ઘરમાં મુકતાદનું આગમન

સમગ્ર વિશ્ર્વના જરથોસ્તીઓ પારસી કેલેન્ડરના હિસાબે છેલ્લા દસ દિવસ ઉજવી રહ્યા છે. મુકતાદ એટલે મૃતકોને યાદ કરવાના દિવસ એમ નથી હોતું. મુકતાદ ખુશીનો પ્રસંગ છે અને આ સમયે પવિત્ર આત્માઓ અને ફ્રવશિષોનું આપણે આ દુનિયામાં અને આપણા ઘરોમાં સ્વાગત કરીએ છીએ. તેમને યાદ કરી તેમનો સત્કાર કરીએ છે. તેમણે કરેલી અદ્રશ્ય મદદ માટે તેમને આપણો પ્રેમ અને કૃતજ્ઞતા બતાવવાનો સમય છે.

આ દિવસોમાં આપણા વહાલાઓના આત્મા અને ફ્રવશિષો તેમના ઘરોની મુલાકાત લે છે. તેથી મુકતાદની ઉજવણી કરવા ઘરમાં પવિત્ર અને સુખદ વાતાવરણ ઉભું કરવું જરૂરી છે. તમે અગિયારીમાં મુકતાદ નહીં કરશો તો પણ ચાલશે પણ નાની રીતે કેમ ન હોય પણ કુટુંબમાં નિયમત રીતે મુકતાદ કરવા જોઈએ.

તમે ખૂબ જ સરળ રીતે નીચે આપેલી રીત પ્રમાણે મુકતાદ કરી શકો છો.

1) ઘરમાં એક નાના ખૂણાને પસંદ કરો. જેને સ્વચ્છ કરો. આવશ્યક હોય તો તેને પડદા દ્વારા કવર કરો.

2) ત્યાં એક નાનું ટેબલ ગોઠવો.

3) ટેબલ પર ચોખ્ખા ધાતુનો ગલાસ મૂકી કળશિયો અથવા વાઝને ચોખ્ખા પાણી સાથે ભરીને મૂકો. તેમાં એક બે ફૂલ અગર ગુલાબના ફૂલો મૂકો તો વધારે સારૂં.

4) ગ્લાસ, કળશિયો અને વાઝના પાણીને દરરોજ બદલો. જ્યાં સુધી ફૂલો તાજા હોય ત્યાં સુધી તમે ફૂલો ને ધોઈને તેનો પાછો ઉપયોગ કરી શકો છો.

5) શકય હોય તો ટેબલ પર એક સળગતો દીવો મૂકો.

6) કુટુંબીજનોએ તેમની કસ્તી અને દરરોજના ભણતર ત્યાં કરવાના રાખો.

7) ઘરના દરેક વ્યક્તિ તે જવાન હોય કે બુઢ્ઢા તેમણે તેમનો થોડો સમય ત્યાં પ્રાર્થના કરવા ફાળવવો જરૂરી છે. કસ્તી કર્યા પછી નાનું કે મોટું ભણતર તે ખૂણામાં અવશ્ય કરવું.

* જેમકે (બાળકોએ ખાસ) 12 અષેમવોહુ ભણવી.

* જેમ કે (ખોરદેહ અવસ્તા)માંથી ‘મુકતાદનો નમસ્કાર’ ભણવો.

* ફરજિયાત ભણતર પછી ‘સતુમનો કરદો’ ભણવો.

* ‘ફ્રામરોત હા’ ભણવું (પહેલા પાંચ દિવસ) અથવા ગાથા (પછીના પાંચ દિવસ)

* ‘ફ્રવદિન યશ્ત’ ભણવું (ફરજિયાત ભણતર પછી)

* 570 યથા અહુ વરિયો ભણવું+ 210 અષેમ વોહું+120 યંગહે હતામ દરરોજ (ખાસ કરીને ઉમરવાળી વ્યક્તિોએ) આનાથી ઘરનું વાતાવરણ સરસ અને સુખદ બનશે. પવિત્ર આત્માઓ અને ફ્રવશિષો જે મહેમાન તરીકે ઘરમાં પધારી શકે તે રીતે અનુકૂળ બનાવો. જયારે પણ આ દિવસોમાં પવિત્ર આત્માઓ અને ફ્રવશિષોને સુખદ રીતે યાદ કરી પ્રાર્થના કરવામાં આવે તો તેઓ પાછા ફરે છે ત્યારે ઘરના કુટુંબીઓને સફળતા, સમૃધ્ધિ, આરોગ્ય, શક્તિ, સુખ, રક્ષણ સાથના ભરપુર આર્શિવાદો આપતા જાય છે.

About એરવદ ડો. રામિયાર પી. કરંજિયા

Leave a Reply

*