Your Moonsign Janam Rashi This Week –
22nd July, 2017 – 28th July, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા બે દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી આજ અને આવતી કાલ તમારે તમારા ગુસ્સા ઉપર  કંટ્રોલ રાખવો પડશે તમારી નાની ભૂલ અઠવાડિયાને ખરાબ કરશે. 24મીથી 56 દિવસ માટે બુધની દિનદશા તમારા બગડેલા કામને સુધારવા માટે સીધો રસ્તો બતાવશે. કોઈક ખોટી કે ચીટર વ્યક્તિ તમને છેતરી જાય તેવા દિવસો છે. બાકી 24મીથી બુધની દિનદશા તમારામાં બધાજ કામને સફળ બનાવી દેશે. ‘તીર યશ્ત’ સાથે ‘મહેરની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 24, 25, 27 છે.

You have two more days to spend under Mars’ rule, so to be calm. Your anger or small mistake might ruin your whole week. From 24th for 56 days, Mercury will rule over you. It will show you the path to rectify your mistakes and wrong doings. Some person might take advantage of your straightforwardness and might cheat you, so be careful. Other than this, Mercury will make things easy for you. Pray ‘Tir Yasht’ and ‘Meher Niyaish’.

Lucky Dates: 22, 24, 25, 27.

.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 4 દિવસ જ શીતળ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 4 દિવસમાં ફેમિલી મેમ્બરના દિલને જીતી લેજો. ગામ-પરગામના કામ પહેલા પૂરા કરી લેજો નહી તો 26મીથી મંગળની દિનદશા તમારા મગજની શાંતિ ને અશાંતિમાં ફેરવી દેશે. મંગળની દિનદશા શરૂ થતા તબિયત બગડશે. આજથી ‘યા બેસ્તરના’ 101વાર ભણ્યા પછી ‘તીર યશ્ત’ ભણવાનું શરૂ કરી દેજો.

શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.

You have four more days left to pass under Moon’s rule, so try to win hearts of the family members during this period. Work related to out-station should be given priority. From 26th, Mars will not let you be at peace and chances of falling sick are high. Pray 34th name ‘Ya Bestarna’ 101 times and ‘Tir Yasht’.

Lucky Dates: 23, 24, 25, 28.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ઓગસ્ટ સુધી ચંદ્ર તમારા મગજને સ્થિર રાખીને ધારેલા કામ કરાવીને આપશે. નાણાકીય ફાયદા મળતા રહેશે. ટ્રાવેલિંગમાં સમય વધુ પસાર કર્યા છતાં આળસ નહીં આવે. રોજના કામ તમે ખૂબ જ સારી રીતે પૂરા કરી શકશો. સાંભળજો બધાનું પણ અગત્યના ડિસિઝન  તમારી સમજ પ્રમાણે લેશો. જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27 છે.

Moon will rule over you till 26th August, so your work will be on the right path and everything will fall in place. Financial gains will be regular and travel is indicated. Daily work will be fast and it will give you satisfaction too. Listen to all advices, but do what you deem fit. Take important decisions with care and rely on your gut feeling. Someone new is expected to enter your life. Pray 34th name ‘Ya Bestarna’ 101 times daily.

Lucky Dates: 25, 26, 27.

.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

6ઠ્ઠી ઓગસ્ટ સુધી તો સૂર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે તેથી સરકારી કામમાં સફળતા નહીં મળે. જયાં કામ કરતા હશો ત્યાં ઉપરી વર્ગ તમને નાની વાતમાં ઈરીટેડ કરી નાખશે. બીજાની ભૂલ તમારા માથા ઉપર આવી જાય તો નવાઈમાં પડી જતા નહીં. કોઈને પ્રોમિસ આપવાની ભૂલ કરતા નહીં. મનગમતી વ્યક્તિ છેલ્લી ક્ષણે દગો આપી દેશે. સૂર્યના ઉતાપાને ઓછો કરવા 96મું નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 23, 24, 26 ને 27 છે.

Sun will rule over you till 6th August, so you won’t be successful in government related work. At work place, your seniors finding your mistake in small things will irritate you. If someone else’s blame comes on you, don’t be surprised. Don’t make promises to anyone. The person you love might ditch you at the last moment. To calm Sun, pray 96th name ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 23, 24, 26, 27.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ વધતા જશે. ઓપોઝિટ સેકસનું તમારા તરફ ધ્યાન વધી જશે. કોઈના લવમાં હો તો તમારા મનની વાત જલ્દીથી તે વ્યક્તિને કહી દેજો. ધણી-ધણીયાણી વચ્ચે થયેલા મતભેદ દૂર કરવા માટે સીધો રસ્તો મળી આવશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. હાલમાં તમે રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી 22, 24, 25, 28 છે.

With Venus ruling over you, enjoyments will increase. Opposite gender will give you importance. If you are in love with someone, express your feelings without any hesitation. Relationship between husband and wife will improve. Money will not be an issue. Pray ‘Behram Yazad’ daily.

Lucky Dates: 22, 24, 25, 28.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને શુક્રની દિનદશા 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે તેથી હરવા ફરવા પાછળ ખર્ચ વધુ કરશો. કોઈને મીઠી વાત કરીને પોતાના કરવામાં મુશ્કેલી નહીં આવે. નવા કામ કરવા માટે હાલનો સમય ખૂબ સારો છે તે વાત ધ્યાનમાં લેજો. ફાયદા મળતા હશે તેને જવા નહીં દો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Venus will rule over you till 16th September, so you will spend more money on travelling and fun. You will get your work done by your sweet talks. This is the right time to start new work. Don’t let go any opportunity which is beneficial. Pray ‘Behram Yazad’.

