Your Moonsign Janam Rashi This Week –
15th July, 2017 – 21st July, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી નાનું એક્સિડન્ટ થઈ જાય તેવા  ગ્રહો છે, વાહન સંભાળીને ચલાવજો. ઉતરતી મંગળની દિનદશા ભાઈ બહેનમાં  મતભેદ પડાવી દેશે. તમારી વાણી ઉપર સંયમ રાખજો. તમારૂં બોલવાનું બીજાને નહીં ગમે તે વાત ધ્યાનમાં રાખીને ફેમિલી મેમ્બર સાથે ઓછું બોલવાનું રાખજો. ગુસ્સો આવે ત્યારે ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 19,  20 છે.

With Mars ruling over you till 24th July, a small accident is likely. Be careful while driving and talking with someone. Conflict with siblings is on the cards. People will misunderstand you, so try to be discreet while speaking with family members. When you feel angry pray ‘Tir Yasht’.

Lucky Dates: 15, 16, 19, 20.

.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી જુલાઈ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી હાલમાં લીધેલા ડિસિઝન ચેન્જ કરવાની ભૂલ કરતા નહીં. ચંદ્રની કૃપાથી ફેમિલી મેમ્બરની ઈચ્છા પૂરી કરવા માટે તમારાથી બનશે એટલું કામ મનથી કરી લેશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ઘરમાં જોઈતું હોય તેનાથી વધુ સંગ્રહ કરજો. મનને શાંત કરવામાં સફળ થશો. શારીરિક બાબતમાં સારાસારી રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 15, 17, 18 ને 21 છે.

With Moon ruling over you till 26th July, so don’t make mistake of changing the decisions once taken. You will try your best to help your family. Money front looks great. Keep more money at home than usual. Physical health looks great. Pray 34th name ‘Ya Bestarna’ 101 times.

Lucky Dates:15, 71, 81, 21.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ઓગસ્ટ સુધી ચંદ્ર જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે તેથી ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ચંદ્રની કૃપાથી તમારા કામ સાથે અન્યાય નહીં કરો. નવાં કામ કરવાનું મન થશે મનને મજબૂત કરીને જે કામ કરશો તેમાં સફળતા મળશે. શારિરીક બાબતમાં સારાસારી રહેશે. બચત કરવાનું ભૂલશો નહીં. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 15, 16, 19, 20 છે.

Moon will rule over you till 26th August, so you will get chances of travelling regularly. You will not do injustice to your work. You will be inclined to start new work and with good resolve and firm decisions you will be successful in all the aspects. Health will be very good. Don’t forget to save the money. Daily pray 36th name ‘Ya Bestarna’.

Lucky Dates: 15, 16, 19, 20.

.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

આજનો દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી બને તો ફેમિલી મેમ્બર સાથે હળીમળીને પસાર કરજો. આવતી કાલથી 20 દિવસ સૂર્યની દિનદશા શરૂ થશે અચાનક સ્વભાવમાં ચેન્જ આવી જશે. આજ સુધી કરેલાં કામમાં તમને સફળતા મળી હશે તેમાં કાલથી આવતા 20 દિવસમાં નાની બાબતમાં ડર લાગશે. એકલા પડી ગયા હો તેવું લાગશે. 96મું નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 15, 16, 18, 21 છે.

You have one more day under the rule of Venus, so try to spend the day happily with family members. From tomorrow, you will be under Sun’s rule for 20 days, so you will become indecisive and reluctant in small matters. You will feel side-lined and alone. To calm Sun, pray 96th name ‘Ya Rayomand’ 101 times

Lucky Dates: 15, 16, 18, 21.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધી જશે. ઘરમાં કોઈ લકઝુરિયસ વસ્તુ વસાવી શકશો. ઘરનું ઈન્ટિરિયર ચેન્જ કરવાનું મન થાય તો કામ કરી લેજો. રોજબરોજના કામમાં ધન કમાઈ લેશો. આવકમાં વધારો થશે. બીજાનું દિલ જીતી લેવામાં સફળ થશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ ખૂબ જ વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા.18, 19, 20 છે.

With Venus ruling over you till 16th August, so your happiness and expense over it will rise. You will be able to buy luxurious item for your home. If you are planning to change interior at home, this is the right time to do it. Income will rise. You will be successful in winning people over. Love for your spouse will rise many folds. Pray ‘Behram Yazad’ daily.

Lucky Dates: 18, 19, 20.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે લીધેલા ડિસિઝનમાં ક્ધફયુઝ રહેશો. સાચા ખોટાનો નિર્ણય નહીં લઈ શકો. ધન માટે ચિંતા રહ્યા કરશે. હાથમાં ધન આવતા તેની સાથે ખર્ચનું લિસ્ટ તૈયાર હશે. તમારા દુશ્મન તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરવામાં કોઈ કસર નહીં મુકે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. રાહુનું નિવારણ કરવા માંગતા હો તો ભૂલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Venus will rule over you for a longer period of time, so you will get good support from opposite gender. You will be in a position to help others. If you are getting good financial benefits don’t think twice before working on it. You will get new work with the routine one. Right time to invest in share market and earn well. You will meet the person you like. Pray ‘Behram Yazad’.

