ખોરદાદ સાલના પ્રસંગે તમારી સામે આપણા તેજસ્વી જરથુસ્ત્ર પયગમ્બર સાહેબના જીવનની અને ભણતરની એક વિશિષ્ટ ઝાંખી રજૂ કરી રહ્યા છે.‘પ્રોફેટ’ માટેનો ફારસી શબ્દ પેગમ્બર અથવા વક્ષશુર છે (પહલવી શબ્દ વક્શવરના શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે) ‘ભગવાનના શબ્દોનું વહન કરનાર’.
આપણે જીભથી પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે જીભ દ્વારા ભગવાન તરફથી પવિત્ર શબ્દો લાવીએ છીએ.
ચમત્કારો જે અશો જરથુસ્ત્રસાહેબના જન્મ સાથે સંકળાયેલા છે અને પહલવીમાં જરથોસ્તનામા તરીકે જેનું વર્ણન કરવામાં આવ્યું છે.
અશો જરથુસ્ત્ર સાહેબના જન્મ વખતે બીજા બાળકો રડે છે. ત્યારે આપણા જરથુસ્ત્ર સાહેબ હસતા જન્મ્યા હતા તેઓ બિલ્કુલ ભયભીત નહોતો અને તેઓ દેવત્વનું સ્વરૂપ હતા. જરથુસ્ત્ર સાહેબ 15થી 30 વર્ષ દરમ્યાન પ્રાર્થનામાં લીન હતા અને સત્યની શોધમાં તેમણે 30 વર્ષની ઉંમરે તેમના પિતાનું ઘર છોડ્યું હતું. રોજ દએપમહેર, માહ અરદીબહેસ્તને દીને જરથુસ્ત્ર સાહેબને અહુરામઝદાના પ્રથમ દર્શન થયા હતા. એમણે અહુરા મઝદાને સૌ પ્રથમ સવાલ કર્યો હતો કે આ દુનિયામાં સૌથી સારો માણસ કોણ છે અને અહુરા મઝદાએ એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે કે ‘જે લોકો સત્યના માર્ગ પર ચાલે છે, જે લોકો સખાવતી છે અને જે લોકો આગનું સન્માન કરે છે, પાણીનું માન રાખે છે અને પ્રાણીઓ પ્રત્યે માયાળુ છે. જરથુસ્ત્ર સાહેબે સારૂં અને દુષ્ટ શક્તિઓ વચ્ચે જીવનને સંઘર્ષ થતા જોયું છે અને માણસની ફરજ એ છે કે આધ્યાત્મિક યોદ્ધાની હંમેશા સારી બાજુએ રહી અને ભૌતિક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક સ્તર પર દુષ્ટતા સાથે લડી ભૌતિક સ્તર પર, અશુદ્ધતા અને પ્રદૂષણના તમામ પ્રકારો દુષ્ટતાના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. શુદ્ધતા અને સ્વચ્છતા માટે એક સાચો જરથોસ્તી હંમેશાં ધ્યેય રાખે છે.
સામાજિક સ્તરે, તમામ પ્રકારની ગરીબી, ઇચ્છા, માંદગી, માનવીય દુ:ખ અને અજ્ઞાનતા દુષ્ટતાને દુ:ખ તરીકે જોવામાં આવે છે. ‘પારસી તારૂં બીજું નામ ચેરિટી છે’ ફક્ત એક સામાન્ય વાત નથી પણ તે એક ધાર્મિક માન્યતા છે.
નૈતિક સ્તરે, દરેક સાચા જરથોસ્તીએ પોતાની જાતને ગુસ્સો, લોભ, ઈર્ષ્યા વગેરે જેવા દૂષણોથી બચાવવું જોઈએ. ગુણોની ઉત્કૃષ્ટતા અને સભાનપણે દૂષણો દૂર કરવાથી આધ્યાત્મિક ગુણવત્તા વધે છે.
છેવટે, દરેક સાચા જરથોસ્તી અવેસ્તન મંત્રાની શક્તિ અને અન્ય લક્ષ્યો (આધ્યાત્મિક શિસ્ત) દ્વારા આધ્યાત્મિક સ્તર પર દુષ્ટતાના દળો સાથે યુદ્ધ કરી શકે છે.
- Wine As Medicine And Religious Sacrament - 5 October2024
- Ancient Iran’s Rosetta Stone - 28 September2024
- પવિત્ર અરદીબહેસ્ત મહિનો - 21 September2024