હોમી મહેતાને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

વ્યક્તિ જ્યારે 100 વરસ પૂરા કરે છે ત્યારે તે ઘટના જાદુઈ અને અકલ્પનિય હોય છે ખરેખર, જેઓએ સદી ફટકારી છે તેઓ સારૂં નસીબ ધરાવે છે અને ભગવાન તેમના પક્ષમાં છે તેવાજ છે હોમી રૂસ્તમજી મહેતા 23મી જૂન 1917 ના રોજ કામા પાર્કમાં જન્મેલા તે ‘યુવાન’ માણસ. હોટલ કાર્લ રેસીડન્સી (અંધેરી) ખાતે છેલ્લા શુક્રવારના દિવસે આ પ્રસંગની ઉજવણી તેમના પ્રેમાળ કુટુબ જેમાં તેમના 90 વરસના ભાઈ પ્રોફસર શાપુર, દીકરા સાયરસ અને દારાયસ, ગ્રાન્ડ ચિલ્ડ્રન પિરાન, ખુશનમ, રૂસ્તન, રૂશાદ, રિહા ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન કાયરા અને એમની મરહુમ દીકરી દિનાઝ દ્વારા કરવામાં આવી હતી,

100 થી વધુ મિત્રો અને પરિવારના સભ્યોની હૂંફ અને પ્રેમ વચ્ચે – કામા પાર્કમાં હોમી અંકલ માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ હતી અને આ દિવસની સ્મૃતિ વરસો યાદ રહે તેવો ઉજવવામાં  આવ્યો હતો. તેમની મૂલ્યવાન સ્મૃતિઓ તેમના જીવનમાં ઢંકાયેલી તેમની યાદોને આગળ લાવવામાં આવી હતી, 1950માં સ્વર્ગીય પત્ની મેહરૂ સાથે તેમના લગ્ન, તેમના બાળકો અને પૌત્રોની નવજોતના સમારંભને રજૂ કરવામાં આવ્યા હતા.  હોમી અંકલે 30 વર્ષથી વધુ સમય ગોદરેજ સોપ્સની વ્યવસ્થાપન ક્ષમતામાં સેવા આપી હતી. તેઓ ખેલાડી હતા, જેમણે ટેનિસ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં ઘણા પુરસ્કારો જીત્યા હતા. હોમી અંકલ પોતાનો દિવસ મેગ્નિફાઈંગ ગલાસ વાપરી વાંચવામાં ગુજારે છે તથા આસપાસની ઘટનાઓની જાણકારીથી અપડેટ પણ રહે છે. તેમની સાંજ કામાપાર્કના લીલાઘાસના લોન પર સહેલ સાથે માણે છે. હોમી અંકલને ધાનશાક અને પીઝા ખાવાના ઘણા ગમે છે. હોમી અંકલ આવતા દિવસોને યાદ કરી કહે છે ‘એ લોકોએ ઉતાવળ કીધી સો વરસ સેલીબ્રેટ કરીને’ કેટલું સરસ બોલ્યા હોમી અંકલ. શ્રેષ્ઠ આવવાનું બાકી છે..ઉજવણી ચાલુ રાખવા દો!

Leave a Reply

*