસએસસી અને એચએસસી પરિક્ષામાં ટોચના ગ્રેડ મેળવ્યા હતા તેમને પ્રમાણપત્રો અને રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ડાન્સ પર્ફોમન્સ સાથે આ કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

Leave a Reply

*