Lucky Dates: 22, 23, 24, 25.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા અગત્યની વસ્તુ ગુમાઈ જાય નહીં તેની દરકાર રાખજો. રાહુને કારણે તમારા કરેલ કામમાં કચાશ દેખાશે. નાનુ કામ સમય પર પૂરૂં નહીં કરી શકો તેનું દુ:ખ લાગશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવી જશે. તમને તમારી રકમ મેળવવા માટે ભાગદોડ કરવી પડશે. ખોટી ભાગદોડને કારણે તબિયત બગડી જશે. રાહુનું નિવારણ કરવા માંગતા હો તો ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.

Rahu is ruling over you till 6th August, so be careful about your belongings. Chances of misplacing them can’t be ruled out. Your work will not be perfect and error-free. You will not be in a position to finish small tasks on time and it will frustrate you. Financial problems are on the cards. Working hard to get your money back might have an adverse effect on your health. Pray ‘Mahabokhtar Niyaish’ daily to pacify Rahu.

Lucky Dates: 22, 23, 26, 27.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી ધર્મ કે ચેરિટીના કામો કરજો. બાકી કાલથી 42 દિવસમાં તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. રાહુ પોતાની સોનાની જાળમાં એવી રીતે ફસાવશે કે તમે બહાર નહીં આવી શકો. તબિયતઅચાનક બગડી જશે. ચાલુ કામમાં અપજશ મળશે. મનગમતી વ્યક્તિ તમારાથી દૂર થઈ જશે. ‘મહાબોખ્તાર નીઆએશ’ દરરોજ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

You have until today to pass under Jupiter, so try to do religious and charitable work. From tomorrow, for 42 days, you will not be at peace, your hunger and sleep will be disturbed and Rahu will spin a web around you and trap you. Your health and routine work might get affected. The person you love might also get away from you during this period.  Pray ‘Mahabokhtar Niyaish’.

Lucky Dates: 22, 23, 24, 25.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને ધનની કમી નહીં આવે. અચાનક લાભ મળતા રહેશે. તમારા બધાજ કામ વિજળીવેગે પૂરા કરી શકશો. ગુરૂની કૃપાથી જાણતા કે અજાણતા તમારા હાથથી કોઈ ભલાઈનું કામ થઈ જશે. જો તમારી તબિયત બગડેલી હશે તો સુધાર આવતો જશે. સાચા સલાહકાર મળવાથી મનની અને તનનની તકલીફ દૂર થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 23, 26, 27 છે.

Jupiter will rule over you till 24th August, so you will not feel financial crunch. Regular financial gains are on the cards. All your work will finish at lightning speed. Knowingly or unknowingly good deeds are bound to happen by you. Your health will improve. You will get guidance and it will ease your mental and physical problems. Pray ‘Sarosh Yasht’

Lucky Dates: 21, 23, 26, 27.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

પહેલા 4 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ખાસ તબિયતની સંભાળ લેજો. ઉતરતી શનિની દિનદશા માંદગીના બીછાનામાં પાડી દેશે. 26મીથી ગુરૂની દિનદશા તમને 58 દિવસ સુધી દરેક બાબતમાં સુખી કરશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નવા કામ શરૂ કરી શકશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ની સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 24, 26 27 છે.

You have four more days left to pass under Saturn rule, so be careful about your health. You might fall ill abruptly. From 26th, Jupiter will start ruling over you, so for the next 58 days will be easy going. Money matter seems fine. You will be in a position to start new work. Pray ‘Moti Haptan Yasht’ and ‘Sarosh Yasht’

Lucky Dates: 22, 24, 26, 27.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મીથી શનિની દિનદશા ચાલુ થયેલ છે તેથી 26મી ઓગસ્ટ સુધી તમને તમારા કામ કરવામાં આળસ આવશે. જો તમે સરકારી કામો કરતા હો તો તેમાં ધ્યાન આપજો નાની ભૂલ મોટી સજા અપાવશે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. આવકનું પ્રમાણ ઓછું રહેશે અને જાવક વધી જશે. નાણાકીય બાબતમાં પરેશાન થશો. શનિના દુ:ખને ઓછું કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

From 20th, Saturn has started rule over you, so till 26thAugust you will not feel like working and laziness will surround you. Be careful if you are involved in any sort of government work. Small errors can lead you to a big trouble. Health of an elderly member will be a cause of concern. Income will decline but expenses will creep up. Financial imbalance will worry you. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 22, 23, 24, 25.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા બધાજ કામો વિજળીવેગે પૂરા કરી શકશો.  જો કોઈ જગ્યાએ તમારા પૈસા અટકી ગયેલા હશે તો બુધ્ધિબળ વાપરીને તમારી રકમ પાછી મેળવજો. રોજબરોજના કામ માં ભાગદોડ કરવાથી નાણાકીય ફાયદો મેળવી લેશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળે તો જવા દેતા નહીં. નવાકામ શોધવામાં સફળ થશો. બુધ્ધિબળ વધારવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા.25, 26, 27, 28 છે.

With Mercury ruling over you, all your work will get over fast. If your money is due, it will be retrieved. Routine work will give you extra income. If you get chances to travel, don’t let it pass. You will be successful in finding new work. Pray ‘Meher Niyaish’.

Lucky Dates: 25, 26, 27, 28.

.

Leave a Reply

*