Lucky Dates: 15, 16, 18, 21.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે લીધેલા ડિસિઝનમાં ક્ધફયુઝ રહેશો. સાચા ખોટાનો નિર્ણય નહીં લઈ શકો. ધન માટે ચિંતા રહ્યા કરશે. હાથમાં ધન આવતા તેની સાથે ખર્ચનું લિસ્ટ તૈયાર હશે. તમારા દુશ્મન તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરવામાં કોઈ કસર નહીં મુકે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. રાહુનું નિવારણ કરવા માંગતા હો તો ભૂલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

With Rahu ruling over you, you will be confused in your decisions. You will not be able to distinguish between good and bad. Financial issues may crop up, as your expenses will increase. Your enemies will trouble you and make evil plans behind your back. Rahu will trouble you day and night. Pray ‘Mahabokhtar Niyaish’ daily.

Lucky Dates: 17,1819,20.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમારાથી બનતી મદદ કરવામાં પાછા નહીં પડો. નાનું ચેરિટીનું કામ કરી આનંદમાં આવી જશો. ફેમિલી મેમ્બરના મદદગાર થશો. ગુરૂની કૃપાથી ધર્મના કામ કરવા પડશે. 26મી સુધી સારા સમાચાર મળવાના ચાન્સ છે. તબિયતની ચિંતા હશે તો તેનો ઈલાજ કરવાથી તબિયત સુધરી જશે. હાલમાં ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 15, 16, 18, 21 છે.

With Saturn ruling over you, you will not face any financial problem. You will get out of the way to help others. You will feel good by doing charitable work. You will help your family members too. Religious and work related to charity will happen through you. Till 26th you will get some good news. Your health will be good and you will fine cure to old problem. Pray ‘Sarosh Yasht’ daily.

Lucky Dates: 15, 16, 18, 21.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 24મી ઓગસ્ટ સુધીમાં તમને નાણાકીય ફાયદા મળતા રહેશે. ઘરવાળાની સાથે બહારવાળાનો સાથ મળતો રહેશે. ગુરૂની કૃપાથી કામકાજમાં પ્રમોશન મળશે. કોઈ પણ જાતનું રોકાણ કરવાથી ફાયદામાં રહેશો. ઘરમાં મહેમાનની અવરજવર વધી જશે. આજુબાજુવાળાને તમારી સલાહની જરૂર પડશે. દરરોજ ભૂલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 18, 20 ને 21 છે.

Jupiter will rule over you till 24th August, so you will get financial gains. You will get support from family members and outsiders. Promotion in job is on the cards. This is the right time to invest, as results will be positive. Guests will come to your home and neighbours will come to you for your suggestions. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 16, 18, 20, 21.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે તેથી દરેક બાબતમાં ખૂબ જ કંટાળો આવશે. કોઈ કામ કરવા જશો તો તેમાં તમારા વિચારોને સ્થિર રાખી નહીં શકો. તબિયત માટે જરાપણ બેદરકાર રહેતા નહીં. ઉતરતી શનિની દિનદશા નાની માંદગીથી પરેશાન કરશે. બીજાનું સારૂં કરવા જતાં તમારૂં ખરાબ થશે. શનિનું નિવારણ કરવા માંગતા હો તો ‘મોટી હપ્તનયશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 19, 21 છે.

Till 26th July, Saturn will rule over you, so you will feel like inactive. You will not be able to concentrate on work at a given time and all your work will get affected. Don’t neglect your health. Small ailments will trouble you for a brief period of time. By helping someone, you might end up in trouble. Pray ‘Moti Haptan Yasht’ daily.

Lucky Dates: 15, 16, 19, 21.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લા 6 દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ભૂલ્યા વગર તમારા લેણાના પૈસા મેળવવાની કોશિશ કરજો. 21મી પછી 36 દિવસમાં તમારા પૈસા પાછા નહીં મેળવી શકો. બુધની કૃપાથી મિત્રોની મદદ લઈને અધૂરાં કામ પૂરાં કરી લેજો. મનગમતી વ્યક્તિને મળી લેજો. સરકારી કામ-કોટ-દરબારના કામમાં લાંબી ડેટ લઈ લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19 20. છે.

You have six more days to spend under Mercury rule, so first try to recover the money you have lent. From 21st for next 36 days, you will have to run around to get your money recovered. Try to finish off all the pending works with the help of friends. Try and meet the person you love. Matters related to court and government should not be handled for next month end. Pray ‘Meher Niyaish’ daily.

Lucky Dates: 17, 18, 19, 20.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં સફળ થશો. સાથે કામ કરનારના મદદગાર થશો. નાણાકીય બાબતમાં જયાં કરકસર કરવા જેવું લાગશે ત્યાં કરકસર કરીને ધન બચાવી લેશો. બને તો થોડુ ઘણું ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. રોજનાં કામ વીજળીવેગે પૂરા કરીને ઘરવાળા સાથે મળીને તેઓને ખુશી આપવામાં સફળ થશો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.

With Mercury ruling over you till 20th August, you will do your work smartly and succeed in it. You will help your co-workers too. You will be able to save and thus, your financial position will be good. Try to invest during this period. You will be in a position to finish your routine work at a lightning speed. You will keep your family members happy. Pray ‘Meher Niyaish’.

Lucky Dates: 15, 16, 20, 21.

.

Leave a Reply

*